________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇદ્રિયો અને પૃથ્વી આદિ સ્થૂળભૂત સુધી બધી જ પ્રકૃતિ-વિકૃતિઓનું ગ્રહણ કરવામાં આવ્યું છે. પ્રકૃતિનું કાર્યભૂત સમસ્ત આ જગત દશ્ય કહેવાય છે.
આ દશ્યનું પ્રયોજન છે પુરુપને ભોગ તથા અપવર્ગ પ્રાપ્ત કરાવવો. જોકે ભોગ અને અપવર્ગને જીવાત્મા બુદ્ધિની સહાયથી જ પ્રાપ્ત કરે છે, માટે એ બુદ્ધિકૃત જ કહેવાય છે. પરંતુ બુદ્ધિ અચેતન હોવાથી સ્વયં પ્રવૃત્ત નથી થઈ શકતી. એટલે પુરુષની પ્રેરણાથી જ બુદ્ધિનો બધો જ વ્યાપાર હોવાથી બુદ્ધિકૃત ભોગ તથા અપવર્ગ પુરુપ જ ભોગવે છે. વ્યાસ-ભાયમાં આનું સ્પષ્ટીકરણ એક દષ્ટાંત આપીને કર્યું છે. જેમ કે – રાજાના આદેશથી યોદ્ધા લોકો શત્રુ સામે લડે છે. અને યુદ્ધનું પરિણામ હોય છે - વિજય અથવા પરાજય, તે યોદ્ધાઓનો થાય છે. પરંતુ આ હાર અથવા જીત તેમના સ્વામી રાજાની જ કહેવાય છે, કેમ કે તે જ સમસ્ત યુદ્ધનો સંચાલક અથવા પ્રેરણાસ્ત્રોત છે. એ જ પ્રકારે આ શરીરનાં જે કંઈ પણ બાહ્ય તથા આંતરિક સાધનો છે તેમનું સંચાલન પુરુષની પ્રેરણાથી થાય છે. માટે પુરુપ જ આ સાધનોથી થનારાં સુખ તથા દુઃખનો ભોક્તા છે. જયારે પુરુપ બાહ્ય વિષયોથી સંપર્ક કરવાની ઈચ્છા કરે છે, ત્યારે બુદ્ધિથી નિશ્ચય કરીને મનને પ્રેરિત કરે છે અને મન બાહ્ય-ઈદ્રિયોને પ્રેરિત કરે છે. આ જ પ્રકારે ઈદ્રિયોથી જે કંઈ પણ જ્ઞાન થાય છે, તે મન દ્વારા બુદ્ધિને અને બુદ્ધિ દ્વારા પુરુષને મળે છે. માટે આ પુરુષની અતિશય નજીક રહેનારી બુદ્ધિ પ્રધાનમંત્રીની માફક હોય છે. આ જ કારણે કેટલાક લોકો બુદ્ધિને જ ભોક્તા માનવા લાગે છે. પરંતુ એ તેમની મોટી ભ્રાન્તિ છે. વ્યાસ ભાગ્યમાં તેનું સ્પષ્ટરૂપે ખંડન કર્યું છે. સત્ત્વ આદિ ગુણોનું સ્વરૂપ - અહીં વ્યાસ-ભાયમાં સત્ત્વાદિ ગુણોના પ્રકાશ આદિ સ્વભાવ બતાવવાની સાથે સાથે આ ગુણોના સ્વરૂપ પર પણ પ્રકાશ પાડયો છે. જોકે આ ત્રણેય ગુણો સંયોગ-વિયોગ કરવાથી પરસ્પર વિરોધી સ્વભાવના છે, તેમ છતાંય પરસ્પર મળીને તથા ગૌણ-મુખ્ય ભાવથી રહીને, પ્રકૃતિજન્ય કાર્યોનું સંપાદન કરે છે. એક સમયમાં એક જ ગુણ પ્રધાનભાવથી રહે છે. અને બીજા ગુણ ગૌણભાવથી રહે છે. આનો અભિપ્રાય એ નથી કે કોઈ એક ગુણ પ્રધાન હોવાથી બીજા ગુણોનો અભાવ જ થઈ જાય છે. આ બધો જ ગુણો પૃથક પૃથક અંશોવાળાં, પોત-પોતાની શક્તિ પૃથ-પૃથફ બનાવી રાખીને તથા પ્રધાનગુણની સાથે સહકારીભાવથી કાર્ય કરે છે. જે ગુણની પ્રધાનતા હોય છે, તેનું જ કાર્ય પ્રકટરૂપમાં જોવામાં આવે છે. અને ગૌણરૂપે રહેનારાં ગુણો પણ યોગ્ય અવસર તથા ઉપયુક્ત નિમિત્ત મળતાં પોત-પોતાનાં કાર્યોને પ્રકટ કરવામાં સમર્થ થઈ જાય છે. માટે શાન્ત, ઘોર અને મૂઢ પરિણામોનો ક્રમ ઓછાવત્તા રૂપમાં ચાલતો જ રહે છે. પુરુષનાં બંધન તથા મોક્ષનું સ્વરૂપ - પ્રસંગ અનુસાર વ્યાસ ભાષ્યમાં પુરુષનાં બંધન અને મોક્ષના સ્વરૂપ પર પણ વિચાર કરવામાં આવ્યો છે. વૃદ્ધવ પુરુષાર્થડપસિમાપ્તિર્વધ અર્થાત્ બુદ્ધિ આદિ સૂક્ષ્મ શરીરના ઘટક છે અને એ
સાધન પાદ
૧૬૧
For Private and Personal Use Only