________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નોંધ - (૧) સત્ત્વ આદિ ગુણો સૂક્ષ્મથી લઈને સ્થળ પર્યત ચાર ભાગોમાં વહેચ્યાં છે. - વિશેપ, અવિશેષ, લિંગમાત્ર અને અલિંગ. અહીં સૂત્રકારે સમજાવવા માટે સ્થૂળ વિકારોથી શરૂ કરીને સૂક્ષ્મ વિકારો તથા મૂળ પ્રકૃતિની સૂક્ષ્મતાને બતાવી છે. (૨) “અવિશેષ”નો અભિપ્રાય એ છે કે જેમાં સત્ત્વ આદિ ગુણોના શાન્ત, ઘોર, મૂઢ રૂપ પ્રકાશિત નથી થતાં અને વિશેષ'નો અભિપ્રાય એ છે કે જેમાં શબ્દ આદિ રૂપ તથા સત્ત્વ આદિ ગુણ અભિવ્યક્ત રહે છે. (૩) શબ્દતન્માત્ર ફક્ત લક્ષણવાળી હોવાથી એક લક્ષણવાળી છે. સ્પર્શતક્નાત્ર શબ્દ અને સ્પર્શ એ બે લક્ષણોવાળી હોવાથી દ્વિલક્ષણવાળી છે. રૂપતન્માત્ર શબ્દ, સ્પર્શ અને રૂપ એ ત્રણ લક્ષણોવાળી હોવાથી ત્રિલક્ષણવાળી છે. રસતન્માત્ર-શબ્દ, સ્પર્શ, રૂપ, રસ એ ચાર લક્ષણોવાળી હોવાથી ચતુર્લક્ષણવાળી છે ગંધતન્માત્ર-શબ્દ, સ્પર્શ, રૂપ, રસ તથા ગંધ એ પાંચ લક્ષણોવાળી હોવાથી પંચલક્ષણવાળી છે. (૪) જે જેનાથી સૂક્ષ્મ છે, તે જ એનો “આત્મા' હોય છે. (ઋ.ભૂ.વેદનિત્યત્વવિચાર) (૫) યથાર્થમાં નિ: સત્સત્ શબ્દથી ભાખ્રકારે નિસત્તાસત્તમ્ પદની વ્યાખ્યા કરી છે. માટે ‘આત્મન શબ્દથી અહીં કારણરૂપથી વિદ્યમાન મહત્તત્ત્વનું ગ્રહણ છે. (૬) લિંગ તથા અલિંગ શબ્દોનો અભિપ્રાય એ છે કે લિંગ = કોઈક પ્રકારના ચિન સત્ત્વ આદિ ગુણોની વિષમતાથી થાય છે. અને મૂળકારણ પ્રકૃતિ ગુણોની સામ્યઅવસ્થાનું નામ છે, માટે તે દશામાં કોઈ પણ પ્રકારનું લિંગ = ચિહ્ન પ્રકટ ન હોવાથી તેને અલિંગ કહી છે. (૭) પ્રકૃતિની આ સામ્ય અવસ્થા પુરુપના ભોગ-અપવર્ગરૂપ પુરુષાર્થનું પ્રયોજક નથી હોતી. પુરુષ - પ્રયોજનની સંપન્નતા પ્રકૃતિની વિષમ અને વિશેષ દશામાં થાય છે. હવે – “દશ્ય'ની વ્યાખ્યા ગયા બે સૂત્રોમાં કરવામાં આવી, હવે દ્રષ્ટા(જીવાત્મા)ના સ્વરૂપનો નિશ્ચય કરવા માટે આ સૂત્રનો પ્રારંભ કરવામાં આવે છે.
द्रष्टा दृशिमात्र : शुद्धोऽपि प्रत्ययानुपश्य: ॥२०॥ સૂત્રાર્થ - (ત્રણ) જોનારો=જાણનારો ચેતન પુરુષ (શિમાત્ર ) ફક્ત જોવાની (અનુભવાત્માક પ્રતીતિમાં) શક્તિરૂપ છે. તે શુરોપિ) નિર્વિકાર તથા સત્ત્વ આદિ પ્રકૃતિના ગુણોથી રહિત હોવા છતાં પણ પ્રિયીનુપ :) ત્રિગુણા બુદ્ધિવૃત્તિ દ્વારા જાણેલાં ઘટ આદિ વિષયોને અથવા પ્રસ્તુત વિષયોને બુદ્ધિના સાંનિધ્યથી જાણે છે. ભાષ્ય અનુવાદ -(શિમાત્ર) = દકશક્તિ (પતતિ ) જ વિશેષણોથી પરીકૃષ્ટ = અસંબદ્ધ છે. અર્થાત જોનારી જ્ઞાનશક્તિથી સંપન્ન ચેતન આત્માને ચેતન બતાવવા માટે બીજા કોઈ પણ વિશેષણની જરૂર નથી. ( પુરૂષ ) તે ચેતન આત્મા યુદ્ધ = ચિત્તવૃત્તિનો પ્રતિસંવેરી = અનુભવ કરનારો છે.
(બુદ્ધિ = ચિત્તવૃત્તિ અને પુરુષ = ચેતન આત્મામાં તફાવત)
૧૬૬
યોગદર્શન
For Private and Personal Use Only