________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મળે છે. આ જ પ્રકારે અનંત ભાપણ (જૂઠું બોલવા) આદિ વિતર્કોમાં પણ યથાસંભવ દુઃખ તથા અજ્ઞાનનાં અનંત ફળોનું નિરૂપણ કરવું જોઈએ. આ પ્રકારે યોગ-સાધકે હિંસા આદિ વિતર્કોના મત = પાછળથી અવશ્ય મળનારા દુઃખરૂપ આ નિઈ =અપ્રિય દુ:ખ વિપા = ફળને વિચારતાં હિંસાદિ વિતર્કોમાં મન લગાવવું જોઈએ નહી. ભાવાર્થ - ગત સૂત્રમાં (૨/૩૩માં) યોગીને હિંસા આદિ વિતર્કોના પ્રતિપક્ષ=વિરોધી પક્ષનું ચિંતન કરીને બચવાનું કથન કર્યું છે. આ સૂત્રમાં એ વિતર્કોનું સ્વરૂપ, તેમના ભેદ, કારણ અને તેમનાં ફળો પર વિચાર કરવામાં આવ્યો છે. અહિંસા આદિ યમ નિયમોના વિરોધી હિંસા આદિને વિતર્કના નામથી કહેવામાં આવ્યા છે. કૃત, કારિત, અનુમોદિત આદિ વિતર્કોના ભેદ છે. લોભ, ક્રોધ, મોહ તેમનાં કારણ છે. મૃદુ, મધ્ય, અધિમાત્ર વિતર્કોના ધર્મભેદ છે અને અસીમિત અજ્ઞાન તથા અસીમિત દુઃખ (મનુષ્યની દષ્ટિથી અસીમિત કહેવામાં આવ્યું છે, પરંતુ ઈશ્વરની દૃષ્ટિથી અનંત નથી હોતું) મળવું વિતર્કોનું ફળ છે. યથાર્થમાં વિતર્કોની જાળ એટલી બધી જટિલ, ગહન તથા દુર્ભેદ્ય છે કે જેમાંથી નીકળવું અત્યંત કઠિન છે, અશકય નથી. માટે એમાં ફસાયેલી વ્યક્તિ દુઃખોથી અથવા અજ્ઞાનથી કયારે છૂટી શકશે. તેનું અનુમાન લગાવવું પણ કઠિન છે. માટે અહીં તેમને અનંત્ ના કહેવામાં આવ્યા છે.
મહર્ષિ વ્યાસે અહીં ભાષ્યમાં બધા જ વિતર્કોની મૂળભૂત હિંસાના ભેદોનું વર્ણન કર્યું છે. તે જ પ્રકારે અસત્ય આદિ વિતર્કોના ભેદ પણ સમજવા જોઈએ. હિંસા આદિ વિતર્ક પાપોનાં મૂળ કારણ છે. એમાં ફસાયેલી વ્યક્તિ પાપી હોય છે, અને તેને પાપ કર્મોનું ફળ અવશ્ય મળે છે. વ્યાસ ભાગ્યમાં હિંસા આદિ પાપ કર્મોનાં ફળ – ભોગના વિષયમાં ઘણું જ સ્પષ્ટ લખ્યું છે, કે તેમનું ફળ ઘોર દુઃખમય યોનિઓમાં ભોગવવું પડે છે અને જો કે કોઈ પ્રાણીના પુણ્યવિશેષની સાથે ગૌણ-મુખ્યરૂપથી હિંસા આદિ કર્મ મિશ્રિત થઈ જાય છે, તેમ છતાં પણ તેમના દુઃખરૂપ ફળ-ભોગથી હિંસા કરનારો બચી શકતો નથી. પુણ્યોના ફળ સ્વરૂપ સુખોને ભોગવતો તે કૃત – હિંસાના કારણે, તેનું આયુષ્ય ઓછું થઈ જાય છે. જેનાથી (દુઃખના બદલામાં) સુખ ભોગવવાના સમયમાં કાપ મૂકાઈ જાય છે. માટે કોઈ પણ પ્રકારથી હિંસા આદિનાં ફળોથી નથી બચી શકાતું. કર્મફળની આ અટલ તથા સુવ્યવસ્થાને સમજીને યોગીએ યમનિયમનું પાલન પૂર્ણ રીતે કરવું જોઈએ અને વિતર્ક-જાળથી સર્વદા તથા સવેથા સાવધાન રહેવું જોઈએ. ૩૪ નોંધ - (૧) જોકે યોગાંગોમાં વિરુદ્ધ ભાવોને વિતર્ક કહ્યા છે. તેમનામાં હિંસા, અસત્ય, ચોરી આદિ અનેક યોગ વિરોધી વિતર્ક છે. પરંતુ જેમ બધા જ યમોનું મૂળ અહિંસા છે, તે જ પ્રકારે બધા જ વિતર્કોનું મૂળ હિંસા છે. એટલા માટે ભાષ્યકારે અહીં હિંસાની જ વિવેચના કરી છે. (૨) “નિયમ'થી અભિપ્રાય છે – જેમ કોઈ માછીમાર એમ કહે કે હું માછલીને જ ૨૦૦
યોગદર્શન
For Private and Personal Use Only