________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારીશ. બીજા જીવોને નહીં. આ નિયમિત હિંસા થઈ. “વિકલ્પ” નો આશય છે – જેમ કોઈ એમ કહે કે હું ઘેટું અથવા બકરીમાંથી કોઈ એક ની હિંસા કરીશ. આ વૈકલ્પિક હિંસા છે. “સમુચ્ચય' નો એ આશય છે કે જેમ કોઈ કહે કે હું તો કોઈપણ જીવને નહી છોડું, બધાનો યથાશક્તિ વધ કરીશ. આ સમુન્ન = સમૂહરૂપ હિંસા છે. (૩) યોગમાર્ગમાં ભ્રષ્ટ પુરુપ વિતર્ક આદિના કારણે જયારે ફરીથી સંસારમાં ફસાઈ જાય છે ત્યારે તેની દુઃખોથી છૂટવાની આશા નથી રહેતી. માટે દુઃખ અને અજ્ઞાનનો અંત ન દેખાવાથી અનંત ફળવાળા કહ્યાં છે. હવે-જયારે આ યોગીને પ્રતિપક્ષ = વિતર્ક વિરોધી ભાવનાના કારણે હિંસા આદિ વિતર્ક છોડવા યોગ્ય થઈ જાય છે અને પ્રસવધર્મરહિત = કાર્યોન્મુખ થવામાં અસમર્થ થઈ જાય છે. ત્યારે યમનિયમાદિજન્ય ઐશ્વર્ય યોગીની સિદ્ધિનું સૂચક હોય છે. જેમ -
अहिंसाप्रतिष्ठायां तत्सन्निधौ वैरत्यागः ॥३५॥ સૂત્રાર્થ - (ર્દિી પ્રતિષ્ઠાયાં.) અર્થાત્ જયારે અહિંસા ધર્મ નિશ્ચય થઈ જાય છે, ત્યારે તે પુરુષના મનથી વેરભાવ છૂટી જાય છે. પરંતુ તેની સામે અથવા તેના સંગથી બીજા પુરુષોના પણ વેરભાવ છૂટી જાય છે.'
(ઋ. ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ - (યોગી પુરુષમાં અહિંસાની પ્રતિષ્ઠા = સ્થિતિ થતાં) બધાં જ પ્રાણીઓનો વેરત્યાગ થઈ જાય છે. ભાવાર્થ - અહીં બધાં પ્રાણીઓના વેર - ત્યાગનો અભિપ્રાય એ નથી કે બધાં જ પ્રાણી પરસ્પર વેર કરવાનું છોડી દે છે. એટલા માટે સૂત્રમાં પઠિત “સત્યનિધી પદ પર ધ્યાન આપવું જોઈએ. જેનાથી સ્પષ્ટ છે કે જે પ્રાણી અહિંસાના સાધક યોગીનું સાંનિધ્ય કરે છે, અર્થાત્ તેના સ્વભાવને જાણીને તેના પર વિશ્વાસ કરે છે તેમનો જ વેરભાવ છૂટી જાય છે, બીજાંનો નહી. અહીં “સર્વ' શબ્દથી તે સાંનિધ્ય કરનારાઓનું જ ગ્રહણ સમજવું જોઈએ.
જે યોગી અહિંસા વ્રતમાં પૂર્ણતઃ પ્રતિષ્ઠિત થઈ જાય છે, મન, વચન તથા કર્મથી હિંસાનો પરિત્યાગ કરી દે છે, તેની નજીક આવીને હિંસાવૃત્તિના પ્રાણી વેર-ભાવનાનો ત્યાગ કરી દે છે. અર્થાત્ યોગીના પ્રભાવથી તેમનો વેરભાવ સમાપ્ત થઈ જાય છે. ન તો તેઓ પરસ્પર જ વેરભાવ કરે છે, કે ન તો તે યોગીની સાથે. ઋષિઓના આશ્રમોમાં આ પ્રકારનાં ઉદાહરણ સાંભળવામાં પણ આવે છે. તે જ રીતે નાનું અબોધ બાળક વેરભાવ વગેરેથી રહિત હોય છે. તેના આ સૌમ્ય સ્વભાવથી મનુષ્ય જ નહીં, હિંસક પશુ પણ પ્રભાવિત થતાં જોવામાં આવ્યાં છે. રૂપા
सत्यप्रतिष्ठायां क्रियाफलाश्रयत्वम् ॥३६॥ સૂત્રાર્થ -“(સત્યતિષ્ઠાય) તથા સત્યના આચરણનું યોગ્ય ફળ એ છે કે જ્યારે મનુષ્ય નિશ્ચય કરીને ફક્ત સત્ય જ માને, બોલે અને કરે છે, ત્યારે તે જે જે યોગ્ય કામ કરે છે સાધન પાદ
૨૦૧
For Private and Personal Use Only