________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશામાં પ્રાપ્ત થાય છે. કેમ કે સંપ્રજ્ઞાત યોગમાં પણ ચિત્તવૃત્તિઓ વિષય-આસક્ત થઈ શકે છે. અસંપ્રજ્ઞાત યોગમાં ચિત્તવૃત્તિ નિરોધ તથા મિથ્યાજ્ઞાન દગ્ધ થવાથી એ ચિત્તવૃત્તિઓ વંધ્યપ્રસવત્રફલોન્મુખ થવામાં સર્વથા અસમર્થ થઈ જાય છે. રજા
तस्य सप्तधा प्रान्तभूमि : प्रज्ञा ॥२७॥ સૂત્રાર્થ - (ત) જે યોગીએ વિવેકખ્યાતિ પ્રાપ્ત કરી લીધી છે, તેની (પ્રજ્ઞા) બુદ્ધિ (૪તથા પ્રાન્તણૂક) (અવિદ્યા આદિ લેશોથી નિવૃત્ત થવાથી નિર્મળ થયેલી) સાત ઉત્કૃષ્ટતમ દશાઓવાળી થઈ જાય છે. ભાપ્ય અનુવાદ - સૂત્રમાં ‘તણ પદ એ યોગીને માટે વપરાયો છે કે જેને વિવેથતિ = નિરોધસમાધિ પ્રકટ થઈ ગઈ છે. તે વિવેકી યોગીની પ્રજ્ઞા, અવિદ્યારૂપિણી અશુદ્ધિ, કે જે ચિત્તવૃત્તિને ઘેરેલી રહે છે, તેના દૂર થવાથી અને ચિત્તમાં બીજા કોઈ પ્રકારના જ્ઞાનની ઉત્પત્તિનો અભાવ થતાં, સાત પ્રકારની જ બુદ્ધિ થઈ જાય છે જેમ કે - (૧) (રિજ્ઞાતિ હેય) હેય = ત્યાજ્ય દુઃખ અથવા દુઃખમય સંસાર જાણી લીધો છે. આ વિવેકી પુરુષને હવે ય= જાણવા યોગ્ય શેપ કશું જ નથી રહ્યું. (૨) (ક્ષીળદેવ-દેતવ.) દુઃખના કારણ અવિદ્યા આદિ ક્લેશ ક્ષીણ = વિવેકખ્યાતિથી દગ્ધબીજવત્ થવાથી નાશ થઈ ગયા છે. હવે એમનામાં (અવિદ્યા આદિ હેતુઓમાં) કશું ક્ષીણ કરવા યોગ્ય શેપ નથી. (૩) સાક્ષાત નિરો) નિરોધHઘ = અસંપ્રજ્ઞાત સમાધિથી હીન = મોક્ષનો સાક્ષાત્કાર કરી લીધો છે, અથવા અનુભવ કરી લીધો છે. (૪) (ભાવિત વિવેવ્યાતિ) વિવેકપ્યાતિરૂપ દાનપN: = મોક્ષનો ઉપાય સિદ્ધ કરી લીધો છે. આ વિવેકી યોગીની પ્રજ્ઞાની ચાર પ્રકારની કાર્યાવિમુક્તિ છે અને ચિત્ત - વિમુક્તિઓ તો ત્રણ પ્રકારની છે. (૫) (ચરિતધારા પુદ્ધ:) બુદ્ધિ પોતાનાં કાર્યો કરી ચૂકી છે. સત્ત્વ આદિ ગુણોના વ્યાપારોથી નિવૃત્ત બુદ્ધિને “ચરિતાધિકારા' કહે છે. (૬) (ગુણT frrશિવરતટષ્ણુતા.) જેમ પર્વતોના શિખર-તટથી લપસી પડેલા પત્થરના ટુકડાઓ વચમાં નિરાધાર થઈને ગબડતાં-ગબડતાં પોતાના મૂળકારણમાં વિલીન થવાને માટે અગ્રસર થાય છે, તે જ રીતે સત્ત્વ આદિ ત્રણેય ગુણો અવ્યક્ત તત્ત્વમાં વિલીન થવાને માટે અગ્રસર થાય છે. અને એ યોગી પુરુષનું પ્રયોજન ન રહેવાથી વિલીન થયેલાં આ સત્ત્વાદિ ગુણોની ફરીથી અભિવ્યક્તિ નથી થતી. (૭) આ પ્રજ્ઞાની છેલ્લી દશામાં પુરુષ, ગુણોના સંબંધથી જુદો થઈને સ્વરૂપત્રિક્યોતિ: = આત્મસ્વરૂપથી પ્રકાશિત, અત્ત = નિર્મળ = ગુણ સંબંધથી રહિત થવાથી, ચિત્તવૃત્તિની પ્રતીતિથી સર્વથા રહિત થઈ જાય છે.
સાધન પાદ.
૧૭૯
For Private and Personal Use Only