________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્મચર્યમાં જાતિ આદિનું બંધન - જેમ કે - ગુરુકુળ આદિમાં બ્રહ્મચર્યનું પાલન કરીશ, અન્યત્ર કામચાર છે. આ દેશકૃત બંધન છે. અમાસ આદિ પર્વો પર બ્રહ્મચર્યનું પાલન કરીશ,અન્યત્ર ઈચ્છા મુજબ. આ કાળકૃત બંધન છે. ગાય આદિ પશુઓની હત્યા બંધ થતાં સુધી બ્રહ્મચર્યનું પાલન કરીશ, અન્યત્ર કામચાર છે, આ જાતિકૃત બંધન છે. એ જ પ્રમાણે વિદ્યા સમાપ્ત થતાં સુધી બ્રહ્મચર્યનું પાલન કરીશ, ત્યારપછી કામચાર છે. આ સમયકૃત બંધન છે. અપરિગ્રહમાં જાતિ આદિનું બંધન – હું બ્રાહ્મણના દ્રવ્યનો પરિગ્રહ નહી કરું, અન્યત્ર ઈચ્છા મુજબ, આ જાતિકૃત બંધન છે. ગુરૂકુળ આદિ તીર્થ સ્થાનો પર પરિગ્રહ-વૃત્તિનો પરિત્યાગ કરીશ, આ દેશકૃત બંધન છે. અમાસ આદિ પર્વો પર પરિગ્રહ નહીં કરું, આ કાળકૃત બંધન છે. ગૃહસ્થાશ્રમને છોડીને અન્ય આશ્રમોમાં પરિગ્રહ નહી કરું. ઈત્યાદિ જાતિ આદિની સીમાઓ (બંધનો)થી યમોને સીમિત કરવા આ વ્રતોનો ભંગ કરવા સમાન જ છે. માટે આ બધી જ સીમાઓથી ઉપર જઈને યોગીએ અહિંસા આદિ મહાવ્રતોનું સર્વદા, સર્વથા પાલન કરવું જોઈએ. ૩૧ નોંધ - ૧. “તીર્થ' શબ્દથી ગંગા વગેરે નદીઓનું ગ્રહણ નથી “સમાનતીર્થે વાત (મ. ૪/૪/૧૦૭) સૂત્ર પ્રમાણે વિદ્યપદા ગુરુજન અથવા ગુરુકુળ આદિ અર્થ જ યોગ્ય છે. એટલા માટે એક ગુરુથી શીખનારાને તીર્થ' કહે છે. “તીર્થ' શબ્દનો અર્થ સ્પષ્ટ કરતાં મહર્ષિ દયાનંદ લખે છે કે - (ક) તરત પેન યત્રવા તત્તીર્થના ગુર્યજ્ઞ: પુરુષાર્થો મંત્રી નતાશવા (ઉણાદિ. ર૭) (ખ) વેદ આદિ શાસો ભણાવનાર જે આચાર્ય છે - તેનું, વેદ આદિ શાસો, તથા માતા-પિતા અને અતિથિનું નામ પણ તીર્થ છે. કેમ કે તેમની સેવા કરવાથી જીવાત્મા શુદ્ધ (પવિત્ર) થઈને દુઃખોથી પાર થઈ જાય છે. (ઋ. ભૂ. ગ્રંથપ્રામાણ્યા.) ૨. અહીં ‘સમય’ શબ્દ કાળવાચી નથી કેમ કે સમય તથા કાળ બંને પર્યાયવાચી શબ્દોને વાંચવામાં પુનરૂક્તિ દોષ આવે છે. માટે અહીં આ શબ્દનો બીજો અર્થ પ્રતિજ્ઞા, નિયમ આદિ જ લવો યોગ્ય છે. ૩. જોકે વ્યાસ-ભાયમાં અહિંસાનાં જ જાતિ આદિ સીમાઓથી બંધાવાનાં ઉદાહરણો આપ્યાં છે. પરંતુ એ જ પ્રકારે બીજા યમોનાં પણ ઉદાહરણ સમજવાં જોઈએ. ૪. આ વ્યાસ-ભાષ્યમાં એ માન્યતાનું પણ ખંડન થઈ જાય છે કે “વૈછિી હિંસા fહંસા રમવતિ | હિંસા એ તો હિંસા જ છે, ભલે તે ગમે તે પ્રકારની હોય. સાધક યોગીને બધા જ પ્રકારની હિંસાથી બચવું જોઈએ. પ. “સાર્વભૌમ' શબ્દથી વિદિત તથા નિમિત્ત આદિ અર્થોમાં અ. પ/૧/૪૧ તથા ૪૩ સૂત્રોમાં મન્ પ્રત્યય થાય છે. સર્વાપુ પૂમિષ (નાત્યાત્રિક્ષTIT) વિતા: સાર્વભૌમ : |
૧૯૨
યોગદર્શન
For Private and Personal Use Only