________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तत्र प्रत्ययैकतानता ध्यानम् ॥२॥ સૂત્રાર્થ - (તત્ર) ધારણાની પાછળ તે જ દેશમાં ધ્યાન કરવું અને આશ્રય લેવા યોગ્ય જે અંતર્યામી વ્યાપક પરમેશ્વર છે, તેના પ્રકાશ અને આનંદમાં પ્રત્યેતીનતા) અત્યંત વિચાર અને પ્રેમ-ભક્તિની સાથે આ પ્રકારે પ્રવેશ કરવો કે જેમાં સમુદ્રની વચમાં નદી પ્રવેશ કરે છે, એ સમયે ઈશ્વરને છોડીને કોઈપણ બીજા પદાર્થનું સ્મરણ ન કરવું, પરંતુ એ જ અંતર્યામીના સ્વરૂપ અને જ્ઞાનમાં મગ્ન થઈ જવું, ધ્યાનમ) એનું જ નામ ધ્યાન
- (ત્ર ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ - “તે દેશો (સ્થાનો)માં અર્થાત્ નાભિ આદિમાં બેય જે (પરમ) આત્મા એ આલંબનની તથા ચિત્તની એકતાનતા અર્થાત્ પરસ્પર બંનેની એક્તા, ચિત્ત આત્માથી જુદો ન રહે તથા આત્મા ચિત્તથી જુદો ન રહે, તેનું નામ છે-સદશ પ્રવાહ. જ્યારે ચિત્ત ચેતનથી જ યુક્ત રહે, અન્ય પ્રત્યય = કોઈ બીજા પદાર્થનું સ્મરણ ન રહે, ત્યારે જાણવું કે ધ્યાન બરાબર થયું.”
(દયાનંદ શાસ્ત્રાર્થ) વિમર્શ - નિરાકાર પરમાત્માનું ધ્યાન - (ક) “પ્રશ્ન - મૂર્તિ પદાર્થો વિના ધ્યાન કેવી રીતે થઈ શકશે? ઉત્તર-શબ્દનો આકાર નથી તો પણ શબ્દ ધ્યાનમાં આવે છે કે નહીં? આકાશનો આકાર નથી તોપણ આકાશનું જ્ઞાન કરવામાં આવે છે કે નહીં? જીવનો આકાર નથી, તો પણ જીવનું ધ્યાન થાય છે કે નહીં? જ્ઞાન, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, એનો નાશ થતાં જિ જીવ નીકળી જાય છે, એ ખેડૂત પણ સમજે છે... સાકારનું ધ્યાન કેવી રીતે કરશો? સાકારના ગુણોના જ્ઞાનનો આકાર થતાં સુધી ધ્યાન નથી બનતું, અર્થાત સંભવ નથી થતું કે જ્ઞાનના પહેલાં ધ્યાન થઈ જાય. જુઓ એક સૂક્ષ્મ પરમાણુના પણ અધમ, ઉત્તમ અને મધ્યમ એવા અનેક ભાગો જ્ઞાનના બળથી કલ્પનામાં આવે છે. હવે કોઈ એમ કહે કે મુઠ્ઠીમાં કયો પદાર્થ છે? તો જાણ થતાં સુધી ઢાંકેલી મુઠ્ઠીની તરફ જોવાથી જ ફક્ત એ પદાર્થનું ધ્યાન કેવી રીતે કરો? તો મારું એ જ કહેવાનું છે કે પ્રત્યક્ષ સિવાય તે પદાર્થને જાણવાને માટે બીજો પણ વધારે જબરો સબળ ઉપાય છે. જુઓ અનુમાન....અનુમાન જ્ઞાનની સામે પ્રત્યક્ષની શું પ્રતિષ્ઠા છે.”
(ઉપદેશ મંજરી ચોથો ઉપદેશ) (ખ) પ્રશ્ન-પરમેશ્વર નિરાકાર છે, તે ધ્યાનમાં નથી આવી શકતા, એટલા માટે અવશ્ય મૂર્તિ હોવી જોઈએ. ઉત્તર - જયારે પરમેશ્વર નિરાકાર, સર્વવ્યાપક છે. ત્યારે તેની મૂર્તિ જ નથી બની શકતી... જો તમે કહેતા હો કે મૂર્તિને જોવાથી પરમેશ્વરનું સ્મરણ થાય છે, એ જ તમારું કહેવું સર્વથા મિથ્યા છે અને જયારે એ મૂર્તિ સામે ન હોય તો પરમેશ્વરનું સ્મરણ ન થવાથી મનુષ્ય એકાન્ત જોઈને, ચોરી જારી આદિ કુકર્મ કરવામાં પ્રવૃત્ત પણ થઈ શકે છે, કેમ કે તે જાણે છે કે આ સમયે અહીં મને કોઈ જોતું નથી એટલા માટે તે અનર્થ કર્યા વિના
વિભૂતિપાદ
૨૩૫
For Private and Personal Use Only