________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(અપરિગ્રહો વિષય= સંસારના બંધનના કારણે ધન આદિ ભોગ્ય પદાર્થના મન = સંગ્રહ કરવામાં દોષ, રક્ષણ = સંગ્રહ કરેલાનું રક્ષણ કરવામાં દોષ, ક્ષય = તેમના નાશ થવામાં દોષ, સં = તેમનામાં આસક્ત થવાનો દોષ અને હિંસા = પ્રાણીઓની હિંસા = પીડામાં દોષ દેખાતો હોવાથી એ ભોગ્ય પદાર્થોનો સંગ્રહ ન કરવો એ જ “અપરિગ્રહ છે. આ પ્રકારે એ પાંચ યમ કહેવાય છે. યમોની અપરિહાર્યતા - યમ-નિયમ આદિનું પાલન કરવામાં એ ધ્યાન અવશ્ય રાખવું જોઈએ કે યમો વિના નિયમોનું પાલન કરવું બાહ્ય પ્રદર્શન હોવાથી પતનનું કારણ પણ થઈ શકે છે. માટે યમોનું પાલન નિત્ય કરવું જોઈએ. આ વિષયમાં મહર્ષિ મનુ લખે છે –
यमान् सेवेत सततं न नियमान् केवलान् बुध : । યમન પતત્યો નિયHTન વામનન || (મનુ. ૪/૨૦૪).
“યમો વિના ફક્ત આ નિયમોનું સેવન ન કરીએ, પરંતુ એ બંનેનું સેવન કર્યા કરીએ. જે યમોનું સેવન છોડીને, ફક્ત નિયમોનું સેવન કરે છે તે ઉન્નતિને પ્રાપ્ત નથી થતો, પરંતુ અધોગતિ અર્થાત સંસારમાં પડેલો રહે છે.” (સ.અ.ત્રીજો સમુલ્લાસ) ભાવાર્થ -યોગનાં અંગોમાં પહેલા ગણવામાં આવેલા “યમ” નામના યોગાંગનું વર્ણન આ સૂત્રમાં કર્યું છે. યોગ-માર્ગના પથિકને માટે “યમ” પ્રથમ સોપાન (પગથિયું) છે. જોકે આ પાંચ યમોનો નિર્દેશ સૂત્રકારે અહીં યોગાભ્યાસી માટે કર્યો છે. પરંતુ આગળના સૂત્ર (૨૩૧)માં આ યમોને મહાવ્રત કહ્યાં છે. અને આ યમ જાતિ, દેશ, કાળની સીમાઓથી ન બંધાનારા સર્વમૌન : = પૃથ્વી પર રહેલા બધા જ માનવોની ઉન્નતિનાં મૂળ વ્રત છે. જેમ નદીનો પ્રવાહ બે કિનારાથી સંયત થવાથી માનવ ઉપયોગી બને છે અને અસંયત પ્રવાહ પૂર આદિના રૂપમાં પ્રલયકારી થઈ જાય છે, તે જ પ્રકારે માનવજીવન પણ અસંયત દશામાં ઉફૅખલ, દાનવીય ભાવનાઓનો પુંજ બની જાય છે.
યમ” શબ્દ જોકે શાસ્ત્રીય પારિભાષિક છે તેમ છતાંય પોતાના મૂળ ધાત્વર્થ સાથે લીધેલો છે. વ્યાકરણ અનુસાર “કુરૂપને ધાતુથી “યમ” શબ્દ બને છે જેનો અર્થ એ છે કે પોતાની ચિત્તવૃત્તિઓને બાહ્ય વિષયોથી રોકીને નિયંત્રિત કરવી અને સમાધિ સિદ્ધિ માટે અગ્રસર થવું. આ યમોના મૂળમાં અહિંસા આમેય બધાનું મૂળ છે, જેમ અવિદ્યા બધાં જ લેશોનું મૂળ છે. અહિંસાનો પ્રતિદ્વન્દી શબ્દ હિંસા છે. હિંસામાં મનુષ્ય સ્વાર્થવશ પ્રવૃત્ત થાય છે. તેની પૂર્તિને માટે મિથ્યાભાષણ, ચોરી, પરિગ્રહ આદિ કાર્યોમાં પ્રવૃત્ત થાય છે. હિંસાનું કારણ વેરભાવના છે, તે પણ સ્વાર્થવશ જ થાય છે. માટે સ્વાર્થી વ્યક્તિ યોગી કદી નથી બની શકતો. સ્વાર્થનો પરિત્યાગ કરવો યોગીને માટે પરમ આવશ્યક છે. અહિંસા-પ્રધાન યમોની પુષ્ટિને માટે વ્યાસ મુનિએ કોઈક પ્રાચીન આચાર્યનું વચન સરવલ્વયં બ્રાહ્મળો.' પણ ટાંકયું છે. આ પાંચ યમોનું ટૂંકમાં વિવરણ
યોગદર્શન
૧૮૮
For Private and Personal Use Only