________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણોનું ચિંતન, તદનુરૂપ ભાવના કરવામાં મનને લગાવવું. અનંત પરમેશ્વરના ગુણોની સીમા ન પામવાથી મન તેમાં જ રમતું રહે છે. જો એવું ન કરવામાં આવે અથવા કોઈ સાન્ત પદાર્થનું ચિંતન કરવામાં આવે, તો સાન્તની સીમા પામી જવાથી મન સ્થિર સદા રહી શકતું નથી. કેમકે મનનો એ સ્વભાવ છે કે તે કોઈ પદાર્થમાં ત્યાં સુધી લાગી શકે છે, જયાં સુધી તેની સીમા ન જાણી લે. આ બંને આસન-સિદ્ધિના મુખ્ય ઉપાયોથી જુદા યુક્ત આહાર વિહાર વગેરે પણ, જે પૂર્વ સૂત્રના ભાવાર્થમાં કહ્યા છે, એ સામાન્ય ઉપાયો છે. સૂત્રકારે યોગનાં અંગોનો ક્રમ ધ્યાનમાં રાખીને તેમનું પરિગણન અહીં નથી કર્યું. કેમ કે એ ઉપાયો તો યમ નિયમની અંતર્ગત જ આવી જાય છે. સૂત્રકારે યમ નિયમોના અનુષ્ઠાન પછીથી જ આસન'નું સ્થાન ગયું છે. ૪૭ | નોંધ - (૧) આ સૂત્રમાં “અનંત' પદનો આશય ન સમજીને વાચસ્પતિ મિશ્ર તથા વિજ્ઞાનભિક્ષુ અને પૌરાણિક મતવાળા ટીકાકારોએ ઘણો જ અનર્થ કર્યો છે. તેઓ તેનો અર્થ પૃથ્વીને ધારણ કરનારો અનંત “શેષનાગ” કરે છે, કે જે પોતાની અનંત ફેણો પર પૃથ્વીને ધારણ કરે છે. આ તેમની શાસ્ત્રવિરૂદ્ધ તથા યોગવિરૂદ્ધ મિથ્યા કલ્પના જ છે. જે શાસ્ત્રમાં યોગસાધકને માટે લખ્યું છે કે તેના તાવના અર્થાત્ મોનો જપ તથા તેના અર્થની ભાવના જ યોગીએ કરવી જોઈએ. અથવા “શ્વરપ્રાધાના ઈશ્વરની વિશેષ ભક્તિ તથા બધી જ ક્રિયાઓને ઈશ્વરને અર્પણ કરવાથી સમાધિ-સિદ્ધિ થાય છે. તે જ પ્રકારે “તત્વતિષેધાર્થનેતન્વાખ્યાન: તાજું સ્વરૂપેવસ્થાનમ્” વગેરે સૂત્રોમાં એક પરમેશ્વરમાં જ ધ્યાન લગાવી તેનાજ સ્વરૂપમાં સ્થિર થવાનું કહ્યું છે. તો શું તે જ શાસ્ત્રમાં શેષનાગમાં મન લગાવવાની વાત હોઈ શકે ખરી ? અને તેનો આસન સાથે સંબંધ પણ શું છે?
અને આટલી મોટી વિશાળ પૃથ્વીને શેષનાગ ધારણ પણ કેવી રીતે કરી શકે? શેષનાગનો આધાર શું છે? યથાર્થમાં અહીં બ્રાન્તિ થઈ છે. શેષ' એ પરમાત્માનું નામ છે, કેમ કે મહાપ્રલયમાં પણ તે જ શેષ રહે છે. તે જ એક પરમેશ્વર બધા લોક-લોકાન્તરોને ધારણ કરી રહ્યા છે. રાધાર પૃથવીભુતા (યજુ) આ વેદ મંત્ર પણ એની પુષ્ટિ કરે છે.
ततो द्वन्द्वानभिघात: ॥४८॥ સૂત્રાર્થ – “(તતો દ%) જયારે આસન દઢ થાય છે, ત્યારે ઉપાસના કરવામાં કશો જ પરિશ્રમ કરવો પડતો નથી અને ન તો ઠંડી, ગરમી અધિક બાધા કરે છે.”
(ઋ. ભૂ. ઉપાસના) ભાષ્ય અનુવાદ - યોગસાધક આનન = આસન સિદ્ધિના કારણે ઠંડી ગરમી (આદિ શબ્દથી ભૂખ તરસ આદિ) આદિ દ્વન્દ્રોથી મમપૂત = પીડિત નથી થતો. ભાવાર્થ - આ સૂત્રમાં આસનની સિદ્ધિનું ફળ બતાવવામાં આવ્યું છે, કે યોગાભ્યાસી પુરુષ આસન સિદ્ધિ થવાથી ઠંડી-ગરમી, ભૂખ-તરસ વગેરે ડંકોથી દુઃખી નથી થતો. ૨૧૮
યોગદર્શન
For Private and Personal Use Only