________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુભુમિકા )
- જ્ઞાનેશ્વર દર્શનાચાર્ય યોગદર્શનના વિભૂતિપાદમાં વિશેષ કરીને સિદ્ધિઓનું પ્રકરણ છે. સિદ્ધિનો અર્થ છે યોગાભ્યાસના ફળસ્વરૂપે મળતી ઉપલબ્ધિ. યોગદર્શનમાં અનેક પ્રકારની સિદ્ધિઓનું વર્ણન છે. સામાન્ય જનતા આ સિદ્ધિઓના સંબંધમાં જાણવા ઉત્સુક રહે છે કે આ સિદ્ધિઓનું વાસ્તવિક સ્વરૂપ શું છે તથા શું એ પ્રાપ્ત થઈ શકે છે? જો કે આ સિદ્ધિઓનો વિષય પૂરતા સંશોધનની અપેક્ષા રાખે છે અને આનો અંતિમ નિર્ણય તો એ લોકો જ કરી શકે કે જે એની પ્રાપ્તિ માટે લાંબા સમય સુધી પુરુષાર્થ અને અભ્યાસ કરે. મોક્ષપ્રાપ્તિમાં અનેક સિદ્ધિઓ બાધક અને અનાવશ્યક હોવાને કારણે અમને તેની પ્રાપ્તિ માટે પરિશ્રમ કરવો અને સમય લગાવવો ઠીક ન લાગ્યું. એટલા માટે દરેક સિદ્ધિનો પ્રત્યક્ષપૂર્વક અંતિમ નિર્ણય તો અમે નથી આપી શકતા, પરંતુ મહર્ષિ દયાનંદ સરસ્વતીજી દ્વારા ઉલ્લેખિત સત્યાસત્યના નિર્ણયની પાંચ કસોટીઓ અને પોતાની વર્તમાનની યોગ્યતા, અધ્યયન, અભ્યાસ આદિના આધારે અમે યોગસિદ્ધિઓનાં સંબંધમાં નીચે લખેલ વિવરણ પ્રસ્તુત કરીએ છીએ.
વિદ્વાન લોકો આ વિષયમાં પક્ષપાતરહિત બની વિચાર કરે. જે કંઈ અમારી ત્રુટિ હોય તે અમને અવશ્ય બતાવે. પ્રમાણોથી જે વાત સત્ય સિદ્ધ થઈ જશે તેનું ગ્રહણ અને જે અસત્ય સિદ્ધ થશે તેનો પરિત્યાગ કરવા માટે અમે સર્વદા તૈયાર રહીશું.
આ યોગ સંબંધી સિદ્ધિઓને સ્થૂળરૂપે આપણે ચાર શ્રેણીઓમાં વિભક્ત કરી શકીએ છીએ. (૧) સંભવ કોટિ
(૩) પરીક્ષા કોટિ (૨) અસંભવ કોટિ
(૪) વિકલ્પ કોટિ (૧) સંભવ કોટિ :- જે સિદ્ધિઓ વિધિપૂર્વક અનુષ્ઠાન કરવાથી સાધકને પ્રાપ્ત
થઈ જાય છે, તે સંભવ કોટિમાં છે. જેમ કે મન-ઈન્દ્રિયોનું વશમાં આવી જવું, શારીરિક અને માનસિક બળ-વિશેષને પ્રાપ્ત કરવું, માન-અપમાનને સહન કરવાં, સમાધિ લગાવવી, ઈશ્વરથી વિશેષ જ્ઞાન, બળ, આનંદ, નિર્ભયતા આદિ ગુણોને પ્રાપ્ત કરવા ઈત્યાદિ.
અનુભૂમિકા
૨૨૯
For Private and Personal Use Only