________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બૌદ્ધિક ત્રણેય પ્રકારની ઉન્નતિ બ્રહ્મચર્યના પાલનથી થાય છે. જે યોગાભ્યાસ કરવામાં લાગેલો છે, તેની સામે પણ વિષયાસક્તિનો ગંભીર સાગર પ્રબળ બાધક બને છે. રૂપ આદિ વિષયોમાં પણ કામ-વાસના, અત્યંત ઉગ્ર ભંવરની સમાન ભયાનક હોવાથી દુર્તીણ હોય છે. આ વિષય-જાળના અથાહ સાગરથી પાર કરવા માટે બ્રહ્મચર્ય જ અપરાજિત તેમ જ સુદઢ નૌકા છે.
બ્રહ્મચર્ય પાલનનો એક અન્યતમ લાભ બતાવતાં વ્યાસ-મુનિ લખે છે કે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરનાર આચાર્ય જ શિપ્યોમાં જ્ઞાન જ્યોતિ પ્રજ્વલિત કરી શકે છે. વિદ્યા શીખનાર તથા શીખવનારાઓ માટે અહીં એક ઘણી જ ઉપયોગી વ્યવસ્થાને સમજાવવામાં આવી છે કે બ્રહ્મચારી ગુરુ જ સાચો અધ્યાપક થઈને યોગ્ય વિદ્વાન બ્રહ્મચારી બનાવી શકે છે. આ વિષયમાં વૈદિક વિધાન પણ આ જ છે – (૧) મારા બ્રહ્મા દ્રાવારિમિચ્છતે . (અથર્વ)
અર્થાત તે જ વિદ્વાન આચાર્ય બ્રહ્મચારીની ઈચ્છા કરે છે, કે જે સ્વયં યથાવત્ બ્રહ્મચર્યથી સંપૂર્ણ વિદ્યાઓને ભણે છે. (२) ब्रह्मचारी ब्रह्म भ्राजद् बिभर्ति तस्मिन् देवा अधिविश्वे समेता : ।
પ્રાપાન નનયનાન્દ્ર વ્યાન વામનો હૃદ્ય બ્રા મેધાન્ II (અથવું.) ' અર્થાત્ બ્રહ્મચારી જ્યારે બ્રહ્મ જ્ઞાન અને વીર્યશક્તિથી પ્રકાશમાન થાય છે. ત્યારે તેનામાં સંપૂર્ણ દિવ્યગુણ નિવાસ કરે છે અને બધા વિદ્વાન તેની સાથે મિત્રતા કરે છે. એ બ્રહ્મચારી બ્રહ્મચર્યથી જ પ્રાણ, દીર્ઘજીવન, દુઃખhશોનો નાશ, સંપૂર્ણ વિદ્યાઓમાં વ્યાપકતા, ઉત્તમ વાણી, પવિત્ર-આત્મા, શુદ્ધ હૃદય, પરમાત્માની ભક્તિ અને શ્રેષ્ઠ પ્રજ્ઞા (બુદ્ધિ)ને ધારણ કરે છે. ૩૮ - પરિઘેડન્મથન્તાવો: રૂડા સૂત્રાર્થ (પરપ્રદશે) અપરિગ્રહનું ફળ એ છે કે જયારે મનુષ્ય વિષય આસક્તિથી બચીને, સર્વથા જિતેન્દ્રિય રહે છે, ત્યારે હું કોણ છું? કયાંથી આવ્યો છું? અને મારે શું કરવું જોઈએ? અર્થાત્ શું કામ કરવાથી મારું કલ્યાણ થશે, ઈત્યાદિ શુભ ગુણોનો વિચાર તેના મનમાં સ્થિર થાય છે”.
(ઋ. ભૂ. ઉપાસના) ભાગ અનુવાદ-વ્યાસ-ભાષ્યના પ્રથમવતિ) આ પદોનાં સૂત્રોના અર્થ સાથે સંબંધ છે. અપરિગ્રહ નામના યમની સ્થિરતા થતાં આ યોગીને ‘ન્મથન્તાસંવો?' = જન્મો અને જન્મોના કારણોનો બોધ થઈ જાય છે. હું કોણ હતો ? હું કેવા પ્રકારે હતો ? આ જન્મ શું છે? આ જન્મનું કારણ શું છે? અર્થાત્ આ જન્મ કયા કર્મોનું ફળ છે? અમે જન્માન્તરમાં શું થઈ જઈશું? કેવા પ્રકારના થઈ જઈશું? આ પ્રકારથી આ યોગીની પૂર્વાન્ત = ભૂતકાળમાં, પ૨ત = ભવિષ્યકાળમાં અને મધ્ય = વર્તમાનકાળમાં આત્મસ્વરૂપને જાણવાની ઇચ્છા સ્વતઃ થઈ જાય છે. આ પાંચેય યમોની સ્થિરતા થવાથી સિદ્ધિઓ થાય છે.
સાધન પાદ
૨૦૫
For Private and Personal Use Only