________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે કોઈ એક અંગથી સમાધિ-સિદ્ધિ કદાપિ નથી થઈ શકતી, તેના માટે બધાં જ અંગોનું હોવું અપરિહાર્ય છે. ૪૫ નોંધ - (૧) “શ્વર-ufખથાનમ્ – બધા સામર્થ્ય, બધા ગુણ, પ્રાણ, આત્મા, અને મનના પ્રેમ-ભાવથી આત્મા વગેરે સત્ય દ્રવ્યોનું ઈશ્વરને માટે સમર્પણ કરવું.” (ઋ. ભૂ.ઉપાસના) અને (૨૧) સૂત્ર ભાષ્યમાં ર્ફિશ્વરપ્રાધાને સર્વ ક્રિયા પરમગુરવ તત્ત
ન્યારો વા) નિષ્કામ કર્મ કરવું તેને પણ ઈશ્વર પ્રણિધાન કહ્યું છે. હવે - સિદ્ધિઓ સહિત યમ અને નિયમ કહી દીધા. હવે આસન વગેરે યોગનાં અંગોને કહીશું એમાં -
स्थिरसुखमासनम् ॥४६॥ સૂત્રાર્થ- (તત્રંથિર) અર્થાત્ જેમાં સુખપૂર્વક શરીર તથા આત્મા સ્થિર થાય, તેને આસન કહે છે. અથવા જેવી રુચિ હોય તેવું આસન કરે. (ઋ. ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ-તે આસનો એ છે જેવા કે- પદ્માસન, ભદ્રાસન, સ્વસ્તિકાસન, દંડાસન સોપાશ્રયં સહારાની સાથે આસન, પર્યકાસન, ભ્રષ્યનિષત્ન = કૌચ પક્ષીની જેમ બેસવું, દર્તાિનષ = હાથીની જેમ બેસવું, ૩નિષદ્દન = ઊંટની જેમ બેસવું અને સમસંસ્થાન. એ બધાજ આસન સ્થિર તથા સુખ આપનારાં છે. યથાસુરવમ્ = પદ્માસન આદિ આસનોમાંથી યોગીને ઉપાસનામાં જેનાથી સુખ મળે, તેનો અભ્યાસ કરવો જોઈએ. અથવા ઈત્યાદિ આસન સુખપૂર્વક બેસવાના પ્રકાર છે. (અહીં આદિ શબ્દથી સિદ્ધાસન આદિનું પણ ગ્રહણ સમજવું જોઈએ.) ભાવાર્થ - ચિત્તવૃત્તિઓનો નિરોધ કરીને જપ, ઉપાસના વગેરે માટે સ્થિર થવાનું અઘરું હોય છે. માટે જપ, ઉપાસના કરવાને માટે યોગાભ્યાસીએ કોઈ એવા આસનનો પણ અભ્યાસ કરવો જોઈએ, જેમાં કેટલાંય કલાકો સુધી સુખપૂર્વક બેસી શકાય. જો કે પદ્માસન વગેરે આસનોના અનેક ભેદ અહીં કહ્યા છે, પરંતુ અભ્યાસી પુરુષને જે આસન અનુકૂળ હોય, તેનો જ અભ્યાસ કરવો જોઈએ.
આસનના વિષયમાં અહીં સૂત્રકારે બે વિશેષ બાબતો કહી છે. સ્થિરતા અને સુખ. સ્થિરતાથી અભિપ્રાયો-ઉપાસના વખતે શરીરના કોઈપણ અંગનું ચંચળ નથવું. માખી, મચ્છર વગેરે બેસવાથી અથવા શારીરિક ખંજવાળ વગેરેથી પણ સ્થિરતાનો ભંગ ન થવો જોઈએ. નહીં તો શરીર ચંચળ થતાં જ ચિત્ત ચંચળ થઈ જશે. સુખથી અભિપ્રાય છે, જે આસનમાં અભ્યાસી બેઠો હોય, તેમાં કોઈપણ પ્રકારનું કષ્ટ ન થાય. કેમ કે જે આસનનો પૂર્ણ રીતે અભ્યાસ ન હોય તેનાથી ઘૂંટણ વગેરે ભાગોમાં પીડા થવા લાગે છે. નીચેથી ભૂમિનો ભાગ ખૂંચવા લાગે છે વગેરે. આ માટે સરખી ભૂમિનું હોવું, નિતંબ નીચે ગાદીવાળું આસન પાથરવું, એકાન્ત તથા પવિત્ર સ્થાનનું હોવું, વાયુનું શુદ્ધ હોવું, મચ્છર વગેરેનું ન હોવું અને શારીરિક ખંજવાળ વગેરે રોગોનું ન હોવું અત્યંત જરૂરી છે. તે જ
૨૧૬
યોગદર્શન
For Private and Personal Use Only