________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરંતુ તે વખતે એવી અનુભૂતિ થાય છે કે ચિત્ત બહુ મોટું છે. (૨) (ક) વિરક્ત યોગીઓના ચરિત્રના ચિંતનથી પણ સાધકના ચિત્તમાં વિરક્તિના ભાવો જાગૃત થઈ જાય છે કે હું પણ તેવો જ શાન્ત અને વિરક્ત બનું. (ખ) મુમુક્ષુ સાધક સાંસારિક વિપયોથી વિરક્તિ માટે કેવા પ્રકારનું ચિંતન કરે.. તેનું વિવેચન કરતાં મહર્ષિ મનુ કહે છે – (જાઓ શ્લોક મનુસ્મૃતિ. ૬-૬૧-૬૩) – અર્થાત્ મુમુક્ષજન (મોક્ષની ઈચ્છાવાળો) સંસારમાં દુષ્કર્મોના કારણે પ્રાપ્ત મનુષ્યોની ખરાબ ગતિઓમાં કષ્ટ ભોગવવું, મૃત્યુ વખતે થતી પીડાઓ પ્રિયજનોના વિયોગથી તથા શત્રુઓના સંયોગથી થતાં દુઃખ, વૃદ્ધાવસ્થામાં વિભિન્ન રોગોની પીડાઓ, શરીરને છોડવું, પછી ફરીથી ગર્ભસ્થ થવું, અને વિભિન્ન યોનિઓમાં (જન્મ-જન્માંતરોમાં) થતાં જીવોનાં દુઃખો પર નિરંતર ચિંતન કરીને, તેમનાથી મુક્ત કરનારાંયોગ શાસ્ત્રોક્ત ઉપાયો પર ચાલવાનો સદા પ્રયત્ન કરે.
स्वप्ननिद्राज्ञानालम्बनं वा ॥३८॥ સૂત્રાર્થ - (વા) અથવા... “જેમ સ્વપ્ન અવસ્થામાં ચિત્ત જ્ઞાન સ્વરૂપ થઈને પૂર્વાનુભૂત સંસ્કારોને યથાવત્ જોવે છે તથા નિદ્રા અર્થાત્ સુપુતિમાં આનંદ સ્વરૂપ જ્ઞાનવાન ચિત્ત થાય છે. એવું જ જાગૃત અવસ્થામાં જ્યારે યોગી ધ્યાન કરે છે. આ પ્રકારના આલંબનથી ત્યારે યોગીનું ચિત્ત સ્થિર થઈ જાય છે.” (હુગલી શાસ્ત્રાર્થ પ્રતિમાપૂજન વિચારમાંથી) ભાપ્ય અનુવાદ – અથવા સ્વપ્નજ્ઞાનનું આલંબન તથા નિદ્રાજ્ઞાનનું આલંબન કરનારા તદાકાર યોગીનું ચિત્ત સ્થિરતાને પ્રાપ્ત કરે છે. ભાવાર્થ-સૂત્રાર્થતથા ભાણ અનુવાદથી સ્પષ્ટ છે કે સૂત્રસ્થ “જ્ઞાન” શબ્દનો સંબંધ સ્વપ્ન અને નિદ્રા બંનેથી છે. નિદ્રા શબ્દથી અહીં સુષુપ્તિ દશાનું ગ્રહણ કર્યું છે. જોકે નિદ્રા એક તામસદશા હોવાથી ચિત્તની એક ત્યાજયવૃત્તિ છે, તેમ છતાં અહીંયા તેનું ગ્રહણ સાત્ત્વિક નિદ્રાથી છે. જયારે કોઈ સૂઈને ઊઠયા પછી એ અનુભૂતિ કરે છે કે “હું સુખપૂર્વક સૂતો' ત્યારે ચિત્તને એકાગ્ર કરવામાં નિદ્રાજ્ઞાન સહાયક થાય છે. કારણ કે તે સમયે તમોગુણ પ્રધાન નિદ્રામાં સત્ત્વગુણની માત્રા (અંશ) પણ અવશ્ય હોય છે. નહીંતર કોઈ જ્ઞાન ન થઈ શકે.
એ જ પ્રમાણે સ્વપ્નજ્ઞાનથી અભિપ્રાય એવાં સ્વપ્નોથી છે કે જે વાસનામૂલક ન હોતાં ચિત્તને પ્રસન્ન કરનારાં હોય, જેને નિરંતર જોવાની ઉત્કંઠા બની જ રહે છે. આ પ્રકારનાં સ્વપ્નોમાં પ્રાકૃતિક રમણીય દશ્ય, વિરક્ત શાન્ત સાધુઓના આશ્રમ તથા ત્યાં રહેનારા સાધુઓનો સુખદ સંપર્ક, તેમનો શિક્ષણપ્રદ ઉપદેશ આદિનું જોવું હોઈ શકે છે. આ દશામાં પણ ચિત્ત એકાગ્ર થાય છે. આ પ્રકારનાં સ્વપ્નો તથા નિદ્રા દશાનું સ્મરણ તથા ચિંતન મનને એકાગ્ર કરવામાં સહાયક થાય છે. ૩૮
યોગદર્શન
૧૦૨
For Private and Personal Use Only