________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેને વિશેષ કહે છે. અર્થાત્ પ આકાશ આદિ મહાભૂત, ૫ જ્ઞાનેન્દ્રિયો, પકર્મેન્દ્રિયો તથા ૧ મન. સર્ગકાળમાં જે પ્રકારથી રચનાનો ક્રમ સૂક્ષ્મથી ધૂળ થવાનો હોય છે, પ્રલયમાં તેનાથી વિપરીત ક્રમ, સ્થૂળથી સૂક્ષ્મ થવાનો રહે છે. પોત-પોતાના કારણમાં લય થતાં, છેવટે મૂળ પ્રકૃતિમાં બધાંનો લય થઈ જાય છે. આ મૂળ પ્રકૃતિને અવ્યક્ત, અલિંગ તથા પ્રધાન શબ્દોથી પણ કહેવામાં આવી છે. વ્યાસ ભાયમાં આ પ્રકૃતિને માટે એક બીજા શબ્દ “નિ:સત્તાક્ષત્ત ની પણ વ્યવહાર કરવામાં આવ્યો છે. જેનો આશય એ જ છે કે આ પ્રકૃતિ વ્યક્ત ન હોવાથી “નિ: સત્તા છે અને સત્તાહીન પણ નથી કેમ કે આ અત્યંત સૂક્ષ્મ, અતીન્દ્રિય તત્ત્વને તેનાં કાર્યતત્ત્વોથી જાણી શકાય છે. એટલા માટે તે અસ–સત્તા વગરની નથી. અથવા આ શબ્દને આ પ્રકારે પણ સમજી શકાય છે- “નિ =
નિન સ=કાર નાત જે જગતનું નિશ્ચિતરૂપથી કારણ છે. અને = ન વિદ્યતે સ=ાર યW અર્થાત્ જેનું કોઈ કારણ નથી, તે પોતે જ જગતનું કારણ છે. આનાથી પ્રકૃતિનું સ્વરૂપ તથા મૂળ કારણતત્ત્વને સ્પષ્ટ કરવામાં આવ્યું છે. એટલા માટે આ પ્રકૃતિ કૃત્રિમ ન હોવાથી તથા ગુણોની સામ્ય દશા હોવાથી પુરુષના ભોગ-અપવર્ગનું કારણ નથી બનતી. પરંતુ તેનાં સ્થૂળ કાર્યો જ પુરુષના અર્થને સિદ્ધ કરે છે.
વ્યાસ ભાષ્યમાં ગુણોના પર્વના વિભાગોનું પણ પ્રસંગ અનુસાર વર્ણન કર્યું છે. એ સત્ત્વ આદિ ગુણ મૂળ પ્રકૃતિમાં સામ્ય અવસ્થામાં રહે છે. અને સર્ગકાળ (સૃષ્ટિ રચનાનો કળ)માં આ ગુણોની વિષમતા થવાથી ગૌણ-મુખ્યભાવથી રહીને બધાં જ પ્રકૃતિનાં કાર્યોમાં સહાયક રહે છે. ઉત્પન્ન, વિનાશ તથા વિકસિત થનારા પદાર્થોથી સત્ત્વ આદિ ગુણ ઉત્પત્તિ -વિનાશ તથા વિકસિત થવાથી અવશ્ય જણાય છે. પરંતુ તેઓ ઉત્પન્ન તેમ જ નાશ નથી પામતા. આ રહસ્યને વ્યાસ ભાષ્યમાં એક ઉદાહરણ આપીને સમજાવ્યું છે. જેમ કે રેવદ્રત્તો રિદ્રાતિ- દેવદત્તને ગાય આદિનો નાશ થવાથી દરિદ્ર અથવા ગાય આદિની સમૃદ્ધિ થવાથી સંપન્ન કહેવામાં આવે છે. યથાર્થમાં દેવદત્તના પોતાના સ્વરૂપનો હ્રાસ અથવા વિકાસ, દરિદ્ર આદિ કહેવામાં કારણ નથી હોતો. એ જ પ્રકારે ગુણોનો વિકાસ આદિ પણ પદાર્થોના વિકાસ વગેરેના કારણે કહેવામાં આવે છે. વાસ્તવિક નહીં.
વિશેષ-કાર્યોને ૧૬ વિભાગોમાં વહેચ્યાં છે. અને એ નિર્ણય પણ આપ્યો છે કે એ વિશેષ કાર્યોનું બીજું કોઈ કાર્યાન્તર તત્ત્વ નથી હોતું, આ પ્રકૃતિનું છેલ્લું કાર્ય હોય છે. જે સંસારમાં સ્થૂળ ભૂતોનાં કાર્ય ઉપલબ્ધ થાય છે, તે તત્ત્વાન્તર ન હોતાં ધર્મ પરિણામ, લક્ષણ પરિણામ તથા અવસ્થા પરિણામ જ હોય છે જેમનું સ્પષ્ટીકરણ (યો. ૩/૧૩)માં કરવામાં આવશે. આ ૧૬ વિશેષ કાર્યોનાં છ અવિશેષ કારણ છે. અર્થાત તન્માત્રાઓથી સ્થૂળભૂતોની ઉત્પત્તિ અને અસ્મિતા = અહંકારથી ૧૧ ઈદ્રિયોની ઉત્પત્તિ થાય છે. આ પ્રકારે (૨/૧૮-૧૯) બંને સૂત્રોમાં દશ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. ૧૯
સાધન પાદ
૧૬૫
For Private and Personal Use Only