________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સાતેય પ્રકારની પ્રાન્ત પૂમિ-પ્રશા= ઉત્કૃષ્ટ (ભૂમિ) દશાવાળી પ્રજ્ઞાઓને અનુભવ કરતો યોગી પુરુષ, કુશલ” નામથી કહેવાય છે. અને ચિત્તના પ્રતિક પોતાના કારણમાં વિલીન થવા છતાં પણ ગુણાતીતત્ત્વ-ગુણોના સંબંધથી રહિત થવાથી “મુક્ત” અને “કુશલ” જ કહેવામાં આવે છે. ભાવાર્થ - આ સૂત્રમાં વિવેકખ્યાતિને પ્રાપ્ત કરનારી યોગીની પ્રજ્ઞાનું વર્ણન કરવામાં આવ્યું છે. તે ઉત્કૃષ્ટતમ-પ્રજ્ઞાના સાત પ્રકાર બતાવ્યા છે. વ્યાસ-ભાષ્યમાં આ પ્રજ્ઞાના પ્રથમ સાત પ્રકારોના બે ભાગ પાડ્યા છે - (૧) ચાર પ્રકારની પ્રજ્ઞાવિમુક્તિ અને (૨) ત્રણ પ્રકારની ચિત્તવિમુક્તિ. વ્યાસજીના આ શબ્દોથી સ્પષ્ટ છે કે પ્રજ્ઞાના સાત પ્રકારોના ભાવ, સાત પ્રકારની બુદ્ધિ નહીં, બલ્ક બુદ્ધિગત ભાવોની દશાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. અને આ જ વાત સૂત્રકારે “ભૂમિ = અવસ્થા' શબ્દથી પ્રકટ કરી છે. ચિત્તનો અભિપ્રાય અંત:કરણ (મન)થી છે. તેની જ એક નિશ્ચયાત્મકવૃત્તિ પ્રજ્ઞા કહેવાય છે. એટલા જ માટે વ્યાસ મુનિએ પ્રજ્ઞાની અવસ્થાઓમાં ચિત્તની અવસ્થાનું પણ કથન કર્યું છે. પ્રજ્ઞા (બુદ્ધિ)નું કાર્ય નિશ્ચય કરવાનું છે, પરંતુ વિવેકખ્યાતિ થવાથી પ્રજ્ઞાના કાર્ય = વ્યાપારની સમાપ્તિ થઈ જાય છે. જેમ કે – (૧) બુદ્ધિનું કાર્ય જ્ઞાનોપલબ્ધિ છે, પરંતુ આ દશામાં જોય = જાણવા યોગ્ય કશું જ નથી રહેતું. પ્રકૃતિજન્ય આ દશ્યજગત પરિણામ, તાપ અને સંસ્કારજનિત દુઃખોના કારણે દુઃખમય છે, માટે હેય = ત્યાજ્ય છે, આ જ્ઞાન થવાથી બીજું કશું પણ જાણવા યોગ્ય નથી રહેતું. (૨) જે દુઃખનાં કારણ છે – દ્રષ્ટા-દશ્યના સંયોગ કારણ અવિદ્યા આદિ ક્લેશો, તે પણ ક્ષીણ =દગ્ધબીજવત્ થવાથી દૂર કરી દીધા છે, હવે બીજાં કશું પણ દૂર કરવા યોગ્ય નથી રહ્યું. (૩) દ્રષ્ટા-દશ્યના સંયોગથી પુરુષનું જે બંધન જન્મ-મરણરૂપ સંસાર છે, તેનો પણ ત્યાગ થવાથી નિરોધ સમાધિ દ્વારા મોક્ષનો સાક્ષાત્કાર કરી લીધો છે. હવે તેનાથી જુદા બીજા કોઈનો સાક્ષાત્કાર કરવા બાકી નથી. (૪) અને છેલ્લું લક્ષ્ય હતું મોક્ષનો ઉપાય પ્રાપ્ત કરવો, તે પણ અવિપ્લવ = વિવેકખ્યાતિ પ્રાપ્ત કરવાથી પ્રાપ્ત કરી લીધું છે. માટે હવે બુદ્ધિનું સમસ્ત કાર્ય પૂરું થવાથી પ્રજ્ઞા કાર્ય-વિમુક્ત થઈ જાય છે.
ત્યાર પછી ચિત્તનું કાર્ય પણ સમાપ્ત થવાથી ત્રણ પ્રકારની ચિત્તવિમુક્તિ કહેવાય છે. જેવી કે – (૧) ચિત્તની નિશ્ચયાત્મક વૃત્તિ બુદ્ધિનું ભોગ અપવર્ગરૂપ કાર્ય પૂરું થવાથી તેનું કોઈ કાર્ય બાકી નથી રહેતું. (૨) ચિત્ત પ્રકૃતિનો વિકાર હોવાથી ત્રિગુણાત્મક છે અને એ ગુણો જ ચિત્તની પ્રવૃત્તિના કારણ હોય છે. પરંતુ વિવેકપ્યાતિ પ્રાપ્ત થતાં પ્રયોજન ન હોવાથી આ સત્ત્વ આદિ ગુણ પોતાના કારણમાં વિલીન થઈ જાય છે. જેમ પર્વત શિખરથી પડેલા પત્થરના ટુકડા નિરાધાર હોવાથી ચૂરેચૂરા થઈને પોતાના કારણમાં વિલીન થઈ જાય છે. (૩) ગુણો વિલીન થતાં ત્રિગુણાતીત પુરુષ સ્વરૂપમાત્ર
જ્યોતિ, નિર્મળ અને કેવલી થઈ જાય છે. ફક્ત પોતાના સ્વરૂપમાં સ્થિત હોવાથી પુરુષ કુશલ અથવા મુક્ત કહેવાય છે. આ અવસ્થામાં ચિત્તની ફરીથી પ્રવૃત્તિ તે કુશલ (મુક્ત) ૧૮૦
યોગદર્શન
For Private and Personal Use Only