________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન્મ-જન્માંતરોમાં પણ પુરુષની સાથે રહે છે. પુરુષ તેમની સહાયથી જ સુખ-દુઃખનો ભોગ કરે છે. માટે મોક્ષ થતાં સુધી બુદ્ધિ આદિ પુરુષને માટે કાર્ય કરતાં રહે છે. તેમના કાર્યની સમાપ્તિ ન થવી જ પુરુષનું બંધન છે. તથા તવસાયો મોક્ષ ?' અર્થાત એ બુદ્ધિનું કાર્ય જયારે વિવેકખ્યાતિ થતાં સમાપ્ત થઈ જાય છે. અને પુરુપ પોતાના સ્વરૂપને સમજી લે છે. આ પ્રકૃતિના સંપર્કથી પૃથફ થવું જ પુરુષનો (જીવાત્માનો) મોક્ષ કહેવાય છે. મે ૧૮ હવે-દશ્ય પ્રકૃતિના સત્ત્વ આદિ ગુણોના સ્વરૂપભેદનો નિશ્ચય કરવાને માટે આ સૂત્રનો આરંભ કરવામાં આવે છે. विशेषाविशेषलिङ्गमात्रालिङ्गानि गुणपर्वाणि ॥१९॥ સૂત્રાર્થ - (ગુ-પdffr)- સત્ત્વ આદિ ગુણોના વિભાગ અથવા અવસ્થા વિશેષા. વિશેષત:ત્રાતિનિ) ચાર છે – (૧) વિશેપ (૨) અવિશેપ (૩) લિંગમાત્ર (૪) અલિંગ. વિશેપ, અવિશેપ, લિંગમાત્ર અને અલિંગની સમજ નીચે મુજબ છે – વિશેષ - આ ગુણોની અંતિમ દશા છે. આમાં ગુણો પરિવર્તિત થતાં થતાં એવી દશાને પ્રાપ્ત કરી લે છે, કે જેમાં ગુણોના વિશેષ ધર્મો (શાન્ત, ઘોર, મૂઢ)ની વિશેષરૂપે અભિવ્યક્તિ થવા લાગે છે. આ વિશેપોમાં ભૂત = ચૂળભૂત તથા અગિયાર (૧૧) ઈદ્રિયોનું ગ્રહણ થાય છે. અવિશેષ =પૂર્વોક્ત વિશેપોનું ઉપાદાન કારણ અવિશેષ છે. એ જ છે – શબ્દતમ્માત્ર સ્પર્શતન્માત્ર, રૂપતન્માત્ર, રસતન્માત્ર, અને ગંધતન્માત્ર તેમ જ અસ્મિતામાત્ર= અહંકાર. તેમનામાં ગુણોના વિશેષ ધર્મો ગંધ આદિની અભિવ્યક્તિ ન હોવાથી એ અવિશેષ છે. લિંગમાત્ર-આ અવિશેપોનું ઉપાદાન કારણ મહત્તત્ત્વ છે અને એ પ્રકૃતિનો આદ્ય પ્રથમ વિકાર પણ છે. અલિંગ-આ લિંગ = મહત્તત્ત્વનું ઉપાદાન કારણ અને પ્રકૃતિની મૂળ અવસ્થા છે. એમાં સત્ત્વ આદિ ગુણ સામ્ય અવસ્થામાં રહે છે. માટે ગુણોનું કોઈ લિંગ=ચિલ્ડ્રન અભિવ્યક્ત ન થવાથી તેને અલિંગ કહે છે. તેનાં પ્રધાન અવ્યક્ત, પ્રકૃતિ આદિ નામો પણ છે. તેનું ઉપાદાનકારણ કોઈ નથી. માટે કાર્યરૂપ ન હોવાથી એ નિત્ય છે. ભાષ્ય – અનુવાદ - સત્ત્વ આદિ ગુણોના ભાગોમાં આકાશ, વાયુ, અગ્નિ, જળ, અને ભૂમિ આ પાંચ મહાભૂત ક્રમવાર શબ્દતન્માત્ર, સ્પર્શતન્માત્ર, રૂપતન્માત્ર, રસતન્માત્ર અને ગંધતન્માત્ર આ પાંચ અવિશેપોનાં વિશેષ પરિણામ છે અને શ્રોત્ર (કાન), ત્વચા (ચામડી) નેત્ર (આંખ), જીભ, તથા નાક એ પાંચ જ્ઞાનેન્દ્રિયો અને વાણી, હાથ, પગ, ગુદા અને જનનેન્દ્રિય આ પાંચ કર્મેન્દ્રિયો તથા અગિયારમું મન (અંતઃકરણ) જે સર્વાર્થ = જે જ્ઞાનેન્દ્રિયો તથા કર્મેન્દ્રિયો બધાની સાથે સંપર્ક રાખે છે, એ અગિયાર
૧૬૨
યોગદર્શન
For Private and Personal Use Only