________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પ્રસરેલી) છે = આધારરૂપથી સ્થિત છે. જે વસ્તુ અવિદ્યાથી મારૂતિ = પ્રસ્તુત = પ્રતિભાસિત કરવામાં આવે છે, અસ્મિતા આદિ ક્લેશ તે જ વસ્તુનું અનુશેતે= અનુગમન કરીને પ્રવૃત્ત થઈ જાય છે. કેમ કે વિપક્ષપ્રાન્ત = મિથ્યાજ્ઞાનના સમયમાં જ બધા લેશો ઉપલબ્ધ થાય છે. અને અવિદ્યાનો નાશ (ક્ષીણ) થતાંની સાથે જ નાશ થઈ જાય છે. ભાવાર્થ – આ સૂત્રમાં અવિદ્યાને બધા લેશોનું મૂળ કારણ બતાવી છે. અને એ લેશોની ચાર અવસ્થાઓ બતાવવામાં આવી છે. તેમનું ક્રમશઃ વર્ણન આ પ્રકારે કરવામાં આવ્યું છે – (૧) પ્રસુખ દશા-જયારે આ ક્લેશ પોતાનું કાર્ય નથી કરતા, ફક્ત ચિત્તમાં સંસ્કારરૂપમાં સૂતેલા પડી રહે છે, ત્યારે તેમની પ્રસુખ દશા કહેવાય છે. જેમ કે બીજમાં અંકુરિત (ઊગવાની)થવાની શક્તિ હોય છે, પરંતુ ઉચિત (યોગ્ય) સ્થાન અને કારણ ન હોવાથી બીજ ઊગતું નથી. તે જ રીતે જયારે ક્લેશ સહાયક કારણ અથવા આલંબનના અભાવમાં શક્તિરૂપમાં જ પડી રહે છે, પોતાનું કાર્ય નથી કરી શકતા ત્યારે તે તેની પ્રસુખ દશા કહેવાય છે. સહયોગી આલંબનને મેળવીને આ જાગી જાય છે = કાર્યરત થઈ જાય છે, ત્યારે તેમની પ્રસુખ દશા ન થઈને ઉદાર દશા થાય છે. જેમ બળેલું બીજ અંકુરિત નથી થતું, કેમ કે તેની શક્તિ ક્ષીણ (નાશ) થઈ જાય છે તે જ રીતે જે યોગી વિવેકખ્યાતિ મેળ વીને લેશોને દગ્ધબીજ (બળેલા બીજ)ની જેમ કરી દે છે, તેના ક્લેશ આલંબન-સહાયક કારણ હોવા છતાં પણ કાર્યરત નથી થતા. એવો ક્ષીણ ક્ષેશવાળો પુરુષ મોક્ષનો અધિકારી થઈ જાય છે. તેનો ભવિષ્યમાં જન્મ-મરણ પ્રવાહ વિચ્છિન્ન થવાથી તે તેનું છેલું શરીર જ હોય છે. (૨) તન-દશા -જેમ સુથાર (તક્ષક) લાકડાને છોલી-છોલીને સૂક્ષ્મ અથવા નિર્બળ કરી દે છે, તે જ રીતે જયારે સાધક લેશોને ક્રિયાયોગ આદિ દ્વારા એટલા બધા દુર્બળ બનાવી દે છે કે તે સહાયક કારણના ઉપસ્થિત થવા છતાં પણ કાર્યરત નથી થઈ શકતા, આ ક્લેશોની તન-દશા છે. પરંતુ તેનુદશામાં પણ આ ક્લેશ કોઈ પ્રબળ આલંબન થવાથી જાગૃત થઈ શકે છે. માટે સાધકે આ વાતનું સદા ધ્યાન રાખવું જોઈએ. અપરિપકવ સાધકને તો આ લેશો પોતાની જાળમાં ફસાવી દે છે. અને સતાવતા-ડરાવતા રહે છે. (૩) વિચ્છિન્ન દશા - જયારે સજાતીય અથવા વિજાતીય સંસ્કારોથી ક્લેશ અભિભૂત=દબાયેલા રહે છે ત્યારે લેશોની વિચ્છિન્ન દશા હોય છે. જેમ કે જયારે રાગ (ક્લેશ) ઊભરે છે, ત્યારે ક્રોધ દ્વિપ) ક્લેશ દબાઈ જાય છે. અથવા જયારે ક્રોધ ઊભરે છે ત્યારે રાગ દબાઈ જાય છે. જે ક્લેશ ઊભરે છે તે ઉદાર દશા હોય છે. અને જે દબાય છે તે વિચ્છિન્ન દશામાં હોય છે. આ વિજાતીય સંસ્કારનું ઉદાહરણ છે. સજાતીય (સંસ્કાર)નું ઉદાહરણ આ છે - જેમ કે ચૈત્ર કોઈ એક સ્ત્રીમાં રાગવાળો છે, તે જ વખતે તે બીજી સ્ત્રીઓમાં રાગ વગરનો નથી હોતો પરંતુ તેની બીજી સ્ત્રીઓ પ્રત્યે રાગ દબાયેલો રહે છે. ૧૨૬
યોગદર્શન
For Private and Personal Use Only