________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થિર કરી શકે છે અને ધારણાના અભ્યાસથી ધ્યાન = ઈશ્વર-ચિંતન કરીને સમાધિદશાને ક્રમશઃ પ્રાપ્ત કરી શકે છે. આ પ્રકારે યોગાગોમાં યોગમાર્ગ પર આગળ વધવાનો ઉત્તરોત્તર એક વિશેષ ક્રમ રાખવામાં આવ્યો છે. અને આ ક્રમથી સ્પષ્ટ છે કે યોગનું ચરમ લક્ષ્ય સમાધિ છે. આક્રમને ધ્યાનમાં રાખીને સૂત્રકારે અંગી સમાધિને પણ અંગોમાં જ પરિગણિત કરી દીધી છે. નહીંતર સમાધિ સિદ્ધિને માટે જ યમનિયમ આદિ અંગોની જરૂરિયાત હોય છે. પછી સમાધિને અંગોમાં ન રાખત. અને સમાધિના પણ જુદા જુદા સ્તર છે. તેમનામાં સાધ્ય, ઉન્નતતમ સ્થિતિને પ્રાપ્ત કરવાને માટે તેનાથી પ્રથમ સ્તર પણ, સાધન છે. માટે યોગાભ્યાસીએ યમ-નિયમ આદિ યોગનાં અંગોની સોપાન પરંપરાનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. પર હવે - તે આઠ અંગોમાં પહેલું યમ છે – (ઉપાસનાનું બીજ).
अहिंसासत्यास्तेयब्रह्मचर्यापरिग्रहा यमाः ॥३०॥ સૂત્રાર્થ -"(તત્રાર્દિસ) તે આઠેય અંગોમાં પહેલો યમ છે, જે પાંચ પ્રકારનો છે-એક બર્દિ.અર્થાત બધા પ્રકારે, બધા કાળમાં, બધાં જ પ્રાણીઓની સાથે વેર છોડીને, પ્રેમ પ્રીતિથી વર્તવું. બીજો (સત્ય) અર્થાત્ જેવું પોતાના જ્ઞાનમાં હોય તેવું જ સત્ય બોલવું, કરવું અને માનવું. ત્રીજો (તેય)અર્થાત્ પદાર્થવાળાની આજ્ઞા વિના કોઈ પદાર્થની ઈચ્છા પણ ન કરવી, આને ચોરીનો ત્યાગ કહે છે. ચોથો (હિ) અર્થાતુ વિદ્યા શીખવાને માટે બાળપણથી લઈને સર્વથા જિતેન્દ્રિય હોવું અને પચ્ચીસમા વર્ષથી લઈને અડતાલીસ વર્ષ સુધીમાં વિવાહ કરવો, પરરવી, વેશ્યા આદિનો ત્યાગ કરવો, સદા ઋતુગામી થવું, વિદ્યાને સારી રીતે શીખીને સદા શીખવતા રહેવું અને ઉપસ્થ ઈદ્રિયને સદાનિયમમાં રાખવી. પાંચમો (અપરિપ્રદ) અર્થાતુવિષય અને અભિમાન આદિ દોષો વગરના થવું. આ પાંચેયનું બરાબર અનુષ્ઠાન કરવાથી ઉપાસનાનું બીજ વાવી શકાય છે.
(ઋ. ભૂ. ઉપાસના). અર્થાત્ ( સા) વેરત્યાગ, (સત્ય) સત્ય માનવું, સત્ય બોલવું અને સત્ય જ કરવું અસ્તેય, અર્થાત મન, વચન, કર્મથી ચોરીનો ત્યાગ (બ્રહ્મચર્ય અર્થાત ઉપસ્થન્દ્રિયનો સંયમ (અપરિપ્રદ) અત્યંત લોલુપતા સ્વત્વ-અભિમાન રહિત થવું, આ પાંચ યમોનું સદા સેવન કરીએ”.
(સ. પ્ર. ત્રીજો સમુલ્લાસ) સર્વદા (f) નિર્વેરતા, (સત્યમ સત્ય બોલવું, સત્ય માનવું, સત્ય કરવું, મિતેવ) મન, કર્મ, વચનથી અન્યાય કરીને પરપદાર્થનું ગ્રહણ ન કરવું, ન કોઈનેય તેમ કરવાનો ઉપદેશ કરવો, (દ્રવિર્ય) સદા જિતેન્દ્રિય=આઠ પ્રકારનાં મૈથુનનો ત્યાગ કરીને વીર્યનું રક્ષણ અને ઉન્નતિ કરીને ચિંરજીવી થઈને સદા બધાનો ઉપકાર કરતા રહેવું, (મરિપ્રદ) અભિમાન આદિ દોષ રહિત, કોઈ સંસારના ધન આદિ પદાર્થોમાં મોહિત થઈને કદી પણ ન ફસવું. આ પાંચ યમોનું
૧૮૬
યોગદર્શન
For Private and Personal Use Only