________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાપ્ય અનુવાદ-પરમાવશ્યતા-સ્વાધીનતા ઈદ્રિયજયના વિષયમાં કેટલાક લોકો એવું માને છે કે ઈદ્રિયોની શબ્દ, સ્પર્શ, રૂપ, રસ તથા ગંધ વિષયોમાં વ્યસન આસક્તિ ન થવી=ન ફસાવું એ જ ઈદ્રિયજય છે. (વ્યસન શું છે? તેની વ્યાખ્યા કરીએ છીએ) વિતર્થસન આસક્તિ જ વ્યસન છે. કેમ કે વ્યત્યેન શ્રેય તિ= કેમ કે પ્રાણીઓને એ વ્યસન શ્રેયસ=કલ્યાણ માર્ગથી દૂર કરી દે છે. અને જે વિરુદ્ધ શાસોને અનુકૂળ પ્રતિપત્તિ = વિષયોનો ભોગ કરવો છે તે ચા= ઉચિત છે.
બીજા લોકો એવું માને છે કે સ્વેચ્છાથી (ભોગોને વશીભૂત થઈને નહીં) ઈદ્રિયોના શબ્દ વગેરે વિષયોની સાથે પ્રયોગ= સંપર્ક કરવો ઈદ્રિયજય છે = પરમાવશ્યતા છે. અને કેટલાક એવું માને છે કે વિષયો પ્રત્યે રાગ અને દ્વેષથી રહિત થઈને શબ્દ આદિ વિષયોનું પુરવ = હર્ષ, ટુવ = વિષાદથી પૃથફ થઈને અનુભવ કરવો ઈદ્રિયજય છે. અને જૈગીપ નામના મુનિનો મત એ છે કે – ચિત્તની એકાગ્રતા થવાના કારણે શબ્દ આદિ વિષયોમાં માતાત્તિવ= પ્રવૃત્તિનું ન થવું જ= પરમા વશ્યતા છે અને ઈદ્રિયવશ્યતાના બીજા ઉપર બતાવેલા પ્રકારોમાં બધાથી શ્રેષ્ઠ એ છે કે ચિત્તનો નિરોધ થતાં ઈદ્રિયો પણ નિરુદ્ધ થઈ જાય છે. તેનાથી યોગી લોકો બીજી ઈદ્રિયોનાજયની સમાન અલગથી કરવામાં આવેલા બીજા ઉપાયોની અપેક્ષા આવશ્યકતા અનુભવ નથી કરતા. (એ જ પ્રત્યાહાર કૃત ઈદ્રિયજયના ઉપાયની વિશિષ્ટતા છે.). ભાવાર્થ - આ સૂત્રમાં પ્રત્યાહાર અંગનું ફળ બતાવવામાં આવ્યું છે. આ સ્તર પર પહોંચતાં ઈદ્રિયો પૂર્ણરૂપેવશમાં થઈ જાય છે. પછી બીજા કોઈ ઉપાયની ઈદ્રિયજય કરવા માટે આવશ્યકતા નથી રહેતી. વ્યાસ ભાષ્યમાં જુદા જુદા આચાર્યોની ઈદ્રિયજયની પરિભાષાઓ આપવામાં આવી છે. જેમ કે તેમના મતમાં (૧) શબ્દ આદિ વિષયોમાં ન ફસાવું (૨) સ્વેચ્છાથી ભોગ કરવો, આસક્ત થઈને નહીં, (૩) રાગ-દ્વેષનો અભાવ થતાં સુખ-દુઃખથી રહિત થઈને શબ્દ આદિ વિષયોનો અનુભવ કરવો ‘ઇંદ્રિયજય' છે. (૪) ચિત્તની એકાગ્રતા થતાં શબ્દ આદિ વિષયોમાં પ્રવૃત્ત ન થવું ઈદ્રિયજય' છે. એ બધામાં અંતિમ પક્ષ જ સર્વોત્કૃષ્ટ છે. બાકીના અપૂર્ણ-ઈદ્રિયજય છે, કેમ કે તેમાં ભોગો પ્રત્યે લાલસા બની જ રહે છે. માટે મનના નિરોધથી ઈદ્રિયોનો નિરોધ થવો જ પરમા વશ્યતા છે. તે પપ
બીજો સાધનપાદ સમાપ્ત
૨૨૮
યોગદર્શન
For Private and Personal Use Only