________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કારણ નવ હોય છે - વ્યાસ-ભાષ્યમાં પ્રસંગાનુસાર નવ પ્રકારનાં કારણોનો ઉલ્લેખ આ શ્લોકમાં કર્યો છે –
उत्पत्तिस्थित्यभिव्यक्तिविकारप्रत्ययाप्तय : ।
वियोगान्यत्वधृतय : कारणं नवधा स्मृतम् ।। ટૂંકમાં એ કારણોની વ્યાખ્યા આ પ્રમાણે સમજવી જોઈએ – (૧) ઉત્પત્તિ કારણ - મન = અંતઃકરણ જ્ઞાનની ઉત્પત્તિમાં કારણ છે. (૨) સ્થિતિ કારણ-મન (અંતઃકરણ)ની સ્થિતિનું કારણ પુરુપનો અર્થ =ભોગ-અપવર્ગ સિદ્ધ કરવાનો એમ જ છે. જેમ - શરીરની સ્થિરતાનું કારણ ભોજન હોય છે. ભોજન વિના શરીરની સ્થિતિ સંભવ નથી. તે જ રીતે પુરુષનું પ્રયોજન સિદ્ધ કરવાને માટે મનની સ્થિતિ હોય છે. પુરુષાર્થ-સિદ્ધિ પછીથી મન પોતાના કારણમાં વિલીન થઈ જાય છે. (૩) અભિવ્યક્તિ કારણ-ઓરડાની અંદર ઘટ આદિ પદાર્થ રાખ્યા છે. પરંતુ અંધકારના કારણે દેખાતા નથી. દીવા આદિના પ્રકાશથી તે પદાર્થોની અભિવ્યક્તિ થઈ જાય છે. માટે રૂપની અભિવ્યક્તિ કારણ પ્રકાશ અને (રૂપનું) જ્ઞાન છે. (૪) વિકાર કારણ - જેમ અગ્નિથી રંધાઈને દાળ-શાક વગેરે ગળી જવાથી વિકારવાળાં થઈ જાય છે. અથવા દહીં અથવા ખટાશના યોગથી દૂધ વિકારવાળું થઈ જાય છે. આમાં અગ્નિ, ખટાશ વગેરે વિકારના કારણ છે. તે જ રીતે મનમાં – પહેલાં ભોગવેલી વસ્તુને જોઈને વિકાર પેદા થઈ જાય છે. (૫) પ્રત્યય કારણ - રસોઈ વગેરેમાં ધૂમ-અગ્નિના વ્યાપ્તિ-સંબંધને જાણનારી વ્યક્તિ, જયારે દૂરથી પર્વત આદિ પર ધુમાડો જોવે છે, તો ધુમાડાથી અગ્નિનું જ્ઞાન કરી લે છે. અહીં અગ્નિજ્ઞાનનું કારણ ધુમાડો હોય છે. (૬) પ્રાપ્તિ કારણ - યોગાંગોનું અનુષ્ઠાન કરવું વિવેકખ્યાતિની પ્રાપ્તિમાં એમ જ કારણ છે જેમ - ધર્મનું આચરણ સુખ પ્રાપ્તિમાં તથા ગુરુ મુખથી શીખવું વિદ્યાપ્રાપ્તિમાં કારણ હોય છે. (૭) વિયોગ-કારણ - યોગાંગોનું અનુષ્ઠાન કરવું અશુદ્ધિ અથવા અવિદ્યાના વિયોગ કરવામાં એમ જ કારણ છે, જેમ - કુહાડી લાકડાના જુદાં જુદાં કકડા કરવામાં કારણ છે. (૮) અન્યત્વ કારણ - એક વસ્તુના વિભિન્નરૂપ કરવાં અન્યત્વ કારણ કહેવાય છે. જેમ – સોની સોનાથી વિભિન્ન પ્રકારના આભૂષણો બનાવી દે છે. અથવા કુંભાર માટીથી વિભિન્ન ઘડા વગેરેની રચના કરી દે છે. આમાં સોની તથા કુંભાર અન્યત્વ કારણ છે. અહીં વ્યાસ-ભાયમાં સ્ત્રીનું પણ ઉદાહરણ આપ્યું છે. એક રૂપાળી યુવતીને જોવાનું કાર્ય સમાન હોવા છતાં પણ પતિને માટે સુખનું, સપત્નીને માટે દુઃખનું, પરપુરુષને માટે રાગ=મોહનું અને તત્ત્વજ્ઞાનીને માટે સુખ, દુઃખ, રાગ આદિથી રહિત ઉદાસીનતાનું કારણ છે. (૯) ધૃતિ-કારણ - શરીર ઈદ્રિયોને અને ઈદ્રિયો શરીરને ધારણ કરવામાં કારણ છે. એ ૧૮૪
યોગદર્શન
For Private and Personal Use Only