________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તથા કરવા ઈચ્છે છે, તે તે બધાં સફળ થઈ જાય છે.” (ઋ. ભ. ઉપાસના) ભાષ્ય અનુવાદ - યોગીમાં સત્યની પ્રતિષ્ઠા = સ્થિતિ થતાં ક્રિયામાં ફળના આશ્રયરૂપ સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. જેનાથી જો યોગી કોઈ અધર્મરત મનુષ્યને એમ કહી દે કે –તમે ધર્મનું આચરણ કરવાવાળો બનો, તો તે તેના તેજથી પ્રભાવિત થઈને ધાર્મિક બની જાય છે. એ જ પ્રકારે જો તે કોઈ પ્રાણીને આશીર્વાદમાં એમ કહે કે – “તમે
સ્વ = સુખ-વિશેષને પ્રાપ્ત કરો,” તો તે સ્વર્ગને પ્રાપ્ત કરી લે છે. એ જ પ્રકારે યોગીની વાણી આ સિદ્ધિથી અમોઘા = યથાર્થ = વ્યર્થ (નકામી) ન થનારી થઈ જાય છે. ભાવાર્થ-જયારે યોગીના મન, વચન તથા કર્મ સત્યમાં સ્થિત થઈ જાય છે, અસત્યની ભાવનાનો સર્વથા પરિત્યાગ થઈ જાય છે, ત્યારે તેની સત્ય અલંકૃત વાણી અમોઘ =વ્યર્થ ન જનારી થઈ જાય છે. તે જે કંઈ પણ કહે છે તે સફળ થઈ જાય છે. તેનું પ્રત્યેક વચન બોલવારૂપ ક્રિયાના ફળનું આશ્રય બની જાય છે. વ્યાસ ભાષ્યમાં અહીં બે ઉદાહરણ આપ્યાં છે. - (૧) જો તે કોઈ અધાર્મિક વ્યક્તિને ધાર્મિક થવાનું કહી દે છે તો તેનો એવો પ્રભાવ હોય છે કે તે દુરાચરણરત વ્યક્તિ ધર્મના આચરણમાં લાગી જાય છે. એવાં ઇતિહાસમાં ઉદાહરણ પણ મળે છે. મહાત્મા બુદ્ધના પ્રભાવથી “અંગુલિમાલ' નામનો ડાકુ ધાર્મિક થઈ ગયો. અને મહર્ષિ દયાનંદના પ્રભાવથી શરાબ વગેરેમાં વ્યસ્ત તહસીલદાર અમીચંદ બધા જ દુર્ગણોને છોડીને ધાર્મિક બની ગયો હતો.
(૨) બીજું ઉદાહરણ સ્વર્ગ પ્રાપ્તિનું આપ્યું છે. અહીં સ્વર્ગનો અભિપ્રાય સુખવિશેષથી છે. કોઈ સ્થાનવિશેષથી નથી. કેમ કે સ્વર્ગ નામનું કોઈ સ્થાનવિશેષ કે
જ્યાં પ્રાણીઓના કર્મોનું ફળ મળતું હોય એ કયાંય નથી અને જેની વાણી સત્ય હોય છે, તેના વ્યવહારથી કેટલું સુખ મળે છે, તથા જેની વાણીનો વિશ્વાસ નથી હોતો તેના વ્યવહાર થી કેટલું દુઃખ મળે છે, એ લોક વિદિત જ છે. સત્યવાદીનો બધો જ મનુષ્યો વિશ્વાસ કરે છે. તેની વાતને માને છે અને પૂરી પણ કરે છે. પરંતુ અસત્યવાદીનો વિશ્વાસ કોઈનથી કરતું, નતો તેની કોઈ વાત માને છે, - કાર્ય પૂરું થવાની વાત તો ઘણી જ દૂરની બાબત છે. જ્યારે લોક વ્યવહારમાં સત્ય બોલવાથી સુખ પ્રાપ્ત થાય છે, જો કે તે સર્વથા સત્યનિષ્ઠનથી હોતાં, તો પછી સત્યનિષ્ઠ યોગીની વાણી શા માટે અમોઘ નહોય? અને આવા સત્યવાદી યોગીઓના આશીર્વાદથી જયારે મનુષ્ય અથવા ભક્ત તે અનુસાર આચરણ કરે છે તો સુખી અવશ્ય થાય છે, આજ યથાર્થમાં સ્વર્ગની પ્રાપ્તિ છે.
આ વિષયમાં મહર્ષિ દયાનંદે લખ્યું છે –
જે પરશે જેની સામે એક વાર ચોરી, જારી, મિથ્યાભાષણ આદિ કર્મ કર્યું. તેની પ્રતિષ્ઠા તેની સામે મૃત્યુ પર્યત નથી થતી. જેવી હાનિ પ્રતિજ્ઞા ભંગ કરનારાની થાય છે, તેવી બીજા કોઈની નથી થતી... એટલા માટે સદા સત્ય બોલવું અને સત્ય પ્રતિજ્ઞાયુક્ત બધાંએ થવું જોઈએ.” ૩૬
(સ.પ્ર. બીજો સમુલ્લાસ)
૨૦૨
યોગદર્શન
For Private and Personal Use Only