________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેવન સદા કર્યા કરવું”.
(સં. વિ. સંન્યાસ) ભાપ્ય અનુવાદ - (દા) એ પાંચ યમોમાં અહિંસાનું લક્ષણ એ છે કે- સર્વથા બધા પ્રકારેથી અર્થાત્ શરીર, વાણી અને મનથી સર્વતા=બધા કાળમાં, બધાં જ પ્રાણીઓમાં મનમોદ: = પીડા આપવાની ભાવનાનો ત્યાગ કરવો અથવા વેર-ભાવ ન રાખવો અહિંસા છે. સૂત્રમાં અહિંસાથી આગળના સત્ય આદિ ચાર યમ અને નિયમ આદિ અહિંસામૂલક અર્થાત અહિંસા પર જ આશ્રિત છે. અહિંસાની સિદ્ધિ કરવીએ જ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય છે. માટે અહિંસાની સિદ્ધિને માટે જ બીજા યમ તથા નિયમ આદિનું પ્રતિપાદન કરવામાં આવી રહ્યું છે. અહિંસાના મવતિ = નિર્દોષ શુદ્ધ સ્વરૂપને બતાવવાને માટે જ તે યમ-નિયમ આદિનું ગ્રહણ કરવામાં આવ્યું છે. બીજા આચાર્યોએ પણ એમ જ કહ્યું છે -
તે આ યોગ સાધક) બ્રાહ્મણ જેમ જેમ ઘણાંખરાં યમ આદિ વ્રતોનું અનુષ્ઠાન કરવા ઈચ્છે છે તેમ તેમ પ્રHદ્ર = આળસ અથવા અસાવધાનીના કારણે થયેલાં હિંસાનાં કારણોથી નિવર્તમાન = પરાંગમુખ થતો અહિંસાને જ નિર્દોષ રૂપમાં અથવા અત્યંત શુદ્ધ રૂપમાં અપનાવે છે.
(સત્ય) યથાર્થ= જે પદાર્થ જેવો હોય તેના સંબંધમાં તેવી જવાણી (બોલવી) અને તેવું જ મનનું હોવું (વિચારવું) સત્ય કહેવાય છે. આ જ સત્યની પરિભાષાને વધારે સ્પષ્ટ કરીએ છીએ - થાઇ= ઈદ્રિયોથી જેવું પ્રત્યક્ષ કર્યું છે, કથાનુના=અનુમાનથી જેવું જાણ્યું હોય, થાકૃત અને બીજા મનુષ્યો પાસેથી સાંભળ્યું હોય, બરાબર એવું જ વાણી અને મનનું હોવું સત્ય છે અને પત્ર=બીજા મનુષ્યોને પોતાનું જ્ઞાન પહોંચાડવા માટે જે વાણી બોલવામાં આવી છે. જો તે વખ્યત= ઠગનારી, ભ્રાન્તિ પેદા કરનારી અને પ્રતિપત્તિવ= જેનાથી સાચો અથવા ખોટો કોઈ પણ પ્રકારનો બોધ ન થતો હોય, એવી વાણી ન હોય, તો તે સત્ય છે. આ સત્યવાણી બધાં જ પ્રાણીઓના ઉપકાર માટે હોય, પ્રાણીઓને પીડા= દુઃખ આપવા માટે પ્રવૃત્ત ન હોય. જો આ પ્રકારથી અર્થાત વંચના રહિત, ભ્રાન્તિ રહિત, જ્ઞાનબોધક આદિ ઉપરોક્ત વાણી હોવા છતાં પણ બોલવાથી બીજા પ્રાણીઓને દુઃખ આપનારી હોય, તો તે સત્ય નથી પાપરૂપ અસત્ય જ હશે. તે પુખ્યામા=પુણ્યની જેમ જણાતા, પુણ્ય જેવાં અપુણ્યથી પાપનું ફળ અતિશયદુઃખ જ પ્રાપ્ત થશે. એટલા માટેવાણીની પરીક્ષા કરીને (પહેલાં સમજી-વિચારીને) પ્રાણીમાત્રને માટે હિતકર સત્યવચન બોલવાં જોઈએ.
(તેલ) શાસ્ત્રોક્ત વિધાનની વિરુદ્ધ બીજાંના ધનનું (દ્રવ્યોનું) ગ્રહણ કરવું તે = ચોરી છે. તેનો પ્રતિષેધ = અભાવ થવો તથા મસ્કૂદીપ = બીજાંના દ્રવ્યને ગ્રહણ કરવાની ઈચ્છા પણ ન કરવી, તે “મહેર નામનો યમ છે.
(બ્રહ્મચર્ય – ગુપ્ત ઈદ્રિય (ઉપસ્થ = જનનેન્દ્રિયોનો સંયમ કરવો બ્રહ્મચર્ય નામનો યમ છે.
સાધન પાદ
૧૮૭
For Private and Personal Use Only