________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દૂર રહેલા, વ્યવહિત છુપા) રૂપને જોઈ શકે છે, આસ્વાદ = રસનેન્દ્રિય શક્તિ, જેનાથી રસનું આસ્વાદન કરી શકે છે. અને વાર્તા = ધ્રાણેન્દ્રિય શક્તિ = જેનાથી સૂક્ષ્મ દિવ્ય ગંધનું યોગી ગ્રહણ કરી શકે છે. જે ૪૩ છે
स्वाध्यायादिष्टदेवतासंप्रयोगः ॥४४॥ સૂત્રાર્થ – “ (સ્વાધ્યાય) પૂર્વોક્ત સ્વાધ્યાયથી ઈષ્ટદેવતા અર્થાત્ પરમાત્માની સાથે સંપ્રયોગ અર્થાત સંબંધ થાય છે. પછી પરમેશ્વરના અનુગ્રહની સહાય પોતાના આત્માની શુદ્ધિ, સત્ય-આચરણ, પુરુષાર્થ અને પ્રેમના સંપ્રયોગ (સંબંધ)થી જીવ જલ્દીથી મુક્તિને પ્રાપ્ત કરે છે.”
(ઋ. ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ - “સ્વાધ્યાય' નામના નિયમનું અનુષ્ઠાન કરનાર યોગીને ટેવ = વિદ્વાન કૃષય: = મંત્રાર્થ દ્રષ્ટા અને સિદ્ધ = યોગની સિદ્ધિઓ જેમણે પ્રાપ્ત કરી છે. તે દેખાવા લાગે છે અને સાધકના કામમાં મદદગાર થઈ જાય છે. ભાવાર્થ- સ્વાધ્યાયની વ્યાખ્યા (યો. ૨/૩૨) સૂત્રના ભાખમાં વ્યાસ મુનિએ આ કરી છે - “સ્વાધ્યાયો મોક્ષત્રિાધ્યયને પ્રણવનરો વા અર્થાત મોક્ષનો ઉપદેશ કરનારાં શાસ્ત્રોનો અભ્યાસ કરવો અને ઓકાર તથા ગાયત્રી આદિ પવિત્ર મંત્રોનો જપ કરવો સ્વાધ્યાય કહેવાય છે. હવે તે સ્વાધ્યાયનું ફળ આ સૂત્રમાં બતાવવામાં આવ્યું છે. - રૂછડેવતા સંપ્રયોગ વ્યાસ-ભાગ્યમાં તેની વ્યાખ્યા એ કરી છે કે સ્વાધ્યાય કરવાથી દેવો તથા ઋષિઓ તથા સિદ્ધોનાં દર્શન સ્વાધ્યાયશીલ યોગીને થાય છે. અને તેઓ તે યોગીના કાર્યમાં સહાયક થાય છે. કેટલાક વ્યાખ્યાકાર એની વ્યાખ્યા એ કરે છે કે તે શાસ્ત્રોના નિર્માતા વિદ્વાન ઋષિઓ તથા સિદ્ધ પુરુષો સ્વાધ્યાય કરનારને પ્રત્યક્ષ થાય છે. જેમ કે કોઈ યોગદર્શન અને તેના વ્યાસ-ભાષ્યનો સ્વાધ્યાય કરી રહ્યો છે, તો તેને મહર્ષિ પતંજલિ તથા વ્યાસ-મુનિ પ્રત્યક્ષ થાય છે. પરંતુ એ બાબત સૃષ્ટિના ક્રમથી વિરૂદ્ધ હોવાથી સત્ય નથી, કેમ કે મૃત આત્મા ઈશ્વરની વ્યવસ્થાથી જુદી જુદી યોનિઓમાં અથવા મોક્ષ સુખને કર્મ પ્રમાણે પ્રાપ્ત કરી લે છે, તેમનું પાછું આવવું કદાપિ સંભવ નથી. અને એ બાબત યુક્તિયુક્ત પણ નથી કેમ કે આ સમયે જયારે અનેક વ્યક્તિઓ જુદાં જુદાં સ્થળો પર સ્વાધ્યાય કરી રહ્યાં હોય તો તે બધાંની પાસે મૃત દેવ, ઋષિ વગેરે એક સાથે કેવી રીતે આવી શકશે? અને એ પ્રત્યક્ષની વિરૂદ્ધ પણ છે. સ્વાધ્યાય કરનાર કોઈપણ વ્યક્તિને તેમનાં દર્શન કદાપિ થતાં નથી.
તો પછી ઈષ્ટ-દેવતા-સંપ્રયોગ'નો અર્થ શું છે? માટે એ વિચારણીય છે કે સ્વાધ્યાય યોગનું અંગ છે. માટે યોગનો જે ઉદ્દેશ્ય છે તે જ સ્વાધ્યાયનો પણ છે અને સ્વાધ્યાયનો અર્થ મોક્ષશાસ્ત્રોનું અધ્યયન (ભણવું) તથા પ્રણવ જપ વગેરે છે. માટે તેનું ફળ પણ તેને અનુરૂપ જ હોવું જોઈએ. માટે ઈષ્ટ-દેવતાનો અર્થ પરમાત્માનું સાંનિધ્ય અને તેના દિવ્ય ગુણોથી સંબંધ થવો જ સંગત થાય છે અને એ જ અર્થ વ્યાસ ભાષ્યમાં પણ સ્પષ્ટ કર્યો છે. સાધન પાદ
૨૧૩
For Private and Personal Use Only