________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશિષ્ટ = તેના જેવી જ પુરુષની જ્ઞાનવૃત્તિ થઈ જાય છે એમ કહેવાય છે. ભાવાર્થ - ચિકિત્સાશાસ્ત્રના રોગ આદિ ચાર વિભાગોની જેમ યોગના હેય દુઃખ આદિ ચાર વિભાગોમાં (૨/૧૭)માં હેયહેતુના વર્ણનમાં દ્રષ્ટા અને દશ્યનું કથન કરવામાં આવ્યું છે. દશ્યનું વર્ણન કરીને ત્યાર પછી આ સૂત્રમાં દ્રષ્ટાના સ્વરૂપનું કથન કરવામાં આવ્યું છે. દ્રષ્ટા પુરુષ શુદ્ધચેતનતત્ત્વ છે. કેમ કે ચેતનતત્ત્વ જ દ્રષ્ટા = જોવા = જાણવાવાળો હોઈ શકે છે. ચેતન તત્ત્વને સિદ્ધ કરવા માટે, બીજા કોઈ પણ વિશેષણની જરૂર નથી. તેને બાહ્ય વસ્તુઓનું જ્ઞાન, તેની અતિશય નજીક રહેનારી બુદ્ધિ દ્વારા થાય છે અને બુદ્ધિ ઈદ્રિયો દ્વારા જ્ઞાન કરે છે. ઈદ્રિયો બાહ્ય વિષયથી સંબદ્ધ જ્ઞાન મનને, મન બુદ્ધિને અને બુદ્ધિ પુરુપને પહોંચાડે છે. ઈદ્રિય, મન, તથા બુદ્ધિ આ બધાં જ અચેતન હોવાથી દ્રષ્ટા = જ્ઞાતા નથી.
પુરુષમાં વિકારની સંભાવના કરીને કેટલાક વ્યાખ્યાકાર સુખ-દુઃખની અનુભૂતિ બુદ્ધિમાં માને છે. પરંતુ આ માન્યતા શાસ્ત્રીય-વિરોધના કારણે મિથ્યા છે. આ શાસ્ત્રમાં પ્રકૃતિને પરાર્થ=પુરુષના પ્રયોજનને માટે માની છે. જો ચેતનના સાંનિધ્યથી બુદ્ધિમાં અનુભૂતિ માનવામાં આવે, તો એમ અવશ્ય માનવું પડશે કે પ્રકૃતિ પરાર્થ નથી પરંતુ પુરુષ પરાર્થ હશે. કેમ કે પુરપ બુદ્ધિનું પ્રયોજન સિદ્ધ કરી રહ્યો છે. બુદ્ધિને આ શાસ્ત્રમાં પ્રકૃતિનો વિકાર માન્યો છે. તે અચેતન હોવાથી જ્ઞાનની અનુભૂતિ નથી કરી શકતી. આ સૂત્રમાં પણ દ્રષ્ટા=પુરુપને પ્રત્યયાનુપશ્ય=બુદ્ધિવૃત્તિ દ્વારા જ્ઞાનની અનુભૂતિ કરનારો માન્યો છે. માટે બુદ્ધિમાં જ્ઞાનની અનુભૂતિ માનવી શાસ્ત્રવિરુદ્ધ હોવાથી મિથ્યા છે.
ચેતન પુરુષ તથા બુદ્ધિમાં સ્પષ્ટ ભેદ પ્રકટ કરતાં વ્યાસ-ભાગ્યમાં નીચેની વાતો પર પ્રકાશ પાડયો છે. - (૧) પુરુપ બુદ્ધિવૃત્તિથી થનારા જ્ઞાનની અનુભૂતિ કરે છે, બુદ્ધિ નહીં (૨) પુરુષ બુદ્ધિના સમાનરૂપવાળો નથી. કેમ કે બુદ્ધિ પરિણામવાળી=વિકાર ધર્મવાળી છે, તો પુરુષ અપરિણામી છે. બુદ્ધિ અચેતન છે તો પુરુપ ચેતન છે. બુદ્ધિ પ્રકૃતિનો વિકાર હોવાથી કારણવાળી છે. માટે અનિત્ય છે. પરંતુ પુરુપ નિત્ય સત્તા છે. બુદ્ધિ આદિ પુરુપનાં ભોગનાં સાધનો છે, તો પુરુષ ભોક્તા છે. (૩) જોકે આ બંનેમાં ઉપર જણાવેલ તફાવત હોવા છતાં પણ સ્પષ્ટરૂપે વિરૂપતા છે. પરંતુ વ્યાસ-ભાષ્યમાં વિરૂપતા એટલા માટે નથી માની કે તેમનું અતિશય નિકટપણું છે. બુદ્ધિવૃત્તિથી થનારા જ્ઞાનોનો દ્રષ્ટા પુરુષો માટેતે બુદ્ધિના આકારવાળો જણાય છે. (૪) બુદ્ધિ પરાર્થ–પુરુષને માટે છે, પુરુપ બુદ્ધિને માટે નથી (પ) બુદ્ધિ ત્રિગુણા છે અને નિશ્ચયાત્મક વૃત્તિ છે. પરંતુ પુરુ૫ ગુણોનો સાક્ષાત્કાર કરનારો અને ત્રિગુણાત્મક ન હોવાથી ચેતનધર્મ છે. તે ૨૦ છે નોંધ (૧) શુદ્ધસ્ફટિકમાં જપાકુસુમના પ્રતિબિંબની જેમ ચિત્તવૃત્તિના જ્ઞાનના પ્રતિબિંબને પુરુષ પોતાનું છે, એમ સમજીને અનુભવ કરે છે. (૨) પ્રાયઃ ટીકાકાર “અપ્રતિસંક્રમા' નો અર્થ નિષ્ક્રિય કરે છે. એ શાસ્ત્રોની વિરુદ્ધ છે. ૧૬૮
યોગદર્શન
For Private and Personal Use Only