________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) અસંભવ કોટિ :- જે સિદ્ધિઓ કોઈપણ પ્રકારે કોઈપણ વ્યક્તિને કયારેય
પ્રાપ્ત થઈ શકતી નથી, તે અસંભવ કોટિમાં છે, જેમ કે સૃષ્ટિની રચના કરવી, અબજો-ખર્વો વર્ષોનું આયુષ્ય થવું, ઈશ્વર સમાન સર્વજ્ઞ થવું ઈત્યાદિ. પરીક્ષા કોટિ :- જે સિદ્ધિઓના વિષયમાં, વિના પરીક્ષા ન તો એ કહી શકાય કે આ સંભવ છે, અને ન તો અત્યાર સુધીના જ્ઞાનાનુસાર નિષેધ કરી શકાય કે આ તદન અસંભવ છે, એવી સિદ્ધિઓ પરીક્ષા કોટિમાં છે. જેમ કે હજારો માઈલ દૂર રહેલ વસ્તુઓને જાણવી, પાણી ઉપર ચાલવું, પાછલા જન્મોને જાણવા ઈત્યાદિ. વિકલ્પ કોટિ :- જે સિદ્ધિઓની ઉત્પત્તિ શરીરમાં માનવી તો સંભવ નથી, પરંતુ એ સિદ્ધિઓ યોગીના ચિત્ત (= મન)માં તો પેદા થઈ શકે છે. આ સિવાય કેટલીક સિદ્ધિઓની વ્યાખ્યા જો સૃષ્ટિક્રમને અનુકૂળ કરવામાં આવે તો સંભવ થઈ શકે છે, અને જો સૃષ્ટિક્રમથી વિરુદ્ધ કરવામાં આવે તો એ સત્ય ન માની શકાય, આવી સિદ્ધિઓ વિકલ્પ કોટિમાં છે. જેમ કે બૌદ્ધિક સ્તર પર આકાશમાં ઉડવું તો સંભવ છે પરંતુ સ્થૂળ શરીર સહિત માત્ર સંયમથી આકાશમાં ઉડવું અસંભવ છે.
આધ્યાત્મિક જગતમાં યોગ સંબંધી જે માન્યતાઓ આજકાલ પ્રચલિત છે, તેમાંથી કેટલીકની ગણના અમે અહીં કરી રહ્યાં છીએ – (૧) યોગી હરતાં-ફરતાં, ખાતા-પીતા તથા પરોપકાર આદિ ઉત્તમ કાર્યો કરવાના સમયે દિવસભર સમાધિમાં રહી શકે છે.
(સંભવ કોટિ) (ર) યોગી ઈન્દ્રિયોના રૂપ, રસ આદિ વિષયોનું સેવન કરતો, વિષયોમાં સુખ નથી લેતો. માત્ર જીવન-નિર્વાહ માટે ખાવું-પીવું આદિ કાર્યો કરે છે.
(સંભવ કોટિ) (૩) યોગી સમસ્ત પ્રાણીઓ પ્રત્યે વૈરભાવનો ત્યાગ કરીને, પક્ષપાત રહિત થઈને
નિઃસ્વાર્થ ભાવનાથી બધાનાં કલ્યાણ માટે કાર્ય કરે છે. (સંભવ કોટિ) (૪) યોગી પ્રકૃતિથી ઉત્પન્ન સંસારના બધાં પદાર્થોને બૌદ્ધિક સ્તર પર અનિત્ય જોવામાં સમર્થ થાય છે.
(સંભવ કોટિ) (૫) યોગી પોતાના મનને એવી જ રીતે અધિકારપૂર્વક ચલાવે છે કે જેમ સર્કસમાં
સાયકલ ચલાવવાવાળો અધિકારપૂર્વક સાયકલ ચલાવે છે. (સંભવ કોટિ) (૬) યોગી અન્ન, પાણી, શાક, ફળ, દૂધ આદિ ખાદ્ય પદાર્થોનો પ્રયોગ કર્યા
૨૩૦
યોગદર્શન
For Private and Personal Use Only