________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાડ્યો છે. પ્રકૃતિને (ક) ઝયાન્ત : = ચુંબક સમાન બતાવી છે. જેમ - ચુંબક નજીકના લોખંડને ખેંચી લે છે, તે જ રીતે આ પ્રકૃતિ પોતાના નજીકપણાથી પુરુષના ભોગ તથા અપવર્ગને સિદ્ધ કરે છે અને પુરુષને પોતાના મોહાત્મક સ્વરૂપથી મુગ્ધ કરીને પોતાના ભોગોમાં ફસાવે છે. (ખ) પ્રકૃતિને અહીં સ્વતંત્ર કહી છે. જોકે પ્રકૃતિ અચેતન હોવાના કારણે સ્વયં કશું જ નથી કરી શકતી, તેમ છતાંય અહીં સ્વતંત્ર કહેવાનો ભાવ એ છે કે પ્રકૃતિ જગતનું ઉપાદાન કારણ છે. તે આ કારણમાં બીજા કોઈના અંશની અપેક્ષા નથી રાખતી. પ્રકૃતિની પ્રવૃત્તિને માટે ચેતનની અપેક્ષા તો રહે જ છે. (ગ) પ્રકૃતિ પરાર્થ છે. સ્વાર્થ નહીં. (પોતાના માટે નથી). કેમ કે પ્રકૃતિ સ્વયં પોતાનો ભોગ નથી કરી શકતી. તે તો પુરુષના ભોગ તથા અપવર્ગ સંપાદન કરે છે. પુરુષ (જીવાત્મા) આ પ્રકૃતિનો ભોક્તા છે.
જીવાત્મા દ્રષ્ટા જ્ઞાન ગુણવાળો ચેતન છે. તે જ પ્રકૃતિજન્ય ભોગોને ભોગવે છે. આ જીવાત્માને ક્ષેત્રજ્ઞ શારીરિક ક્રિયાઓનો જ્ઞાતા કહ્યો છે. શરીરમાં થનારી દરેક ક્રિયાને જીવાત્મા જાણે છે અને જીવાત્મા અપરિણામી=અવિકારી=પ્રકૃતિજન્ય વિકારોની માફક વિકારોવાળો નથી અને એ નિષ્ક્રિય=ઈદ્રિય આદિની માફક ક્રિયાવાનું નથી. કેમ કે તે ઇન્દ્રિયો દ્વારા જ સર્વવિધિ ચેષ્ટાઓ કરે છે. જીવાત્માનો પ્રકૃતિની સાથે સંયોગ પ્રવાહથી અનાદિ છે અને મોક્ષ થતાં સુધી ચાલતો રહે છે. મોક્ષ-પ્રાપ્તિના ઉપાય વિવેકખ્યાતિથી અવિદ્યા આદિ ક્લેશોનો નાશ થતાં પુરુષનો પ્રકૃતિ-સંયોગ સમાપ્ત થઈ જાય છે. પ્રકૃતિનું ન તો બંધન થાય છે કે ન તો મોક્ષ. બંધન-મોક્ષ જીવાત્માના હોય છે. પ્રકૃતિની સાથે ભોગોમાં આસક્ત થવું પુરુષનું બંધન છે અને પ્રકૃતિના સંયોગને છોડવો એ જ પુરપનો મોક્ષ છે. તે ૧૭ હવે - દશ્ય=પ્રકૃતિનું સ્વરૂપ બતાવીએ છીએ.
प्रकाशक्रियास्थितिशीलं भूतेन्द्रियात्मकं
બોપલfથે શ્યન / ૮ . સૂત્રાર્થ-તૃશ્યમ) દ્રષ્ટાથી જુદુંઆજે પ્રકૃતિજન્ય જગત છે. તે પ્રક્રિયા સ્થિતિશીતમ) [ “શત પદનો સંબંધ પ્રત્યેક શબ્દની સાથે છે અને “શીલ'નો અર્થ છે સ્વભાવ.] સત્ત્વગુણ પ્રકાશશીલ છે, રજોગુણ ક્રિયાશીલ છે. અને તમોગુણ સ્થિતિશીલ છે. સમસ્ત દશ્ય સત્ત્વ વગેરે ગુણોનું પરિણામ છે. માટે દરેક દશ્ય પદાર્થ સત્ત્વગુણના કારણે પ્રકાશિત થઈ રહ્યો છે. રજોગુણના કારણે ક્રિયાશીલ છે. અને તમોગુણના કારણે એકસીમિત સમય સુધી સ્થિતિશીલ છે. માટે સમસ્ત દશ્ય ત્રિગુણાત્મક છે. ક્રિયાત્મમ) અને આ દશ્યનું ભૂતાત્મક=ભૂત સ્વરૂપ તથા ઈદ્રિયાત્મક=ઈદ્રિયસ્વરૂપ છે. “ભૂત” શબ્દથી સૂક્ષ્મ તથા સ્થૂળ પ્રકૃતિનાં કાર્યોનું ગ્રહણ છે. અને ઇન્દ્રિય શબ્દથી પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો તથા મન, બુદ્ધિ અને અહંકારનું ગ્રહણ છે. આ પ્રકારથી પ્રકૃતિના સૂક્ષ્મથી
યોગદર્શન
૧૫૮
For Private and Personal Use Only