________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩) સત્વ પુરુષની ભિન્નતાને વિવેક કહે છે અને તેનો બોધ થવો વિવેકઞાતિ છે. હવે - અને આ બહાન'ની પ્રાપ્તિનો ઉપાય શું છે? આ બતાવીએ છીએ.
विवेकख्यातिरविप्लवा हानोपायः ॥२६॥ સૂત્રાર્થ - (વિપ્લવા) બાધારહિત અર્થાત્ મિથ્યાજ્ઞાનનું દગ્ધબીજવત્ થવાથી અને વશીકાર વૈરાગ્યથી પવિત્ર થવાથી નિર્દોષ (વિવેકાતિ) સત્ત્વ = ચિત્તવૃત્તિ અને પુરુષની ભિન્નતાનો બોધ = અસંપ્રજ્ઞાત યોગ (દાનો :) હાન = દુઃખના નાશનો ઉપાય છે. ભાષ્ય અનુવાદ - અત્ત્વ = બુદ્ધિ (ચિત્તવૃત્તિ) અને પુરુષની ભિન્નતાનો બોધ જ વિવેકખ્યાતિ છે. પરંતુ એ વિવેકઞાતિ મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ ન થતાં સુધી તે - ભ્રષ્ટ = સ્મલિત = અસ્થિર રહે છે. જયારે મિથ્યાજ્ઞાન બળી ગયેલાં બીજની માફક વચ્ચપ્રવિ= ફરીથી ઉદ્દભવ થવામાં સામર્થ્ય વગરનાં થઈ જાય છે. ત્યારે અવિદ્યા આદિ ક્લેશો અને રજોગુણના પ્રભાવથી રહિત સર્વ= બુદ્ધિની ઉત્કૃષ્ટ નિર્મળતા થતાં, ઉત્કૃષ્ટ વશીકાર સંજ્ઞા, સ્વ-આત્મવશીકાર અનુભૂતિની અવસ્થામાં વર્તમાન, પુરુષની વિવેકખ્યાતિનો પ્રવાહ નિર્મિત = નિર્દોષ થઈ જાય છે. અને એ નિર્દોષ વિવેકગ્રાતિ હાન'નો ઉપાય છે. તે વિવેકખ્યાતિથી મિથ્યાજ્ઞાનનું બળી ગયેલાં બીજની માફક થઈ જવું અને પછી પ્રસવક કાર્યોત્પત્તિમાં સમર્થ ન રહેવું, એ મોક્ષનો માર્ગ જ “હાન” નો ઉપાય છે. ભાવાર્થ - આ સૂત્રમાં યોગનાં હેય આદિ ચાર અંગોમાંથી ચોથા અંગ “હાનોપાય” નું વર્ણન કર્યું છે. હાનોપાયને મોક્ષનો ઉપાય પણ કહેવાય છે. પ્રકૃતિ-પુરુષના સંયોગનું કારણ અવિદ્યા છે. આ સંયોગનો અભાવ જહાન=મોક્ષ છે. અને આ સંયોગની નિવૃત્તિ થાય છે વિવેકખ્યાતિથી. જયારે યોગીને જડ-ચેતનના સ્વરૂપનો યથાર્થ બોધ થઈ જાય છે અર્થાત પ્રકૃતિના બધા જ પદાર્થો જડ અને પરિણામી છે, એટલા માટે પોતાનું શરીર, પત્ની, પુત્ર, ધન વગેરેની મમતાના બંધન (પાશ)થી વિરક્ત થઈ જાય છે અને આત્મતત્ત્વના અપરિણામી તથા ચેતન સ્વરૂપને સમજી લે છે, ત્યારે તેને યથાર્થ બોધ થવાથી અવિદ્યાથી મુક્તિ મળી જાય છે. પરંતુ આ મુક્તિ ફક્ત પુસ્તકીય શાબ્દિક જ્ઞાનથી પ્રાપ્ત નથી થતી, જયાં સુધી યોગીને બોધ કરાવનારી “ઋતંભરા-પ્રજ્ઞા'ની પ્રાપ્તિ નથી થતી, ત્યાં સુધી શાબ્દિક જ્ઞાનવાળી વિવેકખ્યાતિ અવિપ્લવા=વિપ્નોથી રહિત નથી થઈ શકતી. મિથ્યાજ્ઞાનના કારણે અવિદ્યા આદિ ક્લેશ તથા રજોગુણનો પ્રભાવ બનેલો રહે છે. એટલા માટે યોગનાં અંગોનાં અનુષ્ઠાનથી પરમ વૈરાગ્યને પ્રાપ્ત કરીને જયારે યોગીના, તમોગુણ તથા રજોગુણના પ્રભાવથી રહિત સત્ત્વગુણના નિર્મળ સ્વરૂપની મુખ્યતાથતાંવિવેકજ્ઞાનનિર્મળ થઈ જાય છે, ત્યારે વિવેકખ્યાતિ અવિપ્લવા=વિધ્વરહિત થાય છે, અને એ જ મોક્ષ પ્રાપ્તિનો ઉપાય છે, બીજો નહીં. આ અવસ્થા અસંપ્રજ્ઞાત
૧૭૮
યોગદર્શન
For Private and Personal Use Only