________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧) યોગીની આયુ લાખો-કરોડો વર્ષોની થઈ શકે છે. (અસંભવ કોટિ) " (રર) યોગી દ્રવ્યોને બદલી શકે છે, એટલે કે અગ્નિને પાણી, સાપને લાકડી, માણસને કબૂતર બનાવી શકે છે.
(અસંભવ કોટિ) (૨૩) યોગી શક્તિપાત કરી અથવા માથા ઉપર હાથ રાખી બીજાને સમાધિ
લગાવડાવી ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવી દે છે. (અસંભવ કોટિ) (૨૪) યોગી પરમાત્માની જેમ સર્વશ થઈ જાય છે, અર્થાત્ તે બધું જ જાણી લે છે
તથા પોતાની ઈચ્છાનુસાર નવી સૃષ્ટિ પણ બનાવી શકે છે. (અસંભવ કોટિ) (૨૫) યોગી પોતાના પાછલાં જન્મોને જાણી લે છે. (પરીક્ષા કોટિ)
બધા સજ્જનો વિશેષ કરીને વિદ્વાનોનું એ કર્તવ્ય બને છે કે યોગ-વિષયક નિરાધાર, મિથ્યા, કલ્પિત, તર્ક-પ્રમાણ વિરુદ્ધ માન્યતાઓનું ખંડન તથા વાસ્તવિક માન્યતાઓનું મંડન કરે. કારણ કે આ અજ્ઞાન તથા સ્વાર્થથી ઉત્પન્ન યોગ-વિષયક કલ્પિત મિથ્યા વિચારોથી મનુષ્ય સમાજ અંધવિશ્વાસ તથા પાખંડના ઊંડા અંધકારમાં ઉતરી ગયો છે અને જઈ રહ્યો છે.
યોગ સંબંધી ખોટી ધારણાઓને કારણે આજે હજારો-લાખો વ્યક્તિઓની શારીરિક, માનસિક, આર્થિક શક્તિઓ વ્યર્થમાં જ નષ્ટ થઈ રહી છે. સાચા યોગાભ્યાસના સ્થાને મિથ્યા યોગાભ્યાસને અપનાવી તેઓ સ્વાથ્ય, સુખ, શાંતિ, જ્ઞાન-વિજ્ઞાન, બળ આદિ ન મેળવતાં, તેનાથી વિપરીત રોગ, દુઃખ, અશાન્તિ, અજ્ઞાન, નિર્બળતા આદિ દોષોને પ્રાપ્ત થાય છે. અને સાથે જ ભણેલો બુદ્ધિજીવી વર્ગ તર્ક, યુક્તિ, પ્રમાણ, વિજ્ઞાનની સંગતિથી રહિત, કાલ્પનિક વાતોનો યોગાભ્યાસમાં સમાવેશ જોઈ, યોગાભ્યાસ, સમાધિ, ઈશ્વરસાક્ષાત્કાર, મુક્તિ ઈત્યાદિ આધ્યાત્મિક વિષયોનો વિરોધી બની ગયો છે.
જેનો યોગથી દૂરનો પણ સંબંધ નથી, એવા અસંભવ અને કષ્ટ-સાધ્ય ક્રિયા-કલાપો અને સિદ્ધિઓને યોગનાં અંગરૂપમાં સામેલ જોઈ સામાન્ય જનતા એમ માનવા લાગી છે કે યોગ તો અમારા માટે અસંભવ છે, અમે સાંસારિક લોકો આવા યોગને અપનાવી ન શકીએ. આવી યોગ સંબંધી ખોટી ધારણાઓના કારણે સત્ય યોગ-વિદ્યાનો પણ લોપ થઈ ગયો તથા થઈ રહ્યો છે. આથી આ યોગ સંબંધી ખોટી ધારણાઓનું નિરાકરણ અવશ્ય જ કરવું જોઈએ, જેનાથી માનવ સમાજ ઉપરોક્ત હાનિઓથી બચે તથા વિશુદ્ધ યોગ-વિદ્યાને અપનાવી લાભ ઉઠાવી શકે.
૨૩૨
યોગદર્શન
For Private and Personal Use Only