________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫) ચિત્તમાં રહેલી અવિવેકપૂર્ણ વાસનાઓનું યોગ્ય અવસર મળતાં પ્રકટ થવું
અદર્શન છે. (૬) કેટલાક આચાર્યો દર્શન-શક્તિને જ અદર્શન માને છે. કેમ કે આ જ પહેલાં ભોગ
કરાવીને ભોગોથી નિવૃત્તિ કરાવે છે. (૭) પુરુષ અને પ્રકૃતિના સ્વરૂપને ને જાણવું જ અદર્શન છે. (૮) કેટલાક આચાર્યોનો મત છે કે વિવેકખ્યાતિથી ભિન્ન જે રાગ આદિનું જ્ઞાન છે, તે
અદર્શન છે. કેમ કે રાગ આદિનું જ્ઞાન જ વિવેકખ્યાતિમાં બાધક છે.
ઉપરના બધા જ વિકલ્પોનો એક માત્ર સાર એ છે કે અવિદ્યાના કારણે પ્રકૃતિ-પુરુષનો સંયોગ થવો દુઃખનું કારણ છે. માટે વિવેકખ્યાતિનો અભાવ જ અદર્શન છે. જે ૨૩ ! નોંધ - (૧) આ પ્રસંગથી પૌરાણિકો (મોક્ષને નિત્ય માનવાવાળા) એ આશય કાઢે છે કે અહીં મોક્ષને કારણજન્ય નથી માન્યો, માટે તે (મોક્ષ) નિત્ય છે. પરંતુ એમની આ બ્રાન્તિ છે કેમ કે વ્યાસ ભાષ્યની આગળની પંક્તિઓમાં મોક્ષને સકારણ માનતાં દર્શન–વિદ્યાને મોક્ષનું કારણ માન્યું છે. (૨) “પ્રધાન' શબ્દના અર્થથી પણ એ જ સ્પષ્ટ થાય છે - “પ્રર્પોળ ઘી વિરનાd
ન પ્રધાનમ્ અર્થાત્ વિકારોને પ્રકૃષ્ટતયા ધારણ કરનારું તત્ત્વ “પ્રધાન' કહેવાય છે. (૩) મોક્ષની અવધિ “પરાન્તકાલ' મુંડકોપનિષદમાં માની છે. તે કેટલા કાળ સુધી રહે છે તેનો નિર્ણય મહર્ષિ દયાનંદના અમર ગ્રંથ “સત્યાર્થ પ્રકાશ”ના મોક્ષ-પ્રકરણમાં દ્રષ્ટવ્ય છે. હવે - જે જીવાત્માનો અચેતન પ્રકૃતિજન્ય બુદ્ધિની સાથે સંયોગ થાય છે. તેનું કારણ શું છે?
તચતુરવિદ્યા રજા સૂત્રાર્થ - (ત૭) સ્વ= પ્રકૃતિજન્ય બુદ્ધિ અને સ્વામી = જીવાત્માના સંયોગનો હેતુ:) કારણ (વિદ્યા) અવિદ્યા=અજ્ઞાન અને મિથ્યાજ્ઞાનના સંસ્કાર છે. મહર્ષિ દયાનંદકૃત વ્યાખ્યા નીચે પ્રમાણે છે –
અવિદ્યા અર્થાત્ વિષયોમાં આસક્તિ, ઐશ્વર્યભ્રમ અભિમાન છે. મોટા-મોટા પાઠાન્તરો કરવાથી જ ફક્ત વિદ્યા ઉત્પન્ન નથી થતી. પાઠાન્તર એ વિદ્યાનું સાધન હશે. યથાર્થ દર્શન જ વિદ્યા છે. યથાવિહિત જ્ઞાન વિદ્યા છે. પ્રમાની વિરૂદ્ધ ભ્રમ છે. વિદ્યામાં ભ્રમ નથી હોતો. ‘મનાત્મનિ માત્મવૃદ્ધિ ‘મશુવિઘાર્થે સુ-પુદ્ધિ' એ ભ્રમ છે. એ જ અવિદ્યાનું લક્ષણ છે અને એની વિરૂદ્ધ જે લક્ષણ છે તે વિદ્યાનાં છે.
જે પુરુષને એ અભિમાન હોય છે કે હું ધનાઢ્ય છું, અથવા તો હું મોટો રાજા છું. તેને અવિદ્યાનો દોષ છે. બીજું શરીરનું ક્ષીણ રહેવું એ અવિદ્યાના કારણે જ થાય છે.
૧૭૪
યોગદર્શન
For Private and Personal Use Only