________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશાની સાથે પ્રવૃત્ત થાય છે. અર્થાત્ જયારે ધર્મની પ્રધાનતા (મુખ્યતા) છે, તો અધર્મ સામાન્ય હશે, વૈરાગ્યની પ્રધાનતામાં અવૈરાગ્ય સામાન્ય હશે. આ પ્રકારે એ સત્ત્વ આદિ ગુણો એક બીજાના આશ્રયથી (ગૌણ-પ્રધાનરૂપમાં રહીને) સુખ, દુઃખ તથા મોહરૂપ પ્રતીતિવાળા હોય છે. એટલા માટે બધા જ પદાર્થો સર્વરૂપા =સુખ, દુ:ખ, મોહ, ત્રણેય રૂપોવાળા હોય છે. પછી એ પદાર્થ સુખાત્મક છે અથવા દુઃખાત્મક અથવા મોહાત્મક, એનો બોધ કેવી રીતે થાય છે ? તેનો ઉત્તર એ છે કે આ ગુણોની વિશેષ = ભેદરૂપ પ્રતીતિ ગુણોના ગૌણભાવ તથા પ્રધાનભાવના કારણ હોય છે. અર્થાત્ જે પદાર્થ ને આપણે સુખમય કહીએ છીએ, તેમાં સુખની પ્રધાનતા છે, દુઃખ તથા મોહ ગૌણ છે. આ જ પ્રકારે બીજા ગુણોમાં પણ જાણવું જોઈએ. એટલા માટે વિવેકી પુરુષને માટે બધા જ પદાર્થો દુઃખમય જ છે (કેમ કે તેમનામાં દુઃખ કયારેક પ્રધાનરૂપમાં છે, તો કયારેક ગૌણરૂપમાં હોય જ છે.)
આ મહાન દુઃખ સમૂહનું પ્રમનવીનમ્ ઉત્પત્તિકારણ અવિદ્યા છે અને સમ્પર્શનમ્ = યથાર્થ બોધ આ અવિદ્યાને દૂર કરવાનો હેતુ (કારણ) છે. જેમ કે ચિકિત્સાશાસ્ત્ર ચતુર્ભૂદન = ચાર અંગોવાળુ હોય છે - (૧) રોગ, (૨) રોગનું કારણ (૩) આરોગ્ય લાભ (૪) ભૈષજ્ય = ઔષધ = દવા. આ જ પ્રકારે આ યોગશાસ્ત્ર પણ ચાર અંગો = વિભાગોવાળુ જ છે. જેમ કે - (૧) સંસાર (રોગ સ્થાનીય) (૨) સંસારનો હેતુ (અવિદ્યા અથવા અવિવેક) (૩) મોક્ષ (પ્રકૃતિ પુરુષના સંયોગનો અભાવ) (૪) મોક્ષનો ઉપાય (વિવેકખ્યાતિ) તેમને જ ક્રમશઃ હેય, હેયહેતુ, હાન અને હાનનો ઉપાય પણ કહે છે. એ ચારેયમાં દુઃખ બહુલ સંસાર દેવ = ત્યાજ્ય છે, પ્રકૃતિ અને પુરુષનો સંયોગ દેવદેતુઃ “સંસારનું કારણ છે. પ્રકૃતિ-પુરુષના સંયોગની અત્યંત નિવૃત્તિ જ્ઞાન = મોક્ષ પ્રાપ્તિ છે. અને સભ્ય દ્ર્શન = યથાર્થજ્ઞાન (વિવેકખ્યાતિ) હાન (નાશ)નો ઉપાય છે.
(આ ઉપર્યુક્ત ચતુર્વ્યૂહ હાન આદિના વિષયમાં એ અવશ્ય સમજવું જોઈએ કે એ હાન (નાશ) પુરુષના વિષયમાં નથી, પરંતુ પ્રધાન પ્રકૃતિ અથવા પ્રકૃતિજન્ય દેહાદિમાં જ સીમિત છે.) (તંત્ર હાતુ : સ્વરૂપમ્) તેમાં હાન (નાશ) કરનારો પુરુષ જીવાત્માનું સ્વરૂપ ન તો પાયઃ ગ્રાહ્ય છે કે ન તો દેવ = ત્યાજ્ય. કેમ કે પુરુષના સ્વરૂપનો જ્ઞાન = ત્યાગ માનવાથી તેનો ૩ વ્હેવ = નાશનો પ્રસંગ આવે છે. અને તેની પ્રાપ્તિમાં = પ્રાપ્ય માનવામાં (અર્થાત્ પુરુષના સ્વરૂપની પ્રાપ્તિજ મોક્ષછે) કારણવાદનો પ્રસંગ થશે, અર્થાત્ પુરુષના સ્વરૂપને પ્રાપ્ય માનવાથી એ પણ માનવું પડશે કે તે કોઈ કારણથી પ્રાપ્ત થયું. અને જે કારણથી જાણવામાં આવ્યું અથવા પ્રાપ્ત થયું છે, એ કાર્ય હોવાથી પ્રકૃતિજન્ય કાર્યોની માફક કૃત્રિમ બનાવટી હશે. પુરુષને કાર્ય માનતાં વિનાશશીલ માનવો પડશે અને મયપ્રત્યાયાને “ હાન અને ઉપાદાન બંને પક્ષોને ન માનવાથી શાશ્ર્વતવાવ : પુરુષ નિત્ય સિદ્ધ થાય છે. આ પુરુષના શાશ્વતવાદને
=
સાધન પાદ
For Private and Personal Use Only
=
૧૫૧