________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ પ્રકારે આકાશ આદિ મહાભૂત શરીરોને ધારણ કરવામાં કારણ છે. અને તે શરીર પરસ્પર બધાં જ શરીરોના ધૃતિકારણ છે. કેમ કે પશુ પક્ષી, મનુષ્ય, દેવ, આદિના શરીર, ધારણ કરવામાં સહયોગની અપેક્ષા રાખે છે. પરંતુ હવે - યોગનાં અંગોની સંખ્યા તથા તેમના સ્વરૂપનો નિશ્ચય કરવામાં આવે છે -
यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यान -
समाधयोऽष्टावङ्गानि ॥२९॥ સૂત્રાર્થ - “ યમનિયHI.) અર્થાત્ એક (યમ) બીજું (નિયમ) ત્રીજું (આસન) ચોથું (પ્રાણાયામ) પાંચમું (પ્રત્યાહાર) છઠ્ઠ (ધારણા) સાતમું (ધ્યાન) આઠમું (સમાધિ) આ બધાં ઉપાસના યોગનાં અંગો કહેવાય છે. અને આઠ અંગોનું સિદ્ધાંતરૂપ ફળ સંયમ છે.”
. (ઋ. ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ - આ યમ નિયમ આદિ આઠ યોગનાં અંગોના ક્રમથી અનુષ્ઠાન અને સ્વરૂપને આગળ (હવે પછીથી) કહીશું. ભાવાર્થ – જોકે આ શાસ્ત્રના પહેલા પાદમાં ચિત્તવૃત્તિઓના નિરોધને માટે એકતત્ત્વાભ્યાસ, વૈરાગ્ય, અભ્યાસ, પ્રણવજપ, પ્રાણાયામ આદિનું કથન કરવામાં આવ્યું છે. તેમ છતાં અહીં સાધનરૂપ યોગાંગોનું વિધાન કર્યું છે. આ અંગોમાં પ્રાણાયામ, પ્રણવજપ, ઈશ્વરપ્રણિધાન, વૈરાગ્ય આદિનું પહેલાં કથન કરવા છતાં પણ ફરીથી પ્રાણાયામ, ઈશ્વરપ્રણિધાન, સ્વાધ્યાય = પ્રણવજપ આદિનું કથન પુનરુક્ત (ફરીથી કહેલું) જણાય છે. પરંતુ આ પુનરુક્ત દોષનો પૂર્વાપર વિચાર કરતાં પરિહાર થઈ જાય છે. સ્વયં વ્યાસ-મુનિએ પ્રથમ પાદમાં સમાહિત ચિત્તવાળાઓને માટે યોગ કહ્યો છે અને બીજા પાદમાં વ્યસ્થિત = અસ્થિર ચિત્તવાળાઓને માટે યોગ કહ્યો છે. માટે અસ્થિર ચિત્તવાળાઓના યોગને માટે પૂર્વોક્ત સાધનો તથા તેનાથી જુદાં સાધનોનું પણ કથન કરવાનું આવશ્યક સમજીને અહીં વર્ણન કર્યું છે. અસ્થિર ચિત્તવાળાઓ માટે સ્થૂળ તથા સૂક્ષ્મ ફ્લેશોને રક્ષણ કરવા માટે અને જ્ઞાનની વૃદ્ધિને માટે આ યોગાંગોનો ક્રમવાર નિર્દેશ કરવો પણ જરૂરી સમજીને કથન કરવામાં આવ્યું છે.
યોગનાં આ આઠ અંગોમાં પહેલાં પાંચ બહિરંગ સાધન છે અને ત્રણ અંતરંગ સાધન છે. યોગાભ્યાસી પુરુષ બહિરંગ સાધનોની સિદ્ધિ વિના અંતરંગ સાધનોમાં સિદ્ધિ પ્રાપ્ત નથી કરી શકતો. યમ અને નિયમોનું જે વિધિવત્ પાલન કરે છે, તે આસન-સિદ્ધિ અને આસન-સિદ્ધિથી પ્રાણાયામની સિદ્ધિ કરી શકે છે. યોગનો અભ્યાસ કરનારો પુરુષ પહેલાં યમનિયમના પાલનથી વૈયક્તિક, પારિવારિક તથા સામાજિક બાહ્ય વ્યવહારોને પરિષ્કૃત (પવિત્ર) કરીને આસન તથા પ્રાણાયામ કરવાનો અધિકારી બને છે. પ્રાણાયામની સિદ્ધિથી મનની વૃત્તિઓનો સંયમ થાય છે અને ત્યાર પછી યોગી પ્રત્યાહાર=ઈદ્રિયોને પોતપોતના વિષયોમાંથી નિરોધ કરીને ધારણા = એક સ્થાન પર સાધન પાદ
૧૮૫
For Private and Personal Use Only