________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ભાશયનું દષ્ટજન્મવેદનીય ફળ (એક વિપાક અથવા દ્વિવિપાક)નો કદી પણ ઉલ્લેખ કરતા નહીં. પછી તો બધાં કર્ભાશય અદૃષ્ટજન્મવેદનીય જ હોત. માટે પૂર્વ જન્મનાં કર્મોની સાથે સાથે આ જન્મના કર્મોનાં પણ ફળ અવશ્ય મળે છે, જેના કારણે આબુ (જીવન) તથા ભોગને ઓછો વત્તો પણ કરી શકાય છે. એટલા માટે સદાચાર આદિથી આયુ વૃદ્ધિની વૈદિક પ્રાર્થનાઓ સાર્થક છે, અન્યથા નહીં. દષ્ટજન્મવેદનીય તથા અદજન્મવેદનીય કર્ભાશયનો ભેદ -
જે કર્ભાશય એકભાવિક = એક જન્મમાં ફળ આપનારું છે, તેને દષ્ટ જન્મવેદનીય કહે છે, તે નિયત વિપાક અને અનિયત વિપાકના ભેદથી બે પ્રકારનાં છે. (૧) જે કર્મોનાં ફળ વર્તમાન જીવનમાં જ મળી જાય છે, તે નિયત વિપાક કહેવાય છે. અને (૨) જે કર્મોનું ફળ ચાલુ જીવનમાં નથી મળતું તે અનિયત વિપાકવાળા કહેવાય છે. અને અદષ્ટ જન્મવેદનીય કર્ભાશય કે જે અનિયત વિપાકવાળાં પણ છે. તેમાં અનાદિ કાળથી સંચિત નહીં ભોગવેલાં કર્મોની સાથે ચાલુ જીવનનાં કેટલાંક કર્મ પણ મળી જાય છે અને એ કર્મોની ત્રણ પ્રકારની ગતિ થાય છે.
(૧) જે યોગાભ્યાસી વિવેકખ્યાતિ પ્રાપ્ત કરીને કર્ભાશયને લેશોથી હીન તથા યોગા અગ્નિથી દગ્ધબીજવત્ કરી દે છે, તો તેનાં કર્ભાશય દગ્ધ (બળી ગયેલાં) હોવાથી ફળ આપવામાં અસમર્થ થઈ જાય છે.
(૨) અથવા ફલોન્મુખ મુખ્ય કર્ભાશયની સાથે સાથે ગૌણ કર્મ પણ સહયોગી થઈને ફળ આપતાં રહે છે. એટલા માટે દુઃખપ્રધાન કર્મફળની સાથે સુખનું અને સુખ પ્રધાન કર્મફળની સાથે દુઃખનું સંસારમાં મિશ્રણ જોવામાં આવે છે. (૩) અથવા નિયત વિપાકવાળાં ફલોન્મુખ મુખ્ય કર્મોથી અભિભૂત-દબાયેલાં પડી રહે છે. અને તે અભિભૂત (દબાયેલાં) કર્મ, ત્યાં સુધી ફલોન્મુખ નથી થતાં કે જયાં સુધી તત્કાળ પ્રભાવ કરનારાં અભિવ્યંજક નિમિત્ત આ કર્મોને ફલોન્મુખ ન કરે. માટે પ્રબળ અભિવ્યંજક કારણને પામીને (મળતાં) દબાયેલાં કર્મો પણ ફલોન્મુખ થઈ જાય છે અને તે વખતે તે પ્રધાન (મુખ્ય) કર્મ કહેવાય છે. કર્મફળ મીમાંસા અતિ ગહન વિષય છે - મહર્ષિ-વ્યાસે કર્મફળનું ઉપયુક્ત વિવરણ આપીને પણ સ્પષ્ટ કર્યું છે કે – “ર્મતિરિત્રાતાના વેતિ' અર્થાત્ કર્મોની ગતિ અત્યંત વિચિત્ર તથા દુર્બોધ્ય છે કેમ કે કર્મફળના દેશ (સ્થાન) કાળ (સમય) અને નિમિત્તનું નિર્ધારણ નિશ્ચિતપણું) નથી થઈ શકતું. તેમ છતાં પણ જન્મ આપવાનું કારણ પૂર્વ જન્મમાં અર્જિત કર્ભાશય જ છે. આ સામાન્ય કર્મફળની વ્યવસ્થાનું નિર્ધારણ (નિશ્ચય) જરૂરથી કરી શકાય છે. ભલે આપણે એ ન જાણી શકીએ કે ક્યા કર્મનું ફળ, કયારે, કયાં અને કયા નિમિત્ત થવાથી મળશે? કેમ કે અપવાદ નિયમથી સામાન્ય નિયમની નિવૃત્તિ નથી થઈ શકતી. કર્મફળમાં પણ વિશેષ જ્ઞાન ઈશ્વરને આધિન હોવાથી અજ્ઞાત છે. પરંતુ સામાન્ય નિયમ અર્થાત્ જન્મ આદિનું કારણ કર્ભાશય છે, એ તો અવશ્ય જ જાણી શકાય છે. મે ૧૩
સાધન પાદ
૧૪૫
For Private and Personal Use Only