________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પ્રકારે પ્રાણાયામપૂર્વક ઉપાસના કરવાથી આત્માના જ્ઞાનને ઢાંકનારું આવરણ જે અજ્ઞાન છે તે રોજ રોજ નાશ થતું જાય છે. અને જ્ઞાનનો પ્રકાશ ધીરે ધીરે વધતો રહે છે.
(% ભૂ. ઉપાસના) આમ એકબીજાથી વિરૂદ્ધ ક્રિયા કરવામાં આવે તો બંનેની ગતિ રોકાઈ જઈને પ્રાણ પોતાના વશમાં થવાથી મન તથા ઈદ્રિયો પણ સ્વાધીન થાય છે. બળ, પુરુષાર્થ વધીને બુદ્ધિ તીવ્ર સૂક્ષ્મરૂપ થઈ જાય છે કે જે ઘણા જ કઠિન અને સૂક્ષ્મ વિષયને પણ જલ્દી ગ્રહણ કરે છે. તેનાથી મનુષ્ય શરીરમાં વીર્યવૃદ્ધિને પ્રાપ્ત થઈને સ્થિર, બળ, પરાક્રમ, જિતેન્દ્રિયતા, બધા શાસ્ત્રોને થોડા જ વખતમાં સમજીને ઉપસ્થિત કરી લેશે. સ્ત્રી પણ આ પ્રકારે યોગાભ્યાસ કરે.”
(સ.પ્ર.ત્રીજો સમુલાસ) જયારે મનુષ્ય પ્રાણાયામ કરે છે, ત્યારે પ્રતિક્ષણ ઉત્તરોત્તર કાળમાં અશુદ્ધિનો નાશ અને જ્ઞાનનો પ્રકાશ થતો જાય છે. જ્યાં સુધી મુક્તિ ન થાય ત્યાં સુધી તેના આત્માનું જ્ઞાન બરાબર વધતું જાય છે.”
| (સ.પ્ર. ત્રીજો સમુલ્લાસ) ભાપ્ય અનુવાદ - પૂર્વ સૂત્રોમાં કહેલા પ્રાણાયામોનો અભ્યાસ કરતાં કરતાં આ યોગાભ્યાસી યોગીના વિવેકજ્ઞાનને ઢાંકનારા કર્મોના સંસ્કાર તથા કર્માશયના કારણ અવિદ્યા આદિ લેશો ક્ષીણ થઈ જાય છે. જે કર્મમૂલક ક્લેશો ને બીજા આચાર્યો એમ કહે છે કે “તે જ કર્મ (કર્મમૂલક લેશ) મહાપોરમ= રાગ આદિથી પૂર્ણ રૂદ્રનાનિ= પોતાની માયાજાળથી સર્વત્ર પ્રકાશાત્મક ચિત્તવૃત્તિને ઢાંકીને માર્ય= અકર્તવ્યોમાં લગાવે છે.” તે જ પ્રકાશને ઢાંકનારા આ યોગીનો કર્મમૂલક જોશસંસાર = આવાગમનના ચક્રમાં બાંધનારો છે. તે પ્રાણાયામના અભ્યાસથી દુર્જન = ક્ષીણપ્રાય થઈ જાય છે. અને ઉત્તરોત્તર પ્રતિક્ષણ ક્ષીણ થતો જાય છે. એવું કહ્યું પણ છે કે “પ્રાણાયામથી વધીને કોઈ બીજાં તપ નથી. પ્રાણાયામથી ચિત્તના દોષોની નિવૃત્તિ થાય છે અને જ્ઞાનની દીપ્તિ (પ્રકાશ) થાય છે. ભાવાર્થ-આ સૂત્રમાં પ્રાણાયામ કરવાના ફળનું કથન કરવામાં આવ્યું છે. પ્રાણાયામનો નિરંતર અભ્યાસ કરવાથી વિવેકજ્ઞાનને ઢાંકનારું આવરણ–ચિત્તમાં રહેલા અશુભ સંસ્કારરૂપ પરદો ક્ષીણ થઈ જાય છે. આ જ અશુદ્ધિના કારણે જીવાત્મા સંસારિક બંધનોમાં બંધાયેલો રહે છે અને વિવેકજ્ઞાન=(જડ ચેતનનો ભેદ) નથી થવા થતું. પ્રાણાયામથી આ અશુદ્ધિનો નાશ કેવી રીતે થાય છે. તેનું સ્પષ્ટીકરણ ઉદાહરણ આપીને મનુસ્મૃતિમાં બતાવવામાં આવ્યું છે, જેનાથી પ્રાણાયામનું ફળ ઘણું જ સ્પષ્ટ થઈ જાય છે. મહર્ષિ મનુએ લખ્યું છે - (ક) દસ્તે ધ્યાયમાનાના થાતુનાં કથા મન : ..
તક્રિયા દ્યન્ત ટોષ : પ્રસ્થ નિપ્રદાતા (મનુ. ૬૭૧).
“જેમ અગ્નિમાં તપાવવાથી સોનું વગેરે ધાતુઓના મેલનો નાશ થઈને શુદ્ધ થાય છે, તે જ રીતે પ્રાણાયામ કરીને મન આદિ ઈદ્રિયોના દોષો ક્ષીણ થઈને નિર્મળ થઈ જાય છે.”
(સ.પ્ર. ત્રીજો સમુલ્લાસ)
સાધન પાદ
૨૨૫
For Private and Personal Use Only