________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપલબ્ધિ જ અપવર્ગ છે. સ્વામી-શક્તિ = આત્મસાક્ષાત્કાર પછી એ સંયોગ સમાપ્ત થઈ જાય છે. મોક્ષ સકારણ છે અથવા અકારણ? અહીં વ્યાસ-ભાગ્યમાં અર્જુન = અવિદ્યા આદિના અભાવથી બંધનના અભાવને મોક્ષ કહ્યો છે અને સાથે એમ પણ કહ્યું છે કે આ અદર્શનનો અભાવ, ટુર્શન = યથાર્થજ્ઞાન થતાં થાય છે, એટલા માટે મોક્ષનું કારણ ટુર્શન = જ્ઞાન છે. અહીં કેટલાક વ્યાખ્યાકારોનો એવો મત છે કે દર્શનથી મોક્ષ પ્રાપ્તિ માનવામાં આવશે તો એ સકારણ હોવાથી અનિત્ય થઈ જશે. કેમ કે જે જે કારણથી કાર્ય ઉત્પન્ન થાય છે, તે અનિત્ય હોય છે. એટલા માટે અદર્શનના અભાવને જ મોક્ષ માનવો યોગ્ય છે; જેથી અનિત્યતાનો દોષ ન આવે.
પરંતુ આ તે આચાર્યોની બ્રાન્તિ માત્ર જ છે. કેમ કે તેઓ અદર્શનના અભાવને મોક્ષ માનીને મોક્ષના કારણ “દર્શન'ને છોડી નથી શકતા. દર્શન વિના અદર્શનનો અભાવ કદાપિ નથી થઈ શકતો. અનિયતાના દોપથી તેમનો શું આશય છે? શું તેઓ મોક્ષ થતાં તે આત્માઓની મોક્ષથી આવૃત્તિ (પાછું સંસારમાં આવવું)નથી માનતા ? અથવા પરમેશ્વરનું જે આનંદ સ્વરૂપ છે તેમાં કોઈક પ્રકારની ઉણપ થઈ જશે? તેમની આ બંને શંકાઓ જ નિરાધાર છે. કેમ કે મોક્ષ પ્રાપ્તિ પણ સાવધિક હોવાથી સદા નથી રહેતી. તેનું કારણ સ્પષ્ટ છે કે મોક્ષ જીવાત્માના કર્મોનું ફળ છે અને તેના સાન્ત કર્મો (અંતવાળાં કર્મો)નું અનંત ફળ માનવું ન્યાય-વિરુદ્ધ છે. ન્યાયકારી પરમેશ્વર એવો અન્યાય કદાપિ નથી કરી શકતા અને અલ્પ સામર્થ્યવાળો જીવાત્મા પોતાના સીમિત કર્મોનું ફળ અસીમિત કેવી રીતે ભોગવી શકશે? પરમેશ્વરના આનંદ સ્વરૂપ મોક્ષમાં ઉણપ માનવી એ તો હાસ્યાપદ જ કહેવાશે કેમ કે પરમેશ્વરનું આનંદ સ્વરૂપ અક્ષુણ અને અસીમિત હોવાથી એમાં કોઈ પણ પ્રકારની ઉણપ કદાપિ સંભવ નથી. માટે મોક્ષને સકારણ માનવામાં કોઈ દોષ નથી આવતો. અદર્શનનું સ્વરૂપ – યોગદર્શનના (૨૨૪) સૂત્રમાં પ્રકૃતિ-પુરુપના સંયોગનો હેતુ વિઘા = અદર્શનને માનવામાં આવ્યો છે. આ અદર્શનનું શું સ્વરૂપ છે, એ વિષયમાં વ્યાસ-ભાષ્યમાં નીચે જણાવેલા વિકલ્પ બતાવ્યા છે – (૧) સત્ત્વ, રજસ અને તમસ આ પ્રકૃત્યાત્મક ગુણોનું કાર્યરત રહેવું, અર્થાત્ આ
ગુણોનો આત્માની સાથે સંયોગ બની રહેવો એ જ અદર્શન છે. (૨) દ્રષ્ટા = પુરુષ પ્રત્યે વિષય-દર્શન કરાવનારા ચિત્તનું પ્રકટ ન થવું અને
વિવેકખ્યાતિના રૂપે પરિણત ન થવું જ અદર્શન છે. (૩) પુરુષના અર્થ = ભોગ -અપવર્ગના સંપાદનમાં સત્ત્વ આદિ ગુણોનું પ્રવૃત્ત રહેવું
અર્થાત્ પુરુષનું પ્રયોજન પૂરું થતાં સુધી ગુણોના કાર્યનું રહેવું અદર્શન છે (૪) પ્રલય પછી ગુણોની વિષમ-દશા, સત્ત્વ આદિમાં ગુણોનું કાર્યરત રહેવું
અદર્શન છે.
સાધન પુદ. *
૧૭૩
For Private and Personal Use Only