________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને આલીશાન ભવનોના નિર્માણ કરાવવા વગેરે પરિગ્રહ (સંગ્રહ) વૃત્તિનો જ પરિચાયક છે. યોગાભ્યાસી પુરુષે પરિગ્રહ વૃત્તિનો પણ સર્વથા પરિત્યાગ કરી દેવો જોઈએ. ૩૦ના નોંધ - આઠ પ્રકારનાં મૈથુન નીચે પ્રમાણે છે – (૧) દર્શન (૨) સ્પર્શન (૩) એકાંત સેવન (૪) ભાષણ (૫) વિષય કથા (૬) પરસ્પર ક્રિીડા (૭) વિષયનું ધ્યાન અને (૮) સંગ આ આઠ પ્રકારનાં મૈથુનથી જુદા રહેવું.
(સ.પ્ર. ત્રીજો સમુલ્લાસ) હવે - તે અહિંસા આદિ પાંચ યમ તો - जातिदेशकालसमयानविच्छिन्नाः सार्वभौमा महाव्रतम्॥३॥ સૂત્રાર્થ - તે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ યમ (જ્ઞાતિ-ફ્લેશ-17-સમયાવચ્છિના :) ગતિ = પશુ, પક્ષી, મનુષ્ય આદિ, રેશ = સ્થાન - વિશેષ, ઋત્તિ = તિથિ વગેરે અને સમય = શિષ્ટ - પરંપરા અર્થાત્ કર્તવ્યોની સીમાઓથી મનવાંછન ન બંધાયેલા અર્થાત સર્વત્ર, સર્વદા તથા સર્વથા કરવા યોગ્ય (સર્વિમૌન:) સર્વત્ર પ્રસિદ્ધ અથવા ભૂમિ પર રહેનારા બધા જ મનુષ્યોને માટે હિતકર (મદાવ્રતમ્) મહાન = શ્રેષ્ઠતમ વ્રત = કર્તવ્ય છે. ભાપ્ય અનુવાદ-તે જાતિ વગેરે ચાર સીમાઓથી બંધાયેલા યમોમાંથી જાતિની સીમાથી બંધાયેલી અહિંસા એ છે કે જેમ-માછલી પકડનાર માછીમારની, માછલીઓની જ હિંસા કરીશ, બીજા જીવોની નહીં. આ અહિંસા જ દેશ વિદેશ (સ્થાન વિશેષ)થી બંધાયેલી આ પ્રકારે છે જેમ કે – તીર્થ = પવિત્ર યજ્ઞ આદિ કરવાના સ્થાન પર અથવા જીવોને દુઃખરૂપ અવિદ્યાથી છોડાવીને વિદ્યા પ્રાપ્ત કરાવનારા પવિત્ર ગુરૂકુળોમાં મારીશ નહી. આ અહિંસા દેશવિશેષની સીમાથી બંધાયેલી છે. તે જ અહિંસા કાળ-વિશેષની સીમાથી બંધાયેલી હોય છે, જેમ કે - ચૌદશની તિથિમાં અથવા કોઈ બીજા પવિત્ર દિવસે હું જીવ હત્યા કરીશ નહીં. આ સંકલ્પથી પ્રકટિત અહિંસા કાલવિશેષથી બંધાયેલી છે. અને એ જ અહિંસા જાતિ આદિ ઉપરોક્ત ત્રણે સીમાઓથી ૩પ૨ત = રહિત વ્યક્તિની સમય= શિષ્ટ પરંપરા, પ્રતિજ્ઞા કર્તવ્યની સીમાથી પણ બંધાયેલી હોય છે. જેમ કે – ટેવ = આચાર્ય, માતા, પિતા આદિ અને બ્રાહી: = વ્ર = વેદ – વિદ્યાના વિદ્વાનને માટે મારીશ, અર્થાત્ દેવ-બ્રાહ્મણની રક્ષા માટે પ્રાણીઓની હત્યા કરીશ, બીજા કોઈ પ્રયોજનથી જીવ હત્યા કરીશ નહીં. અહીં સમયાવચ્છિન્ન અહિંસાનું દષ્ટાંત આપવામાં આવે છે – જેમ કે – ક્ષત્રિયોને યુદ્ધમાં જ હિંસા યોગ્ય હોય છે. યુદ્ધથી બીજે નહીં. આ અહિંસા સમય = શિષ્ટ, પરંપરા અથવા આચાર - પરંપરાથી બંધાયેલી છે.
આ જાતિ, દેશ, કાળ, સમયોની (નવચ્છિના) સીમાઓથી ન બંધાયેલી હોઈ, અહિંસા આદિ પાંચેય યમોનું સર્વથ = બધા પ્રકારથી પાલન કરવું જોઈએ.
૧૯૦
યોગદર્શન
For Private and Personal Use Only