________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાધ્યાય-વોસમ્પત્યા પરમાત્મા પ્રાશરે ! (યો. ૧૨૮ ભાખ)
અર્થાત્ સ્વાધ્યાય અને યોગની સમૃદ્ધિથી પરમાત્માનો પ્રકાશ થાય છે. એ અર્થ યોગ્ય પણ છે. કેમ કે સ્વાધ્યાયથી અજ્ઞાનની નિવૃત્તિ અને યોગથી ક્લેશોનો ક્ષય તથા જ્ઞાનદીપ્તિ (પ્રકાશ) થવાથી પરમાત્માના સાંનિધ્યથી મોક્ષ-સુખ પ્રાપ્ત થાય છે, અને બીજો અર્થ એ પણ સંગત છે કે જે વિદ્વાન તથા ઋષિનાં બનાવેલાં શાસ્ત્રોને યોગી ભણે છે, તેમના વિચારોથી સાંનિધ્ય થવું જ તેમનાં દર્શન થયાં અને તેમના બતાવેલા અનુભવથી લાભ મેળવવો જ યોગ કાર્યમાં તેમની સહાયતા છે. વ્યાસ-ભાણની પણ આ જ અર્થની સાથે સંગતિ યોગ્ય છે. મૃતકઆત્માનાં દર્શનની વાત સર્વથા મિથ્યા છે. ૪૪ છે નોંધ - (૧) રેવ: 28ષય: સિદ્ધા: એ ત્રણ શબ્દો મનુષ્યોના જુદા જુદા ભેદોને જ બતાવે છે. એ શબ્દોની મહર્ષિ દયાનંદ કૃત વ્યાખ્યા વાંચો “સેવા = વિદાસ; સાધ્ય = જ્ઞાનન, ઋષય = મંત્રાર્થ છાર : ” (ઋ.ભૂ. સૃષ્ટિવિદ્યા યજુ. ૩૧૯નું મંત્ર ભાગ્યો અને હજાર્વેદ ૩૧/૧૬ મંત્રની વ્યાખ્યામાં પણ (માથ્યા : = ધનવન્તઃ કૃતસાધના) સાધ્ય શબ્દને સ્પષ્ટ કર્યો છે. જો કે અહીં વ્યાસ-ભાયમાં સિદ્ધ શબ્દ છે. પરંતુ સાપ્ય: વા સિદ્ધા: બંને શબ્દોના અર્થોમાં કોઈ અંતર નથી. (૨) ટર્શન નચ્છન્તિ નો એ આશય નથી કે જે ઋષિ મરી ગયા છે, તે દેખાય છે. કેમ કે એવું કદાપિ સંભવ નથી. એનો અભિપ્રાય એ છે કે તેમનાં બનાવેલાં શાસ્ત્રો તથા ઉપદેશો વાંચવાથી તેમનો સંપ્રયોગ = સંબંધ થઈ જાય છે. અર્થાતુ તેમના ઉપદિષ્ટ જ્ઞાનથી યુક્ત થઈને તેમના અનુભવવાળા જ્ઞાનથી લાભ મેળવીને ઈષ્ટદેવ = પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. અને અનેક વખત ગૂઢ ભાવો તેમજ જટિલ પ્રશ્નોનું સમાધાન મળવાથી એવું પ્રતીત થવા લાગે છે કે જેમ કે તે શાસ્ત્રના રચયિતાએ જ સ્વયં સમજાવ્યું હોય. અને તેનાથી સાધકને સન્માર્ગ દર્શન મળે છે.
समाधिसिद्धिरीश्वरप्रणिधानात् ॥४५॥ સૂત્રાર્થ - "(HTTધ) પૂર્વોક્ત પ્રણિધાનથી ઉપાસક મનુષ્ય સુગમતાથી સમાધિને પ્રાપ્ત થાય છે.
(ઋ.ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ- જે ઉપાસકે પોતાના બધા જ ભાવો = ક્રિયાઓને પરમેશ્વરને અર્પણ કરી દીધાં છે, તેને સમાધિની સિદ્ધિ સહેલાઈથી થઈ જાય છે. જે સમાધિથી યોગી બધા અભિષ્ટ પદાર્થોને સવિતથ= યથાર્થ રૂપમાં જાણી લે છે. પછી એ પદાર્થ કેશાન્ત = બીજાં સ્થાનો પર હોય, બીજાં શરીરમાં હોય, અથવા ભૂત ભવિખ્યત્ આદિ કાલાન્તરમાં હોય. ત્યાર પછી તે દિશામાં આ યોગીની પ્રજ્ઞા = સમાધિબુદ્ધિ યથાપૂત = યથાર્થરૂપમાં જ બધાં પદાર્થોને ઠીક ઠીક જાણી લે છે. ભાવાર્થ-આ સૂત્રમાં ઈશ્વર પ્રણિધાન” નું ફળ સમાધિ સિદ્ધિ બતાવ્યું છે. જેના દ્વારા
૨૧૪
યોગદર્શન
For Private and Personal Use Only