________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ાયોમા ) યુદ્ધ = ચિત્તવૃત્તિ અને પુરુષના સંયોગનો અભાવ થઈ જાય છે અર્થાત્ પુરુપનાં બંધનની સર્વથા નિવૃત્તિ થઈ જાય છે. એ જ હાન દુઃખનો નાશ છે. ( તશે: શૈવલ્યમ) અને તે દ્રષ્ટા પુરુપનું સત્ત્વ આદિ ગુણોથી પૃથફ રહેવું અને ફરીથી સંયોગ ન થવો “કૈવલ્ય છે. દુઃખનું કારણ (મિથ્યાજ્ઞાન અને સંયોગ)ની નિવૃત્તિ થતાં દુઃખના ૩૫રમ = નાશ થવો ટ્રાનમ્ = મોક્ષ છે. એ સમયે પુરુષ ફક્ત સ્વરૂપમાં પ્રતિષ્ઠાવાળો હોય છે, એવું કહેવામાં આવ્યું છે. ભાવાર્થ-આ શાસ્ત્રના ચતુર્વ્યૂહ = હેય વગેરે ચાર અંગોમાંથી હેય અને હેયહેતુનું કથન કરી દેવામાં આવ્યું છે. આ સૂત્રમાં “હાન'નું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. આ સૂત્રમાં તત શબ્દથી (પૂર્વ સુત્રોક્ત) “અવિદ્યાનો પરામર્શ છે. મોકાર ઉપાસના, વૈરાગ્ય, જ્ઞાન આદિથી જયારે અવિદ્યાનો સર્વથા અભાવ થઈ જાય છે અને સૂક્ષ્મ લેશોની વાસનાઓને પણ દગ્ધ કરી દેવામાં આવે છે ત્યારે દશ્ય તથા પુરુષના સ્વરૂપ ભેદનું જ્ઞાન થવાથી પુરુષનો પ્રકૃતિની સાથે સંયોગ સમાપ્ત થઈ જાય છે. આ જ પ્રકૃતિના બંધનથી છૂટવું હાન' કહેવાય છે અને એ જ પુરુષનું કેવલ્ય મોક્ષ છે. આ જ વાતને વ્યાસ-ભાખમાં ઘણી જ સ્પષ્ટ કરી છે કે પુરુષનું પ્રકૃતિના સત્ત્વ આદિ ગુણોથી જુદું થવું અને ફરીથી સંયોગ =જન્મ-મરણરૂપ સંસારમાં ન આવવું એ જ મોક્ષ છે. દુઃખનું કારણ પ્રકૃતિ સંયોગ છે. તેનું છૂટવું જ હાન = મોક્ષ છે.
અહીં વ્યાસ-ભાખમાં ‘કાત્યક્તિ વિશ્વનોપરમ્ લખ્યું છે. જેનું યથાર્થ રૂપ ન સમજવાથી એ મિથ્યાભ્રાન્તિ થાય છે કે શું પુરુષ મોક્ષ પ્રાપ્ત કર્યા પછી સંસારમાં કદી પણ નથી આવતો? શું પુરુપની મોક્ષથી પુનરાવૃત્તિ નથી થતી? પરંતુ પ્રસંગ પર સમ્યક વિચાર કરવાથી ભ્રાન્તિની નિવૃત્તિ સ્વતઃ જ થઈ જાય છે. જન્મ-જન્માંતરોથી પ્રકૃતિ-બંધનના કારણે જે દુ:ખ પરંપરાથી પુરુષ ગ્રસ્ત થાય છે. તે બહુ જ જટિલ હોવાથી દુર્ભેદ્ય હોય છે. તેનાથી સંતપ્ત પુરુપ જયારે નિરંતર પુરુષાર્થ તથા સાધના કરે છે, ત્યારે તે દુઃખોની જાળથી મુક્ત થઈને એવી અનુભૂતિ કરે છે કે મારાં દુઃખોનો અત્યંત અભાવ થઈ ગયો છે. આ વિષયમાં મહર્ષિ દયાનંદની વ્યાખ્યા જુઓ -
એ આવશ્યક નથી કે અત્યંત શબ્દ અત્યંત અભાવનું જ નામ હોય જેમ કે – ‘સત્યન્ત ટુરવમત્યન્ત પુરવં વાક્ય વર્તતે ઘણું જ સુખ આ મનુષ્યને છે. તેનાથી એ જ વિદિત (જાણ) થાય છે કે તેને ઘણું જ સુખ અથવા દુઃખ છે. એ જ પ્રકારે અહીંયા પણ “અત્યંત' શબ્દનો અર્થ જાણવો જોઈએ. ૫ ૨૫ છે (સ. પ્ર. નવમો સમુલ્લાસ) નોંધ - (૧) અહીં વ્યાસ ભાગ્યમાં ‘માનત શબ્દને પૌરાણિક ટીકાકારો ‘શાશ્વતિ નિવૃત્તિ અર્થ કરીને મોક્ષથી પુનરાવૃત્તિ નથી માનતા. પરંતુ આ અર્થ પ્રમાણ તથા યુક્તિથી વિરુદ્ધ હોવાથી માન્ય નથી થઈ શકતો. મોક્ષની પણ પરાન્તકાળ એક અવધિ છે. (૨) અહીં “અત્યંત' શબ્દ અતિશય અર્થનો જ બોધક છે.
સાધન પાદ
૧૭૭
For Private and Personal Use Only