________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शोचसंतोषतपः स्वाध्यायेश्वरप्रणिधानानि नियमाः॥३२॥ સૂત્રાર્થ -“પહેલો શૌચ) અર્થાત્ પવિત્રતા કરવી, તે પણ બે પ્રકારની છે. એક અંદરની અને બીજી બહારની. અંદરની શુદ્ધિ ધર્મનું આચરણ, સત્ય બોલવું, વિદ્યાનો અભ્યાસ, સત્સંગ કરવો વગેરે શુભગુણોના આચરણથી થાય છે અને બહારની પવિત્રતા જળ વગેરેથી શરીર, સ્થાન, માર્ગ, વસ્ત્ર, ભોજન, ખાવું-પીવું વગેરે શુદ્ધ કરવાથી થાય છે. બીજો સંતોષ) જે સદા ધર્મ અનુષ્ઠાનથી અત્યંત પુરુષાર્થ કરીને પ્રસન્ન રહેવું અને દુ:ખમાં શોકાતુર ન થવું. પરંતુ આળસનું નામ સંતોષ નથી. ત્રીજો (તપ:) છે. જેમ કેસોનાને અગ્નિમાં તપાવીને નિર્મળ કરી દઈએ છીએ. તે જ રીતે આત્મા અને મનને ધર્મના આચરણ અને શુભ ગુણોના આચરણરૂપ તપથી નિર્મળ કરી દેવું. ચોથો (વાવ) અર્થાત્ મોક્ષવિદ્યા-વિધાયક વેદશાસ્ત્રનું ભણવું-ભણાવવું અને કારના વિચારથી ઈશ્વરનો નિશ્ચય કરવો, કરાવવો અને પાંચમો (રૂંવર - પ્રધાનમ) અર્થાત્ બધું જ સામર્થ્ય, બધા ગુણ, પ્રાણ, આત્મા અને મનનું પ્રેમભાવથી આત્મા આદિ સત્ય દ્રવ્યોનું ઈશ્વરને માટે સમર્પણ કરવું. આ પાંચ નિયમ પણ ઉપાસનાનું બીજુ અંગ છે.”
(ઋ. ભૂ. ઉપાસના) “(શૌર) અર્થાત્ સ્નાન આદિથી પવિત્રતા (સન્તોષ) સમ્યફ પ્રસન્ન થઈને ઉદ્યમ રહિત રહેવું એ સંતોષ નથી પરંતુ પુરુષાર્થ જેટલો થઈ શકે તેટલો કરવો, હાનિ-લાભમાં હર્ષ તથા શોક ન કરવો. (તા) અર્થાત્ દુઃખના સેવનથી પણ ધર્મયુક્ત કર્મોનું અનુષ્ઠાન કરવું, (સ્વાધ્યાય) ભણવું-ભણાવવું, (રવર-prળથાન) ઈશ્વરની ભક્તિ-વિશેષમાં આત્માને અર્પિત રાખવો, આ પાંચ નિયમ કહેવાય છે. યમો વિના ફક્ત આ નિયમોનું સેવન ન કરીએ, પરંતુ એ બંનેનું સેવન કર્યા કરીએ. જે યમોનું સેવન છોડીને ફક્ત નિયમોનું સેવન કરે છે, તે ઉન્નતિને પ્રાપ્ત નથી થતો પરંતુ અધોગતિ અર્થાત્ સંસારમાં પડેલો રહે છે.”
| (સ.પ્ર. ત્રીજો સમુલાસ) અને તેમની સાથે પાંચ નિયમ અર્થાત્ (શૌચ) બહાર-અંદરથી પવિત્ર રહેવું, (સન્તોષ) પુરુષાર્થ કરતા રહેવું અને હાનિ-લાભમાં પ્રસન્ન તથા અપ્રસન્ન ન રહેવું, (તપ:) સદા પક્ષપાત રહિત ન્યાયરૂપ ધર્મનું સેવન, પ્રાણાયામ આદિ યોગાભ્યાસ કરવો. (સ્વાધ્યાય) સદા પ્રણવનો જપ અર્થાત મનમાં ચિંતન તથા તેના અર્થ-ઈશ્વરનો વિચાર કરતાં રહેવું. (ફુવર-yfmધન) અર્થાતુ પોતાના આત્માને વેદોક્ત પરમેશ્વરની આજ્ઞામાં સમર્પિત કરીને, પરમાનંદ પરમેશ્વરના સુખને જીવતાં ભોગવીને, શરીર છોડીને સર્વાનંદયુક્ત મોક્ષને પ્રાપ્ત કરવો, સંન્યાસીઓનાં મુખ્ય કર્મ છે.
(સં. વિ. સંન્યાસ) ભાષ્ય અનુવાદ- શિવ) એ પાંચ નિયમોમાં શૌચ (પવિત્રતા) નિયમ બે પ્રકારના હોય છે - બાહ્ય તથા આંતરિક. એમાં બાહ્ય શૌચ (પવિત્રતા)=શુદ્ધતા માટી, પાણી આદિના સંયોગથી થાય છે. અને મેળ-વિત્ર 1ષ્યવદર = ખાદ્ય પદાર્થોને ખાવા અને અમેધ્ય
૧૯૩
સાધન પાદ
For Private and Personal Use Only