________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંભવૃત્તિ પ્રાણાયામમાં શ્વાસ-પ્રશ્વાસ ગતિઓનો એક સાથે અભાવ થઈ જાય છે.
(ત્રયોથેૉ.) એ ત્રણેય પ્રાણાયામ દેશથી પરિy = પરીક્ષિત = અનુમિત કરવામાં આવે છે. (અર્થાતુ જેમ જેમ સાધકનો અભ્યાસ વધતો જાય છે તેમ તેમ તે જુએ પણ છે કે પ્રાણાયામમાં કેટલી પ્રગતિ થઈ છે. દેશગત પ્રગતિથી અભિપ્રાય છે. તેની વિષયો સેશ:) આ પ્રાણનો આયામ = વિસ્તારનો દેશ = સ્થાન આટલું છે.) અર્થાત નાસિકાથી બહાર અને અંદર જે સ્થાન છે, તેમાં બે ચાર, છ કે આઠ આંગળ વગેરે
દૂર છે.
કાળથી પરિણ= અનુમિત પ્રાણાયામથી અભિપ્રાય ક્ષણોની ચત્તા = માપનો નિશ્ચય = સીમા નિશ્ચયથી છે કે પ્રાણાયામ આટલી ક્ષણો સુધી કર્યો અથવા પહેલાં કરતાં હવે વધારે ક્ષણો સુધી પ્રાણ રોકી રાખ્યો છે. અને સંખ્યાઓથી પરદ = અનુમિત પ્રાણાયામ આટલા માપવાળા શ્વાસ-પ્રશ્વાસોથી પ્રથમ ઉદ્ધાતુ, તે નિગૃહીત કરેલો, આટલા શ્વાસ-પ્રશ્વાસોથી બીજો ઉદ્ઘાત, આજ પ્રકારે આટલા શ્વાસ-પ્રશ્વાસથી ત્રીજો ઉદ્દાત થાય છે. આ જ પ્રકારે મૃદુ, તે જ પ્રકારે મધ્યમ અને તે જ રીતે તીવ્ર, એ પ્રાણાયામની સંખ્યા પરિદષ્ટ સ્તર થઈ જાય છે. અર્થાત્ પ્રાણાયામના પહેલા સ્તરને મૂદુ, બીજા સ્તરને મધ્ય અને ત્રીજા સ્તરને તીવ્ર કહે છે. આ પ્રકારે એ પ્રાણાયામનો અભ્યાસ કરતાં કરતાં સાધકનો પ્રાણ દીર્ઘ= લાંબો તથા સૂક્ષ્મ હલ્કો થઈ જાય છે. ચોથા પ્રાણાયામની વિધિ આગળના સૂત્રમાં દષ્ટ છે. ભાવાર્થ - પૂર્વ સૂત્રમાં પ્રાણાયામનું સ્વરૂપ બતાવીને આ સૂત્રમાં પ્રાણાયામના ત્રણ ભેદોનું વર્ણન કરવામાં આવ્યું છે. અર્થાત્ બાહ્ય વૃત્તિ, આભ્યન્તરવૃત્તિ તથા ખંભવૃત્તિ. દૂદ્ધાન્ત શ્રયના પર્વ પ્રત્યેકસવ આ વ્યાકરણના નિયમથી વૃત્તિ શબ્દનો પ્રયોગ ત્રણેય પ્રાણાયામો સાથે અભીષ્ટ છે.
સાધકનો પ્રાણાયામ કરવાનો જેમ જેમ અભ્યાસ વધતો જાય છે, તેમ તેમ દેશ, કાળ, તથા સંખ્યાઓથી માપેલ પ્રાણ દીર્ઘ = લાંબો તથા સૂક્ષ્મ = હલકો થઈ જાય છે. દીર્ઘથી અભિપ્રાય દેશની દષ્ટિથી તથા કાળની દષ્ટિથી પણ છે. કાળની દષ્ટિ= લાંબા વખત સુધી પ્રાણને રોકવો છે. અને દેશની દષ્ટિનો આશય દૂર સ્થાન સુધી જવાનો છે. તેની પરીક્ષા આ પ્રમાણે કરવી જોઈએ. રૂ અથવા બીજી કોઈ હલ્કી વસ્તુ નાસિકા સામે રાખીને શ્વાસના સ્પર્શથી હાલવા અથવા અહીં તહીં થવાથી દૂર નજીકનો બોધ થાય છે. લાંબાકાળના અભ્યાસથી દૂરસ્થ હલકી વસ્તુને શ્વાસ સ્પર્શ થઈ શકે છે. આ જ પ્રકારે આત્યંતર વૃત્તિના પ્રાણાયામમાં દીર્ઘત્વનો બોધ થાય છે. અભ્યાસી વ્યક્તિ અંદર ગયેલા પ્રાણને નીચે પગ સુધી તથા ઉપર મસ્તિષ્ક (માથા) સુધી પહોંચાડી શકે છે. સૂક્ષ્મનો અભિપ્રાય હલ્કાથી છે. અભ્યાસી વ્યક્તિનો શ્વાસ ધ્વનિતીન તેમજ કીડી જેવા સ્પર્શવાળો થઈ જાય છે. અને તેનો આઘાત અંદર સૂક્ષ્મતતુઓમાં પણ નુકશાનકારક નથી થતો. નહીંતર તીવ્ર પ્રાણના આઘાતથી અનેક પ્રકારના રોગ સંભવ છે અથવા
સાધન પાદ
૨૨૧
For Private and Personal Use Only