________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂક્ષ્મતંતુ, પ્રાણ-આઘાતથી પોતાનું કાર્ય કરવાનું છોડી દે છે. જેનાથી સ્મૃતિભ્રંશ થવું વગેરે દોષ ઉત્પન્ન થઈ જાય છે.
પ્રાણાયામનો પ્રથમ અભ્યાસ કયા પ્રાણાયામથી કરવો જોઈએ? તેનો નિર્દેશ સૂત્રકારે પ્રથમ બાહ્ય” શબ્દ આપીને કર્યો છે. યોગાભ્યાસીએ પહેલાં બાહ્ય પ્રાણાયામનો અભ્યાસ કરવો જોઈએ. ત્યાર પછી આત્યંતર વગેરે પ્રાણાયામનો અભ્યાસ કરવો જોઈએ. સાધકે પહેલાં તીવ્ર વમન (ઉલ્ટી)ની જેમ પ્રાણ-વાયુને બહાર કાઢીને ત્યાંજ યથાશક્તિ રોકવાનો અભ્યાસ કરવો જોઈએ અને પ્રાણનિરોધ દશામાં પ્રણવજપ અથવા ગૌમૂ મુવ: સ્વ: ..... ઇત્યાદિ પ્રાણાયામ મંત્રનો જપ કરતા રહેવું જોઈએ. બાહ્ય અભ્યાસ પછી બીજા પ્રાણાયામનો અભ્યાસ પહેલાં થોડી માત્રાથી શરૂ કરવો જોઈએ. પછીથી ધીરે ધીરે વધારતા જવું જોઈએ. મહર્ષિ દયાનંદે સામાન્ય સાધક માટે ત્રણ પ્રાણાયામથી શરૂ કરીને એકવીસ પ્રાણાયામ સુધી કરવાનું લખ્યું છે. સૂત્રકારે પણ દેશદષ્ટ, કાળદર તથા સંખ્યાદષ્ટ કહીને એની જ તરફ સંકેત કર્યો છે કે સાધક તેના દ્વારા પ્રાણના વિસ્તારનું ધીરેધીરે પરીક્ષણ કરતો રહે. દેશ-દષ્ટનો પહેલાં નિર્દેશ કરી દીધો છે. હલકા પદાર્થ “રૂ' વગેરેથી બાહ્ય દેશનો તથા આત્યંતર દેશનો પગના તળિયાથી માથા સુધી પ્રાણવાયુ પહોંચવાનો અભ્યાસ કરી શકાય છે. આ પ્રકારે બાહ્ય તથા આભ્યન્તર પ્રાણાયામમાં દેશદષ્ટ પરીક્ષણ સંભવ છે. પરંતુ સ્તંભવૃત્તિમાં નહીં કેમ કે તેમાં પ્રાણવાયુને ન તો અંદર લેવામાં આવે છે કે ન તો બહાર ફેંકવામાં આવે છે. કાળદષ્ટ પરીક્ષણ ત્રણેય રીતના પ્રાણાયામોમાં સંભવ છે. પહેલાં સાધક એ ધ્યાન રાખે કે કેટલી ક્ષણો સુધી પ્રાણવાયુને રોકી શકે છે. પછી ધીરે-ધીરે ક્ષણોના માપને સામર્થ્ય અનુસાર વધારતો રહે અને પછી સંખ્યાદષ્ટ પરીક્ષણ પણ ત્રણેય પ્રાણાયામોમાં સંભવ છે. જે પ્રમાણે ઉપર બતાવ્યું છે કે ત્રણ પ્રાણાયામથી શરૂઆત કરી, એકવીસ પ્રાણાયામ સુધી અભ્યાસ કરવો. આ એક સામાન્ય નિયમ છે. વ્યાસ ભાષ્યમાં આ પ્રક્રિયાને પ્રથમ ઉદ્ઘાત, દ્વિતીય ઉદ્યાત તથા તૃતીય ઉદ્દાત ભેદથી પ્રકટ કરી છે. ઉદ્ઘાતનું માપ (પરિમાણ) પહેલાં બતાવવામાં આવ્યું છે, આ જ પ્રાણાયામના પ્રથમ સ્તરને મૃદુ, ઉન્નત થતાં મધ્યમ અને અતિશય ઉન્નત થતાં તીવ્ર સ્તર કહેવામાં આવે છે. જે ૫૦ છે નોંધ - (૧) “ઉદ્ધાત” શબ્દ પ્રાણાયામ વિષયમાં પરિભાષિત છે. સ્વસ્થ પુરુષને એકવાર શ્વાસ-પ્રશ્વાસ લેવામાં જે સમય (વખત) લાગે છે, તેને “માત્રા' કહે છે. એવી “૧૨ માત્રાઓ” નો પહેલો ઉદ્દાત થાય છે. “૨૪ માત્રાઓનો બીજો ઉઘાત થાય છે અને “૩૬ માત્રાઓનો ત્રીજો ઉદ્દાત થાય છે. સાધક આ પ્રકારના પ્રાણના આયામને વધારતો સામાન્ય ૧૨ માત્રાઓમાં પ્રગતિ કરીને શ્વાસ-પ્રશ્વાસની ગતિ ૨૪ માત્રા કરી લે છે. અને પછી અભ્યાસ કરતાં કરતાં ૩૬ માત્રાના ત્રીજા સ્તર પર પહોંચી જાય છે. (૩ીત: – વશીતો નિગૃહીત :)
૨૨૨
યોગદર્શન
For Private and Personal Use Only