________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વષિ = બધી જ અવસ્થાઓ અને સર્વવિષયેષુ = બધા જ પ્રકારના વિષયો યજ્ઞ આદિમાં બધા પ્રકારથી જ જેમનો મવાર = અનિયમિતતા =સ્મલન = ભંગ = કોઈ પણ વિષયમાં નથી દેખાયો, એવા સર્વપૌમ =(સર્વભૂમિપુવતિ :) સર્વત્ર પ્રસિદ્ધ અથવા (સર્વમૂત્તિન) ભૂમિ પર રહેનારા બધા જ મનુષ્યોને માટે હિતકારી મહાવત = બધાથી મહાન કર્તવ્યધર્મ કહેવામાં આવ્યો છે. ભાવાર્થ - આ સૂત્રમાં અહિંસા આદિ પાંચ યમોને સાર્વભૌમ મહાવ્રત કહ્યાં છે. માટે યોગાભ્યાસીએ આયમોનું પાલન સર્વદા, સર્વથા તથા યાવત્ જીવન જીવતાં સુધી) કરવું જોઈએ. પરંતુ આ વ્રતોના પાલન કરવામાં અનેક બાધાઓનું આવવું સંભવ છે. શું બાધાઓ આવતાં આ મહાવ્રતોને છોડી દેવા જોઈએ સૂત્રકારે એમાં બિલકુલ નિશ્ચયાત્મક નિર્ણય આપ્યો છે કે યોગીને માટે આ વ્રતોના પાલન કરવામાં કઈ કઈ મુશ્કેલીઓ આવી શકે છે, તેમને જાતિ, દેશ, કાળ અને સમય=નિયમના કારણે ચાર ભાગોમાં વહેંચ્યો છે. અહિંસાનું પાલન કરવામાં જાતિ આદિના કારણે કઈ કઈ મુશ્કેલીઓ આવી શકે છે? તેનો નિર્દેશ વ્યાસ-ભાગ્યમાં ઉદાહરણ સાથે કરી દીધો છે. એ જ પ્રકારે સત્ય આદિના પાલનમાં પણ સમજવું જોઈએ. જેમ કે – સત્યમાં જાતિનું બંધન - કોઈક મનુષ્ય અથવા ગાય વગેરે પશુનું રક્ષણ જો અસત્ય બોલવાથી થતું હોય તો અસત્ય બોલીશ, તેનાથી બીજે નહિ બોલું. અહીં સત્ય ભાષણ (બોલવામાં)માં જાતિનું બંધન બાધક છે. સત્યમાં દેશનું બંધન - ગુરૂકુળ આદિ તીર્થસ્થાનોમાં સત્ય બોલીશ, બીજે ઇચ્છા મુજબ બોલીશ. ન્યાયાલય (કોટ) કચેરી વગેરે રાજકીય કાર્યોમાં અસત્ય બોલવાથી જો કાર્ય સિદ્ધ થતું હશે તો અસત્ય પણ બોલીશ. આ સત્ય બોલવામાં દેશનું બંધન છે. સત્યમાં કાળનું બંધન - અમાસ આદિ પર્વોમાં સત્ય જ બોલીશ. અન્યત્ર ઈચ્છા મુજબ. આ સત્યભાષણમાં કાળનું બંધન છે. સત્યમાં સમયનું બંધન -પ્રતિજ્ઞા, શપથ અથવા વ્રત આદિના અનુષ્ઠાનના સમયે એવું પ્રણ (વચન) લેવાય છે કે હું અમુક વ્રતનું પાલન કરતાં સુધી અસત્ય નહીં બોલું. અન્યત્ર ઈચ્છા મુજબ. અથવા ઉપાસના આદિના સમય સુધી સત્ય જ બોલીશ, ઈત્યાદિ નિયમ, પ્રતિજ્ઞા આદિનું સત્ય ભાષણમાં સમયકૃત બંધન હોય છે. અસ્તેયમાં જાતિ બંધન - વિદ્વાન બ્રાહ્મણને ઘેર ચોરી નહી કરું, અન્યત્ર ઈચ્છા મુજબ. આ જાતિકૃત બંધન છે. અસ્તેયમાં દેશ બંધન - ગુરૂકુળ આદિ તીર્થ સ્થાનોમાં ચોરી નહી કરું, અન્યથા ઈચ્છા મુજબ. આ દેશકૃત બંધન છે. અસ્તેયમાં કાળનું બંધન - અમાસ આદિ પર્વોના દિવસે ચોરી નહી કરું. અથવા આપત્કાલીન દશાને છોડીને ચોરી નહી કરું. ઈત્યાદિ કાલકૃત બંધન છે. અસ્તેયમાં સમય-બંધન - આ પણ સત્ય અને અહિંસા પ્રમાણે સમજવું જોઈએ.
સાધન પાદ
૧૯૧
For Private and Personal Use Only