________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરે છે, ત્યારે તુણા તેને ઘણી જ સતાવે છે. ડગલે ને પગલે બાધક બનીને ઉભી રહે છે. જયારે એને યોગી જીતી લે છે, ત્યારે તેને પૂર્ણતઃ સંતોષ થવાથી અનુત્તમ-સુખની પ્રાપ્તિ થાય છે, એમાં કોઈ જ શંકા નથી. મા ૪૨
कायेन्द्रियसिद्धिरशुद्धिक्षयात्तपसः ॥४३॥ સૂત્રાર્થ- વિઝિય.) અર્થાત પૂર્વોક્ત તપથી તેમનાં શરીર અને ઈન્દ્રિયો અશુદ્ધિના ક્ષયથી દઢ થઈને સદા રોગ રહિત રહે છે.
(ઋ. ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ – અનુષ્ઠાન કરવામાં આવેલું તપ જ ચિત્તના અશુદ્ધિરૂપી આવરણનો નાશ કરે છે. તે ચિત્તવૃત્તિને આચ્છાદન કરનારામળોના દૂર થવાથી સિદ્ધિ=શરીરસ્થ મનની સિદ્ધિઓ અણિમા આદિ પ્રાપ્ત થાય છે. તે જ પ્રકારે ઇન્દ્રિયોની સિદ્ધિઓ દૂરથી શ્રવણ = સાંભળવું, દર્શન = જોવું વગેરે પ્રાપ્ત થઈ જાય છે. ભાવાર્થ-તપની વ્યાખ્યા (૨/૩૨) સૂત્રમાં એ છે કે ઠંડી-ગરમી વગેરે કંકોને સહન કરવાં તપ છે. તપની વ્યાખ્યા બીજે આ પ્રકારે કરેલી છે - ત્રઢત તપ, સત્ય તપો મસ્તY: સ્વાધ્યાયતપ: I (તૈત્તિરીય આ. ૧૦૮) તેની વ્યાખ્યા મહર્ષિ દયાનંદ આ પ્રકારે કરી છે -
ત્રિતં તપ :) યથાર્થ શુદ્ધભાવ, સત્ય માનવું, સત્ય બોલવું, સત્ય કરવું, મનને અધર્મમાં ન જવા દેવું, બાહ્ય ઇન્દ્રિયોને અન્યાય આચરણોમાં જતી રોકવી. અર્થાત્ શરીર, ઈદ્રિય, અને મનથી શુભ કર્મોનું આચરણ કરવું, વેદ આદિ સત્ય શાસ્ત્રોને ભણવાભણાવવાં, વેદ અનુસાર આચરણ કરવું વગેરે ઉત્તમ ધર્મયુક્ત કર્મોનું નામ “તપ” છે. ધાતુને તપાવીને ચામડીને બાળવી “તપ” નથી કહેવાતું. (સ.પ્ર. ૧૧મો સમુલાસ)
યોગદર્શનકારે (૨/૧) સૂત્રમાં ચંચળ ચિત્તવાળાઓ માટે તપનું આચરણ પહેલો ક્રિયાયોગ માન્યો છે અને વ્યાસ-ભાગ્યમાં નાતપસ્વિનોયોગ સિદ્ધતિ તપશ્ચર્યા વિના યોગ સિદ્ધિ થતી નથી, એનાથી તપનું મહત્ત્વ બતાવ્યું છે. અને આ તપ આદિ ક્રિયા યોગના (યો. ૨/૨)માં સૂત્રકારે બે ફળ બતાવ્યાં છે. (૧) ફ્લેશોનું સૂક્ષ્મ થવાનું (૨) સમાધિ પ્રાપ્ત થવાનું. આ સૂત્રમાં પણ તપના આચરણનું પહેલું ફળ અશુદ્ધિ = ચિત્તના મળોને દૂર કરવાનું કહ્યું છે. તેનું કારણ સ્પષ્ટ છે કે તપ દ્વારા યોગીનું શરીર અને ઈદ્રિયો અનુકૂળ થવાથી યોગાભ્યાસમાં સહાયક બને છે અને યોગાભ્યાસીના પહેલાં અવિદ્યા આદિ ક્લેશોનો નાશ થવાથી ચિત્તના રાગ વગેરે દોષોની નિવૃત્તિ થાય છે. એ જ અશુદ્ધિનો ક્ષય (નાશ) કહેવાય છે.
આ પ્રકારે તપથી ચિત્તની અશુદ્ધિનો જયારે નાશ થઈ જાય છે, તો તેનાથી કાયસિદ્ધિ અને ઈદ્રિયસિદ્ધિ થઈ જાય છે. અહીં કાયસિદ્ધિનો અભિપ્રાય શરીરના રોગોથી નિવૃત્તિ કદાપિ નથી. કેમ કે શારીરિક રોગોની નિવૃત્તિ તો (વૈદક) ચિકિત્સાશાસ્ત્ર પ્રમાણે
ઔષધ (દવા) સેવનથી જ થઈ શકે છે, બીજાથી નહીં. તેનો અભિપ્રાય વૃદ્ધાવસ્થા વગેરેની નિવૃત્તિથી જ છે. જે મનુષ્યો વૃદ્ધાવસ્થામાં જઈને યોગાભ્યાસની વાત વિચારે છે તેમનો પ્રયાસ રેતીના કણોમાંથી તેલ કાઢવા સમાન નિરર્થક છે. માટે યોગાભ્યાસ સાધન પાદ
૨૧૧
For Private and Personal Use Only