________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશાન્તર, દેહાન્તર તથા કાલાન્તરના પદાર્થોને યોગી જાણી લે છે. એનું તાત્પર્ય આ પ્રમાણે છે. પ્રાયઃ એવું જોવામાં આવે છે કે એક વસ્તુને જાણ્યા પછી તેવા જ પ્રકારની (કેટલાક પરિવર્તનની સાથે) બીજી વસ્તુને નથી જાણી શકાતી. એટલા માટે સામાન્ય મનુષ્યો એક પ્રકૃતિના જ જુદા જુદા વિકારોને જોઈને મોહિત અથવા આકૃષ્ટ થઈ જાય છે. એક સ્ત્રીથી વિરક્ત થઈને પણ બીજી સ્ત્રી પ્રત્યે આકૃષ્ટ થઈ જાય છે. પરંતુ સમાધિસિદ્ધિને પ્રાપ્ત યોગી પુરષમાં એવું નથી થતું, કેમ કે તે જાણે છે કે સંસારમાં ત્રણ (ઈશ્વર, જીવ અને પ્રકૃતિ) પદાર્થ જ નિત્ય છે, અને તે ભલે ગમે તે સ્થાને હોય, બીજા કાળમાં હોય અથવા બીજાં શરીરોમાં હોય; આ બધું જ જગત આ ત્રણ તત્વોથી જુદું કશું જ નથી. યોગી પુરુષ આ ત્રણેય પદાર્થોનાં યથાર્થ સ્વરૂપોને અર્થાત્ તેમનાં ગુણ, કર્મ અને સ્વભાવને જાણી લે છે અને એ જાણે છે કે કઈ વસ્તુ ઉપાદેય (મેળવવા યોગ્ય) છે અને કઈ ત્યાજ્ય છે. એટલા માટે પ્રકૃતિજન્ય એક વસ્તુને જાણીને બધાંને જાણી લે છે. માટે અવિદ્યા આદિ દોષોથી ગ્રસ્ત નથી થતો. અહીં તેનાથી જુદા અર્થની અસંભવ વગેરે દોષ હોવાથી સંગતિ નથી લાગતી અર્થાત્ યોગી પુરુષ બધાં સ્થાનો, બધાં કાળ તથા બધાં શરીરોમાં થનારી બાબતોને જાણી લે, એ કદાપિ સંભવ નથી. વ્યાસ-ભાષ્યમાં પણ એ જ સ્પષ્ટ કહ્યું છે કે યોગી બધા ઇસિત = પ્રાપ્ત કરવા યોગ્ય પદાર્થોનું જ્ઞાન કરી લે છે. ભલે તે ગમે તે કાળમાં હોય, કોઈના પણ શરીરમાં અથવા કોઈપણ દેશ (સ્થળ)માં હોય.
ઈશ્વર-પ્રણિધાન = બધી જ ક્રિયાઓને ઈશ્વરને અર્પણ કરવાથી અથવા ક્રિયાઓના ફળનો ત્યાગ કરવાથી સમાધિસિદ્ધિ કેવી રીતે થઈ જાય છે? અને ઈશ્વર પ્રણિધાનથી જો સમાધિ થઈ જાય છે, તો યોગનાં બીજાં અંગોનાં અનુષ્ઠાન કરવાની શું જરૂર છે? એનું સમાધાન એ છે કે ઈશ્વર-પ્રણિધાન કરનાર યોગીના અભિમાન વગેરે દોષોનો નાશ થઈ જાય છે અને સકામ કાર્યની સફળતા અથવા અસફળતાથી જે હર્ષ-શોક થાય છે, તેનાથી યોગી બચી જાય છે. એનાથી ચિત્તવૃત્તિના વિરોધમાં પર્યાપ્ત મદદ મળે છે અને ચિત્તવૃત્તિનો નિરોધ જ સમાધિ અથવા યોગ છે. જયારે યોગીની ઈશ્વરને અર્પણ કરવાની ભાવના પરિપકવ થઈ જાય છે, ત્યારે તે બધી બાધાઓથી રહિત અને નિર્ભય થઈ જાય છે. એ બધાશૂન્યતા તથા નિર્ભયતા સમાધિમાર્ગને ઘણો જ પ્રશસ્ત કરી દે છે. યોગીનું ચિત્ત પૂર્ણરૂપે એકાગ્ર અને પ્રસાદ (આનંદ) ગુણ યુક્ત થઈ જાય છે. યોગીની એ દશા સમાધિની સિદ્ધિમાં અત્યંત મદદરૂપ હોય છે.
જો કે યોગનાં બધાં જ અંગોનું લક્ષ્ય એક જ હોય છે અને તે લક્ષ્યની પ્રાપ્તિને માટે જ યોગનાં અંગોનું ક્રમશઃ કથન કર્યું છે. તેમ છતાં પણ ઈશ્વર-પ્રણિધાન કરવાથી યોગીને સમાધિ શીધ્ર પ્રાપ્ત થઈ જાય છે. અને તેના વિના યોગનાં બીજાં અંગો અપૂર્ણ રહે છે. અને અહીં આ બધાં જ યોગનાં અંગોનું સામાન્ય ફળ એક હોવા છતાં પણ જે પૃથ-પૃથકુ વિશેષ-ફળ કહ્યાં છે, તે એક બીજાના ફળ-લાભમાં મદદરૂપ છે. અને તે ફળોમાં કોઈ અસામાન્ય વાતને ધ્યાનમાં રાખીને ફળકથન કરવામાં આવ્યું છે. એટલા
સાધન પાદ
૨૧૫
For Private and Personal Use Only