________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિર્યપ્રતિષ્ઠાયાં વીતામ: ૮. સૂત્રાર્થ (ધર) બ્રહ્મચર્ય સેવનથી એ વાત બને છે કે જયારે મનુષ્ય બાલ્યાવસ્થામાં વિવાહ ન કરે, ઉપસ્થ-ઇંદ્રિયને સંયમમાં રાખે, વેદ આદિ શાસ્ત્રોને ભણતો-ભણાવતો રહે, વિવાહ પછી પણ ઋતુગામી બની રહે અને પરરી ગમન આદિ વ્યભિચારને મન, વચન, કર્મથી ત્યજી દે, ત્યારે બે પ્રકારનાં વીર્ય અર્થાત બળ વધે છે- એક શરીરનું અને બીજું બુદ્ધિનું. તેના વધવાથી મનુષ્ય અત્યંત આનંદમાં રહે છે.” (% ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ - બ્રહ્મચર્યની પૂર્ણ સ્થિતિ થવાથી યોગીને જે સામર્થ્યની પ્રાપ્તિ થાય છે, તે અપ્રતિષ = ન દબાઈ જનારું, અપ્રતિદત = અપરાજિત ગુણોને વધારે છે. અને તે બ્રહ્મચર્યની પ્રતિષ્ઠાવાળો સિદ્ધ યોગી શિપ્યોમાં જ્ઞાન ધારણ કરાવવામાં સમર્થ થઈ જાય છે. ભાવાર્થ- “બ્રહ્મચર્ય' શબ્દની વ્યાખ્યામાં વ્યાસમુનિએ (૨/૩૦ ભાયમાં) સ્પષ્ટ કહ્યું છે કે- ઉપસ્થન્દ્રિયનો સંયમ કરવો એ બ્રહ્મચર્ય છે. જોકે “બ્રહ્મ'નો અર્થ “વેદ” પણ છે. પરંતુ અહીં બધા જ ગુણોનો આશ્રય હોવાથી વીર્ય છે. વીર્ય આ શરીરનો રાજા છે. માટે તેનું સારી રીતે રક્ષણ કરવું અત્યંત જરૂરી છે. તેનું પતન અથવા રક્ષણ ન થવાનું કારણ છે - કામવાસનાનું દમન ન કરવું. માટે કામવાસનાથી બચીને વીર્ય રક્ષા કરવાને માટે આઠ પ્રકારનાં મૈથુનથી બચવું, શુદ્ધ આહારવિહારવાળા થવું તથા નિયમિત દિનચર્યા, વ્યાયામ, પ્રાણાયામ, પ્રણવ જપ વગેરે દરરોજ કરતા રહેવું જોઈએ. આજીવન - બ્રહ્મચારી તથા મહાયોગી મહર્ષિ દયાનંદે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાથી જે આનંદ મળે છે, તેને પોતે અનુભૂત કરીને લખ્યું છે –
(ક) “અને વીર્યની રક્ષામાં આનંદ અને નાશ કરવામાં દુઃખ પ્રાપ્તિ પણ જણાવી દેવી જોઈએ. જેમ કે - જુઓ - જેના શરીરમાં સુરક્ષિત વીર્ય રહે છે, તેને આરોગ્ય, બુદ્ધિ, બળ, પરાક્રમ, વધીને ઘણા જ સુખની પ્રાપ્તિ થાય છે. તેના રક્ષણમાં એ જ રીત છે કે વિષયોની કથા, વિષયી લોકોનો સંગ, વિષયોનું ધ્યાન, સીનું દર્શન, એકાન્ત સેવન, સંભાષણ અને સ્પર્શ આદિ કર્મથી બ્રહ્મચારી લોક જુદા રહીને ઉત્તમ શિક્ષણ અને પૂર્ણ વિદ્યાને પ્રાપ્ત થાય. જેના શરીરમાં વીર્ય નથી હોતું તે નપુંસક, મહાકુલક્ષણી અને જેને પ્રમેહ રોગ થાય છે, તે દુર્બળ, નિસ્તેજ, નિબુદ્ધિ, ઉત્સાહ, સાહસ, ધર્ય-બળ, પરાક્રમ આદિ ગુણોથી રહિત થઈને નાશ પામે છે.” (સ. પ્ર. બીજો સમુલ્લાસ)
(ખ) “જેમનુષ્યો આ બ્રહ્મચર્યને પ્રાપ્ત થઈને, લોપ નથી કરતા, તે બધા પ્રકારના રોગોથી રહિત થઈને ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પ્રાપ્ત કરે છે.”
(સ. પ્ર. ત્રીજો સમુલ્લાસ) આ પ્રકારે સ્પષ્ટ છે કે બ્રહ્મચર્ય વ્રતના પાલનથી માનવની સર્વવિધ (બધા પ્રકારની) ઉન્નતિ થાય છે. આ જ વાત વ્યાસ મુનિએ લખી છે કે બ્રહ્મચર્યના પાલનથી અપ્રતિઘ=પરાજિત ન થનારા ગુણોનો વિકાસ થાય છે. અર્થાત્ શારીરિક, માનસિક તથા
યોગદર્શન
૨૦૪
For Private and Personal Use Only