________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરીરોના સ્વભાવોને જોનારો યોગી પોતાના શરીરને સદોપ (દોષવાળો) હોવાના કારણે, છોડવાની ઈચ્છાવાળો થઈને - શરીરને માટી તથા પાણી આદિથી પણ ધોવે છે, તેમ છતાં પણ શરીર શુદ્ધિને ન જોતાં – જે વ્યક્તિ શરીર શુદ્ધિમાં અત્યંત પ્રયત્ન રહિત છે, એવા બીજાનાં મલિન શરીરોની સાથે તે સંસર્ગ–મેળ કેવી રીતે કરી શકે ? ભાવાર્થ-યોગાભ્યાસી પુરુષ જેમ જેમ યોગનાં અંગોનો અભ્યાસ કરતો જાય છે તેમ તેમ અજ્ઞાનનો નાશ અને જ્ઞાનની વૃદ્ધિ થતી જાય છે. અવિદ્યાના લક્ષણમાં (૨/૫) અશુચિમાં શુચિભાવના પણ અવિદ્યા માની છે. એટલા માટે જયારે યોગી શૌચ (પવિત્રતા)માં સ્થિરતા પ્રાપ્ત કરી લે છે અર્થાત્ શુદ્ધ અને અશુદ્ધનો વિવેક કરી લે છે, ત્યારે તેને પોતાનાં શરીરના અવયવોથી પણ ઘણા થવા લાગે છે. કેમ કે આ શરીરને સ્નાન આદિ તથા યૌગિક ક્રિયાઓથી ગમે તેટલું શુદ્ધ કરવામાં આવે, તેમ છતાં પણ તેની સર્વથા શુદ્ધિ નથી થઈ શકતી. અને પોતાનાં શરીરમાં જયારે આસક્તિ નથી રહેતી ત્યારે બીજાનાં શરીરોમાં પણ આસક્તિ કેવી રીતે થઈ શકે છે? કેમ કે શરીર તો બધાંનાં એક સમાન છે. જે યોગાભ્યાસ નથી કરતા તેમનાં શરીર તો યોગીને માટે આસક્તિને યોગ્ય કેવી રીતે હોઈ શકે? સ્વયં વ્યાસ મુનિએ (યો. ૨/૫)ના સૂત્ર ભાષ્યમાં ભૌતિક શરીરને અપવિત્ર કહેતાં કહ્યું છે કે –
स्थानाद् बीजादुपष्टम्भान्निस्स्यन्दान्निधनादपि । कायमाधेयशौचत्वात् पण्डिता ह्यशुचि विदुः ।।
અર્થાત્ આ ભૌતિક શરીર પવિત્ર નથી કેમ કે આ શરીર મળ-મૂત્રમય યોનિથી રજવીર્યરૂપ બીજથી મળ આદિનો ભંડાર હોવાથી નેત્ર આદિ અવયવોથી મળસ્ત્રાવ થવાથી મરણોત્તર શબ=મડદું હોવાથી અપવિત્ર જ છે. અને અપવિત્રમાં પવિત્રની ભાવના કરવી અવિદ્યા છે. ભગવાન મનુએ પણ આ વિષયમાં કહ્યું છે –
अस्थिस्थूणं स्नायुयुतं मांसशोणितलेपनम्। चर्मावनद्धं दुर्गन्धि पूर्ण मूत्रपुरीषयोः ।। जराशोकसमाविष्टं रोगायतनमातुरम्। વસ્વનનિત્યં ચ ભૂતાવાસfમને ચનેત્ા (મનુ. ૬/૭૬,૭૭).
અર્થાત્ આ શરીરમાં હાડકાંના થાંભલા છે, સ્નાયુરૂપદોરડાથી શરીર બાંધેલું છે, માંસ અને લોહીથી લીધેલું છે, ચામડાથી ઢાંકેલું છે, મળમૂત્રથી ભરેલું છે એટલા માટે દુર્ગન્ધયુક્ત છે. અને ઘડપણ તથા શોકથી આક્રાન્ત થનારું વિવિધ રોગોનું ઘર છે, જુદા જુદા પ્રકારનાં દુઃખોથી ગ્રસ્ત છે, પાર્થિવ તથા અનિત્ય છે. એમ વિચાર કરીને વિચારશીલ આ પંચભૌતિક શરીરમાં ત્યાગ-ભાવના રાખે, અર્થાત તેને અપવિત્ર જ સમજે. તે ૪૦ છે હવે શૌચનું બીજું ફળ બતાવે છે – ૨૦૮
યોગદર્શન
For Private and Personal Use Only