________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોરમ્ | अथ तृतीयो विभूतिपादः॥
હવે ત્રીજો વિભૂતિપાદ હવે - યમથી લઈને પ્રત્યાહાર પર્વત યોગનાં પાંચ અંગો બહિરંગ સાધન પાછળના પાદમાં કહેવામાં આવ્યાં. હવે ધારણાનું સ્વરૂપ કથનીય છે.
देशबन्धश्चित्तस्य धारणा ॥१॥ સૂત્રાર્થ-(કેશવથી જયારે ઉપાસના યોગનાં પૂર્વોક્ત પાંચેય અંગો સિદ્ધ થઈ જાય છે, ત્યાર પછી તેનું છઠ્ઠું અંગ ધારણા પણ યથાવત્ પ્રાપ્ત થઈ જાય છે. ધારણા તેને કહે છે કે મનને ચંચળતાથી છોડાવીને, નાભિ, હૃદય, મસ્તક, નાસિકા અથવા જીભના અગ્રભાગ આદિ દેશો (સ્થાનો)માં સ્થિર કરીને કારનો જપ અને તેનો અર્થ જે પરમેશ્વર છે, તેનો વિચાર કરવો.”
(. ઉપાસના) નાભિ, હૃદય, મૂર્ધજ્યોતિ અર્થાત નેત્ર, નાસિકાના અગ્ર, જીભના અગ્ર ઈત્યાદિ દેશો (સ્થાન)ની વચ્ચે, ચિત્તને યોગી ધારણ કરે. તથા બાહ્ય વિષય જેવો કે ઓકાર અથવા ગાયત્રી મંત્ર એમાં ચિત્ત લગાવે. કેમ કે “તનપસ્તાવના (યો. ૧/૨૮) એ સૂત્ર છે યોગનું. તેને યોગી જપ અર્થાત ચિત્તથી વારંવાર આવૃત્તિ કરે અને તેનો અર્થ જે ઈશ્વર છે તેને હૃદયમાં વિચારે ‘નવર: પ્રણવ' (યો. ૧/૨૭) ઓકારનો વાચ્ય ઈશ્વર છે અને તેનો વાચક ઓકાર છે બાહ્ય વિષયથી એને જ લેવો બીજો કોઈ નહીં કેમ કે બીજું પ્રમાણ ક્યાંય નથી”.
(દયાનંદ-શાસ્ત્રાર્થ સંગ્રહ) ભાષ્ય અનુવાદ-ચિત્તને નાભિચક્ર, હૃદયપુંડરીક, મૂર્ધાજ્યોતિ, નાસિકાના અગ્રભાગમાં, જીભના અગ્રભાગમાં ઈત્યાદિ શારીરિક પ્રદેશોમાં અથવા બાહ્ય વિષયમાં વૃત્તિમાત્રથી બાંધવું = સ્થિર કરવું ધારણા' કહેવાય છે. ભાવાર્થ - આના પહેલાં સાધનપાદમાં વ્યસ્થિત ચિત્તવાળાઓને માટે યોગના ક્રિયાયોગ, ક્લેશો, કર્મ વિપાકોને દુઃખરૂપ કહેવું, હેય, હે હેતુ, હાન અને હાનોપાય રૂપયોગના ચતુર્વ્યૂહનું દષ્ય-દ્રાનું સ્વરૂપ તથા કૈવલ્યનું સ્વરૂપ બતાવી તેને પ્રાપ્ત કરવા માટે યોગમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, તથા પ્રત્યાહાર એ પાંચ બહિરંગોનું સ્વરૂપ તેમ જ તેમનું ફળ કથન કહેવામાં આવ્યું છે. મુખ્યરૂપે યોગનાં સાધનોનું કથન હોવાથી તે પાદ (પ્રકરણ)નું નામ “સાધન પાદ' રાખવામાં આવ્યું છે. હવે આ ત્રીજા પાદમાં યોગીના અવશિષ્ટ અંતરંગ ધારણા આદિ સાધનોનું કથન કરીને યોગીને યોગનાં અંગોના અનુષ્ઠાનથી જે વિશેષ સિદ્ધિ અથવા ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે, તેને જ અહીં વિભૂતિના નામથી કથન કરવામાં આવ્યું છે, એટલા માટે આ પાદનું નામ “વિભૂતિપાદ' રાખવામાં આવ્યું છે.
વિભૂતિપાદ
૨ ૩૩
For Private and Personal Use Only