________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પ્રકારે છે. (૧) અહિંસા - બધા પ્રકારથી બધા કાળોમાં પ્રાણીમાત્રને દુઃખ ન આપવું અહિંસા છે. કોઈ પ્રાણી પ્રત્યે દ્રોહ કરવો, ઈર્ષા કરવી, ક્રોધ કરવો આદિ સમસ્ત વ્યવહાર હિંસામૂલક હોય છે. હિંસામાં રત પુરુષને કયારેય પણ શાન્તિ નથી મળી શકતી. . જેમ કે મહર્ષિ મનુ એ કહ્યું છે -
नहिं वैरेण वैराणि प्रशाम्यन्ति कदाचन । વેરભાવના રાખવાથી વેરભાવના કદી શાન્ત નથી થઈ શકતી અને વેરભાવના માનસિક અશાન્તિનું મૂળ છે. એટલા માટે યોગાભ્યાસીને માટે હિંસાવૃત્તિનો પરિત્યાગ કરવો પરમ આવશ્યક છે. અને એતદર્થ યોગી પુરુષને (યો. ૧/૩૩) સૂત્ર અનુસાર સુખી પ્રત્યે મિત્રતા, દુઃખી પ્રત્યે કરુણા, પુણ્યવાન પ્રત્યે પ્રસન્નતા તથા પાપી પ્રત્યે ઉપેક્ષાભાવ રાખીને ચિત્તને નિર્મળ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. (૨) સત્ય-જેવું જોયું, સાંભળ્યું તથા જાણ્યું હોય, તેવો જ મન અને વાણીનો વ્યવહાર સત્ય કહેવાય છે. બીજાઓ માટે એવી વાણી કદી ન બોલવી કે જેમાં છળ-કપટ હોય, ભ્રમ પેદા થતો હોય, અથવા જેનો કોઈ અભિપ્રાય (અર્થ) ન નીકળતો હોય, એવી વાણી ક્યારેય પણ ન બોલવી, જેનાથી કોઈ પ્રાણીને દુઃખ પહોંચે. બીજાને નુકસાન કરનારી વાણી પાપમયી હોવાથી દુ:ખજનક હોય છે. માટે પરીક્ષા કરીને બધાં પ્રાણીઓનું હિત કરનારી વાણીનો પ્રયોગ કરવો જોઈએ. (૩) અસ્તેય -ચોરી ન કરવી. બીજાની વસ્તુ પર પૂછયા વિના અધિકાર કરવો અથવા શાસ્ત્ર વિરૂદ્ધ ઢંગથી વસ્તુઓનું ગ્રહણ કરવું તેમ=ચોરી કહેવાય છે. બીજાની વસ્તુને ગ્રહણ કરવાની લાલસા પણ ચોરી છે. માટે યોગીએ આ દુપ્રવૃત્તિનો સર્વથા પરિત્યાગ કરવો જોઈએ. (૪) બ્રહ્મચર્ય - કામવાસનાઓને ઉત્તેજિત કરનારાં ખાન-પાન, દશ્ય, શ્રવ્ય, શૃંગાર આદિથી સર્વથા બચતાં રહીને વીર્ય-રક્ષણ કરવું બ્રહ્મચર્ય છે. આ વ્રતનું પાલન કરવું અત્યંત કઠિન કાર્ય છે કેમ કે ઉપસ્થન્દ્રિયનો સંયમ કરવામાં સર્વાધિક સાવધાની અને નિયંત્રણની જરૂરિયાત હોય છે. (૫) અપરિગ્રહ - આ પંચભૌતિક શરીરને માટે જોકે ભૌતિક પદાર્થોની પરમ આવશ્યકતા હોય છે, પરંતુ જયારે મનુષ્ય આ સાધનોને જ સાધ્ય બનાવીને તેમનામાં આસક્ત થઈ જાય છે, ત્યારે લોભ વગેરે વૃત્તિઓ જાગૃત થઈ જાય છે. જેનાથી વશીભૂત થઈને મનુષ્ય અનાવશ્યક પદાર્થોના સંગ્રહમાં જ લાગી જાય છે. ભોગ્ય પદાર્થોનો સંગ્રહ કરવામાં, તેમનું રક્ષણ કરવામાં આસક્ત થવું તથા તેમની પ્રાપ્તિને માટે હિંસા આદિ દોષોમાં પણ પ્રવૃત્તિ જોઈનેયોગી વસ્તુ-સંગ્રહ કરવો છોડી દે છે. તે જ પ્રકારે શરીરની રક્ષાને માટે વસ્ત્રની, ઠંડી ગરમીથી બચવા માટે મકાનની પણ જરૂરિયાત હોય છે. પરંતુ સામાન્ય વસ્ત્રોને છોડીને વિશેષ શણગાર પ્રકટ કરનારાં વસ્ત્રોને ધારણ કરવાં
સાધન પાદ
૧૮૯
For Private and Personal Use Only