________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાપ્ય અનુવાદ - (ઈદ્રિયોનો) પોત-પોતાના વિષયો (રૂપ, રસ વગેરે)નો HI= સંનિકર્પ (સંબંધ) ન થતાં રહેતાં) જાણે કે ચિત્તવૃત્તિને અનુરૂપ જ ઈદ્રિયો થઈ જાય છે, એટલા માટે ચિત્તનો નિરોધ થતાં ચિત્તની જેમ ઈદ્રિયો પણ નિરુદ્ધ થઈ જાય છે.
વિનયવ7= ચિત્તનિરોધથી કોઈ એક ઈદ્રિયના જયેની સમાન (બીજી ઈદ્રિયોને જીતવાને માટે) બીજા ઉપાયની જરૂર નથી હોતી. જેમ મધુ=મધનો સંગ્રહ કરનારી મધમાખીઓ મધુરન+= મધ બનાવનારા રાજાની સાથે ઉડતાં ઉડે છે અને બેસતાં તે રાજાની સાથે બેસી જાય છે. તે જ રીતે ઈદ્રિયો ચિત્તના નિરોધ થતાં (બાહ્ય-વિષયોથી વિમુખ થઈ જતાં) નિરુદ્ધ થઈ જાય છે, એ જ “પ્રત્યાહાર' નામનું યોગનું અંગ છે. ભાવાર્થ-યોગનાં અંગોમાં પ્રાણાયામનું કથન કરીને ક્રમ પ્રાપ્ત પ્રત્યાહારનું સ્વરૂપ અહીં બતાવ્યું છે. “પ્રત્યાહાર” શબ્દનો અર્થ છે. વિપયોથી વિમુખ થવું= વિષયોથી જુદા થવું. એમાં ઈદ્રિયો બાહ્ય વિષયોથી વિમુખ થઈને અંતર્મુખી થઈ જાય છે. માદપૂર્વક ગંધાતુ મદિરખ= આકૃષ્ટ કરવાના અર્થમાં પ્રયુક્ત થાય છે. પ્રતિ ઉપસર્ગે તેનાથી વિરુદ્ધ અર્થ (વિમુખ થવું) ને પ્રકાશિત કર્યો છે. પૂર્વસૂત્રમાં પ્રાણાયામ કરવાથી મનની શુદ્ધિ તથા એકાગ્રતાનું કથન કરવામાં આવ્યું છે. મનના એકાગ્ર થવાથી ઈદ્રિયો પણ મનનું અનુસરણ કરવાથી એકાગ્ર થઈ જાય છે. આ વિષયમાં પહેલાં એ જાણવું ઘણું જરૂરી છે કે બાહ્ય નેત્ર વગેરે ઈદ્રિયો મનના સંપર્ક વિના વિષયોનું ગ્રહણ નથી કરી શકતી. એટલા માટે જયારે આપણું ધ્યાન બીજે હોય છે, ત્યારે આપણે દેખતા હોઈએ છીએ છતાં પણ નથી દેખતા અને સાંભળતા હોવા છતાં પણ નથી સાંભળી શકતા. જયારે મન શુદ્ધ તથા એકાગ્ર થઈને આત્મ ચિંતનમાં લાગી જાય છે, ત્યારે એ બીજી નેત્ર વગેરે ઈદ્રિયો વિષયોથી સંબદ્ધ હોવા છતાં પણ તેનું જ્ઞાન નથી કરાવી શકતી. આ જ વાતને સૂત્રકારે કહી છે કે વિવિષયા.) ઈદ્રિયો પોતાના વિષયોથી અસંબદ્ધ થઈને ચિત્તનું અનુસરણ એવી જ રીતે કરવા લાગે છે કે જેમ મધમાખીઓ પોતાની રાણી મધમાખીનું અનુસરણ કરે છે. રાજા મનનો નિરોધ થવાથી ઈદ્રિયોનો પણ વિરોધ થઈ જાય છે. યોગની આ સ્થિતિ ને જ “પ્રત્યાહાર' નામથી કહી છે. ૫૪ છે પ્રત્યાહારનું ફળ -
તત: પરના વ ક્રિયા IF I વવ સુત્રાર્થ –" (તત ) ત્યારે તે મનુષ્ય જિતેન્દ્રિય થઈને જયાં પોતાના મનને લગાવવા અથવા ચલાવવા ઈચ્છે, તેમાં જ લગાવી અથવા ચલાવી શકે છે અને પછી તેને જ્ઞાન થઈ જવાથી સદા સત્યમાં પ્રીતિ થઈ જાય છે અને અસત્યમાં કદીપણ નહીં.”
(ઋ.ભૂ. ઉપાસના) (તા) પ્રત્યાહારની સ્થિતિ પછી (ક્રિયા) ઈદ્રિયોની (પરમાવતા) સર્વોત્કૃષ્ટ સ્વાધીનતા (જિતેન્દ્રિયતા) થઈ જાય છે.
સાધન પાદ
૨ ૨૭
For Private and Personal Use Only