________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વસ્થ તથા નીરોગી મનુષ્ય જ કરી શકે છે. તો પછી તપથી કાયસિદ્ધિનો અભિપ્રાય શું છે? તેનો જવાબ વ્યાસ-ભાયમાં “અણિમા, લધિમા, ગરિમા આદિ સિદ્ધિ કહીને કર્યો છે. અને એ સિદ્ધિઓ શારીરિક કદાપિ નથી. આ વિષયમાં યોગીરાજ મહર્ષિ દયાનંદની વ્યાખ્યા આ પ્રકારે છે -
અણિમા આદિ વિભૂતિઓ છે, એ યોગીના ચિત્તમાં પેદા થાય છે. સાંસારિક લોકો જે એમ માને છે કે એ યોગીના શરીરમાં પેદા થાય છે, એ યોગ્ય નથી. અણિમાનો અર્થ એ છે કે (યોગીનું ચિત્ત) નાનામાં નાની વસ્તુને વિશેષ સૂક્ષ્મ થઈને માપનારૂં થાય છે. તે જ પ્રકારે મોટામાં મોટા પદાર્થને વિશેષતર મોટું થઈને યોગીનું મન ઘેરી લે છે. એને ગરિમા કહે છે. એ મનના ધર્મ છે, શરીરમાં તેની શક્તિ નથી”.
(ઉપદેશ મંજરી, ૧૧મો ઉપદેશ) આ જ પ્રકારે કાયસિદ્ધિની માફક ઈદ્રિયસિદ્ધિને પણ સમજવી જોઈએ. “ઈદ્રિય સિદ્ધિથી અભિપ્રાય નેત્ર વગરનાને નેત્ર પ્રાપ્તિ આદિ નથી. આપણને શરીરમાં જે નેત્ર આદિ ગોલક દેખાય છે, યથાર્થમાં એ ઈદ્રિય શક્તિના એવા જ પ્રકાશક હોય છે, જેમ વીજળીનો બલ્બ વીજળીનો પ્રકાશક હોય છે, યથાર્થમાં ઈદ્રિયો પણ મનની જેમ સૂક્ષ્મ-શરીરના ઘટક છે, જેવું કે મહર્ષિ દયાનંદે લખ્યું છે –
પાંચ પ્રાણ, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ સૂક્ષ્મભૂત, અને મન તથા બુદ્ધિ, આ સત્તર (૧૭) તત્ત્વોનો સમુદાય સૂક્ષ્મ-શરીર કહેવાય છે. એ સૂક્ષ્મ-શરીર જન્મ-મરણ વગેરેમાં પણ જીવની સાથે રહે છે”
| (સ. પ્ર. નવમો સમુલ્લાસ) માટે ઈદ્રિય સિદ્ધિથી અભિપ્રાય ઈદ્રિય-શક્તિના સમૃદ્ધ થવાથી દૂર-શ્રવણ, દૂર-દર્શન આદિ સિદ્ધિઓ પ્રાપ્ત થવાનો છે. અને એ સિદ્ધિઓ ઈદ્રિય-શક્તિ પર જ નિર્ભર છે. જેટલું જેટલું એમનું સામર્થ્ય વધશે, તેટલી તેટલી જ સિદ્ધિ પ્રાપ્ત થશે. સૂત્રકારે ઈદ્રિય સિદ્ધિને માટે શ્રવણેન્દ્રિયનું ઉદાહરણ (યો. ૩૪૧)માં આપ્યું છે. અર્થાત્ શ્રવણેન્દ્રિય અને આકાશનો વિશેષ સંબંધ તથા સંયમના કારણે યોગીને દિવ્ય-શ્રવણ શક્તિ પ્રાપ્ત થઈ જાય છે. જેનાથી યોગી આકાશસ્થ દૂરસ્થ ધ્વનિઓને સાંભળવામાં સમર્થ થઈ જાય છે. આ જ પ્રકારે ત્વચા (ચામડી)નો વાયુથી, ચક્ષુનો તેજથી, રસનાનો જળથી, ધ્રાણેન્દ્રિયનો પૃથ્વીથી વિશેષ-સંબંધ થવાથી દિવ્યસ્પર્શ, દિવ્યરૂપ, દિવ્યરસ, દિવ્ય ઘાણશક્તિ પ્રાપ્ત થઈ જાય છે. અને ઈદ્રિય સિદ્ધિઓનો નિર્દેશ સૂત્રકારે નીચે લખેલા સૂત્રમાં પણ કર્યો છે.
તતઃ પ્રતિમ-શ્રાવળ-વેનાSS-સ્વાવાર્તા ગાયત્તે (યો. ૩/૩૬)
અર્થાત્ આત્મ-સંયમના દ્વારા પ્રતિભ = માનસિક શક્તિ, જેનાથી દૂર રહેલી, સૂક્ષ્મ અને છુપાયેલી (વ્યવહિત) વસ્તુને જાણી શકે છે, શ્રાવણ = શ્રવણેન્દ્રિય-શક્તિ જેનાથી દૂરના તથા સૂક્ષ્મ અવાજો (ધ્વનિઓ)ને સાંભળી શકે છે. વેદના = ત્વક ઈદ્રિય શક્તિ, જેનાથી સૂક્ષ્મ દિવ્ય સ્પર્શ કરી શકે છે, આદર્શ નેત્ર ઈદ્રિય શક્તિ, જેનાથી સૂક્ષ્મ,
૨૧૨
યોગદર્શન
For Private and Personal Use Only