________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वितर्कबाधने प्रतिप्रक्षभावनम् ॥३३॥ સૂત્રાર્થ - આ યમ નિયમોનાં અનુષ્ઠાન કરનાર યોગીને જે વિતવાધને) હિંસા આદિ વિતર્ક-યોગવિરોધીભાવનાઓ બાધક બનવા લાગે, તેમને રોકવામાં પ્રતિપક્ષ-વન) વિતર્કોના વિરોધી વિચારોને જાગ્રત કરવા જોઈએ. ભાપ્ય અનુવાદ – જયારે આ બીલ્લા = યોગીને હિંસા આદિ (આદિ શબ્દથી મિથ્યાભાષણ આદિ) વિત = વિરૂદ્ધ વૃત્તિઓ ઉત્પન્ન થવા લાગે, જેમ કે હું અપાર = અહિત કરનારાને મારી નાખીશ, એ અપકારીના વિષયમાં જૂઠું પણ બોલીશ, તેનું ધન પણ લઈ લઈશ, તેની પત્નીમાં પણ વ્યક્રવાર == દુરાચાર કરનારો બનીશ, તેના એકઠા કરેલા ધનનો સ્વામી થઈ જઈશ, પોતાનો અધિકાર કરી લઈશ. આ પ્રકારે વિપરીત માર્ગ તરફ લઈ જનારા ઘણાં પ્રબળ વિતત્ત્વરેજ = હિંસા આદિ રોગથી પીડિત થતો યોગી તત્વતિપક્ષ =તે વિતર્કોના વિરોધી ભાવોને પ્રબુદ્ધ (જાગ્રત) કરે, કે ભયંકર સંસારરૂપી અંગારોમાં શેકાઈ જતા મારા દ્વારા અર્થાત્ સંસારના દુઃખોથી સંતપ્ત થઈને મેં બધા જ જીવોને અભયદાન આપવાની ભાવનાથી યોગધર્મનું શરણ લીધુ હતું અને તે જ હું હવે યોગમાર્ગને છોડીને ફરીથી તે હિંસા આદિ વિતર્કોને (યોગ-વિરોધી ભાવોને) ગ્રહણ કરતો શ્વવૃત્તેન તુલ્ય: = કૂતરાની વૃત્તિની સમાન થઈ ગયો છું. જેમ કૂતરું પોતાનાં ઉલ્ટી કરેલાં વમનને સ્વયં ફરીથી ચાટી લે છે, તે જ રીતે છોડેલા વિતર્ક આદિને ફરીથી ગ્રહણ કરનારો હું થઈ ગયો છું. આ પ્રકારે વિતર્ક આદિ ભાવોને રોકવાને માટે વિતર્ક વિરોધી ભાવોને જાગ્રત કરે. આ જ પ્રકારે સુત્રાન્તરો= યમ નિયમથી ભિન્ન=આસન આદિનાં પ્રતિપાદક સૂત્રોમાં પણ વિતર્ક વિરોધી ભાવનાઓને કરવી જોઈએ. ભાવાર્થ-યોગાભ્યાસી જયારે યોગનાં યમ નિયમ આદિ અંગોનું અનુષ્ઠાન કરવા લાગે છે ત્યારે વિતર્ક આદિ (હિંસા આદિ) ના ભાવ વિનરૂપમાં ઉપસ્થિત થઈને યમ નિયમ આદિના પાલન કરવામાં બાધક બની જાય છે. જેમ કે યમોની વિરૂદ્ધ હિંસા, જૂઠ, ચોરી, બ્રહ્મચર્યનો અભાવ અને પરિગ્રહ વૃત્તિ તથા નિયમોની વિરૂદ્ધ અપવિત્રતા, અસંતોષ અસહનશીલતા, સ્વાધ્યાયમાં આળસ આદિના કારણે ન કરવો અને ઈશ્વરથી વિમુખ થવું વગેરે. જયારે કોઈ, યોગીની કોઈ પ્રકારની હાનિ કરી દે છે, ત્યારે યોગીના મનમાં એવો ભાવ થવાનો અવસર પ્રાપ્ત થાય છે કે હું નુકશાન કરનાર પુરુષને મારી નાંખીશ, તેનાથી બદલો લેવા માટે જવું પણ બોલીશ, તેની સંપત્તિ ચોરી લરીશ, તેની સંપત્તિ પર અધિકાર કરીને તેનો સ્વામી બની જઈશ, અને એ અપકારકને નીચો પાડવા માટે તેની પત્નીને પણ ધર્મ ભ્રષ્ટ કરીશ. નિયમોના અંતર્ગત શૌચ-સંતોષ આદિ પણ બધું દેખાવ કરવાને માટે છે. હું અપકાર કરનારાથી બદલો અવશ્ય લઈશ.
આ પ્રકારના પ્રબળ હિંસા આદિના ભાવયોગાભ્યાસની સામે વિકટ સ્થિતિ પેદા
સાધન પાદ
૧૯૭
For Private and Personal Use Only